________________
182 )
બારમું યતિપૃચ્છા દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય સત્તરમાં તીર્થકર થઈમોક્ષમાં જશે. રેવતી શ્રાવિકાની આ ભક્તિભાવના નોંધપાત્ર છે. તેણી જેમ ભક્તિભાવનાવાળી હતી તેમ અવસરની જાણ પણ હતી. આથી તેણીએ ભગવાન માટે કોળાપાક તૈયાર રાખ્યો હતો. ગરમી દૂર કરવા માટે કોળાપાક બહુ જ શ્રેષ્ઠ ઔષધ છે. પ્રભુએ તે ન લીધું એ જુદી વાત છે. પણ તેણીએ તો પોતાની ફરજ બજાવી.
સાધુભક્તિની ભાવના ઉત્તમ હોય, પણ ક્યા અવસરે કેવી રીતે સાધુની ભક્તિ થઈ શકે વગેરેનું જ્ઞાન ન હોય, એ વિષયમાં આવડત ન હોય, તો ભક્તિની ભાવના હોવા છતાં અવસરે લાભના મેળવી શકે એવું પણ બને. આ માટે સાધુના આચારોનું જ્ઞાન હોવું જોઈએ. સાથે સાથે ઉત્સર્ગ–અપવાદનું પણ જ્ઞાન હોવું જોઈએ. સામાન્યથી તો સાધુ માટે બનાવેલું સાધુને ખપે નહિ. પણ રોગ વગેરે ઉપસ્થિત થતાં સાધુના માટે બનાવેલું પણ અપવાદથી ખપે. કોઈ કારણ ન હોય ત્યારે સાધુએ દોષિત આહાર આદિ નહિ વહોરવું જોઈએ, અને શ્રાવકે નહિ વહોરાવવું જોઈએ. કારણ વિના સાધુ માટે જ બનાવેલો આહાર વગેરેથી વહોરનાર અને વહોરાવનાર બંનેને દોષ લાગે છે. એ જ આહારથી માંદગી આદિ કારણ હોય તો વહોરનાર અને વહોરાવનાર બંનેને લાભ થાય છે. ગૃહસ્થ કારણ વિના આહારાદિ નિર્દોષ વહોરાવવા જોઈએ. આથી જ અતિથિસંવિભાગ શબ્દમાં આવેલા સંવિભાગશબ્દનો નિર્દોષ દાન' એવો અર્થ ર્યો છે. અર્થાત્ સાધુઓને નિર્દોષ આહારાદિનું દાન તે અતિથિ સંવિભાગ છે. ભગવતી સૂત્રમાં (શર.ઉ.પ.) તુંગિયા નગરના શ્રાવકોનું વર્ણન છે. તેમાં તુંગિયાનગરના શ્રાવકો પ્રાસ્ક (અચિત્ત) અને નિર્દોષ આહાર આદિનું સાધુઓને દાન કરતા હતા એમ જણાવ્યું છે. આમ મુખ્યતયા સાધુઓને નિર્દોષ આહાર આદિનું દાન કરવું જોઈએ. વિના કારણે સાધુ દોષિત વાપરે અને શ્રાવક દોષિત વહોરાવે તો બંનેને દોષ લાગે. નિષ્કારણ દોષિત વાપરનાર સાધુનો સંસાર વધે. આ વિષે (ઓઘનિગા૪૪૬માં) કહ્યું છે કે, “સાધુતાથી રહિત જે લાલચુ સાધુ જ્યાંથી જે મળે તે સદોષકે નિર્દોષ વહોરે, તે જ્ઞાની હોય તો પણ દીર્ઘ સંસારી થાય.” નિષ્કારણ દોષિત વહોરાવનાર આગામી ભવનું આયુષ્ય ટૂંકું બાંધે. આ વિષે (ભગ. સૂ. ૨૦૩માં) જે કહ્યું છે તેનો ભાવ આ પ્રમાણે છેસાધુને નિષ્કારણ દોષવાળાં આહાર-પાણી વગેરે વહોરાવનાર નિચેટું આયુષ્ય બાંધે છે'',
માંદગી આદિપ્રસંગે સાધુને દોષિત આહાર લેવો પડે તો તેવા પ્રસંગે ગૃહસ્થ તેનો ઉપયોગ રાખવો જોઈએ. કેવી માંદગી છે? તેમાં કેવા આહારની કે વા ઔષધની જરૂર પડે વગેરે પણ ખ્યાલ રાખવું જોઈએ. આનો ખ્યાલ કેવી રીતે આવે ? જો સાધુઓની પાસે આવીને સાધુઓનો પરિચય કરે, અત્યારે કોની કેવી સ્થિતિ છે વગેરેનો વિચાર કરે, તો જ આનો ખ્યાલ આવે. સાધુઓની પાસે આવે નહિ, અથવા આવે, પણ વંદન કરીને ચાલતો થાય તો કશી ખબર ન પડે. આનો ખ્યાલ આવે એ માટે તો આ૮૪મીગાથામાં તથા શ્રાદ્ધવિધિવગેરે ગ્રંથમાં વ્યાખ્યાન બાદ“આપને વૈદ્ય-ઔષધ વગેરેની જરૂર છે?” ઈત્યાદિ પૂછવાનો વિધિ જણાવ્યો છે. (અહીં ૮૪ મી ગાથા પૂર્ણ થઈ.) (૮૪)