________________
શ્રાદ્ધદિનકૃત્ય
(183) તેરમું ઉચિત કરણીય - અગિયારમું શ્રવણ દ્વાર
(૧૩) ઊંચિત કરણીય દ્વાર साहुसाहूणिमाईणं, काऊणं च जहोचियं । समणोवासगमाईणं, वंदं वंदं ति जंपई ॥८५॥ दारं १३॥ ૮૪મી ગાથામાં “બીજું કરે એમ કહ્યું છે. આથી બીજું જે કરવાનું છે તે કહે છે –
સાધુ-સાધ્વીઓને યથાયોગ્ય થોભવંદન કે (મસ્થળ વંમિ એમ બોલીને) વાણીથી નમસ્કાર વગેરે વંદન કરીને શ્રાવક-શ્રાવિકાઓને પણ વેવે વંદે એમ કહે.
વ વધે એટલે હું સર્વશ્રાવકોને અને સર્વશ્રાવિકાઓને નમસ્કાર કરું છું.
શ્રાવક જેમ દરરોજ સંયમમાં ઉઘત સાધુઓને વંદન કરે તેમ તેવા (વિશિષ્ટ) કારણથી અવસરે શિથિલ સાધુઓને પણ વંદન કરે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. નિશ્રાકૃત (શિથિલ સાધુઓની નિશ્રાવાળા) જિનમંદિરમાં શિથિલ સાધુઓ પણ હોય. (૮૫)
(૧૧) શ્રવણ દ્વાર नासन्ने नाइदूरंमि, नेव उच्चासणे विऊ ।
समासणं तु वजिजा, चिट्ठिजा धरणीयले ॥८६॥ - હવે પૂર્વોક્ત અગિયારમું “શ્રવણ દ્વાર છે. તેમાં શ્રવણવિધિને ચાર ગાથાઓથી કહે છે –
ગુરુની સેવા કરવામાં નિપુણ શ્રાવક ધર્મશ્રવણ કરતી વખતે ગુરુની બહુ નજીકમાં ન બેસે. કારણ કે શિષ્યને ઉશ્વાસ વગેરેથી ગુરુની આશાતનાથવાનો સંભવ છે. ગુરથી બહુદૂરનબેસે, કારણકે બરોબર સંભળાય નહિ વગેરે દોષનો સંભવ છે. ગુરુના આસનથી ઊંચા આસને ન બેસે, સમાન આસને પણ ન બેસે, જંતુઓથી રહિત ભૂમિ ઉપર બેસે. (૮૬)
न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ। નય સમાણિજ્ઞા, વિદિના ગુરુતિ ૮૭||
ગુરુના જમણા-ડાબા પડખે (બાજુમાં, નબેસે. કારણકે તેમ બેસવાથી અવિનયથાય. ગુરુના આગળના ભાગમાં પણ ન બેસે. કારણ કે વંદન કરનારા બીજાઓને વંદનમાં અંતરાય થાય. ગુરુની પાછળ પણ ન બેસે. કારણ કે પાછળ મુખ કરીને શ્રોતાને જોવો પડે અને તેથી ગુરુને બાધા થાય અવિનય થવાના ભયથી ગુરુની પાસે સાથળ ઉપર પગ રાખીને ન બેસે. (૮૭) . नेव पल्हत्थियं कुजा, पक्खपिंडं च संजए ।
पाए पसारए वावि, न चिटे गुरुणंतिए ॥८॥ અહીં જિનમંદિરમાં એટલે જિનમંદિરની અંદર એમ ન સમજવું, ડુિ જિનમંદિરની પાસેના મકાન વગેરેમાં” એમ સમજવું.