________________
( 184 )
અગિયારમું શ્રવણ દ્વાર
(184)
શ્રાદ્ધદિનકૃત્ય શ્રાવક ગુરુની પાસે પલાંઠી વાળીને, બે હાથથી બે પગને બાંધીને કે પગ પહોળા = લાંબા કરીને ન બેસે. (૮૮)
निदं विकहं वज्जित्ता, काऊणं अंजलिं सिरे । कण्णंजलीहिं भत्तीए, घुटे सिद्धंतमोसहं ॥८९॥
નિદ્રા-વિકથાનો ત્યાગ કરીને, મસ્તકે અંજલિ કરીને, બે કર્ણરૂપ અંજલિથી ભક્તિ-હર્ષપૂર્વક સિદ્ધાંતરૂપ ઔષધનું પાન કરે.
જેવી રીતે ઔષધ દ્રવ્યરોગને દૂર કરે છે તેવી રીતે સિદ્ધાંત ભાવરોગને દૂર કરે છે. માટે અહીં સિદ્ધાંતને ઔષધની ઉપમા આપવામાં આવી છે. (૮૯).
अन्नाणमोहमिच्छत्त-महावाहिविरेयणं । कुग्गहविसघत्थाणं महामंतो जिणागमो ॥१०॥ આ જ અર્થને વિશેષથી વિચારતા સૂત્રકાર કહે છે -
જિનાગમ અજ્ઞાનમોહ-મિથ્યાત્વરૂપ મહાવ્યાધિનો નાશ કરે છે. અજ્ઞાન = તત્ત્વ અને અતત્ત્વના જ્ઞાનનો અભાવ. મોહ = ધન આદિમાં અતિશય આસક્તિ. મિથ્યાત્વ = મિથ્યાદર્શન પ્રત્યે રાગ. આ ત્રણ જીવના અનંત દુ:ખનું કારણ હોવાથી મહાવ્યાધિ છે. આ મહાવ્યાધિઓનો જિનાગમ તત્કાલ નાશ કરે છે. આ વિષે શવ્યંભવસૂરિ, ચિલાતિપુત્ર, અને ગોવિંદવાચક વગેરેના દષ્ટાંતો છે.
શ્રી શય્યભવસૂરિનું ચરિત્ર શ્રી ચરમ કેવળી શ્રી જંબૂસ્વામી મોક્ષે ગયા પછી કાત્યાયનકુલમાં ઉત્પન્ન થયેલ શ્રી પ્રભવસ્વામી તીર્થની પ્રભાવના કરતા વસુધાતળને પાવન કરવા લાગ્યા. એકવાર આવશ્યકસૂત્રના પાઠથી શ્રમિત થયેલ શિષ્યવર્ગ સુઈ જતાં યોગનિદ્રામાં રહેલા પ્રભવસ્વામી અર્ધ રાત્રિએ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે –“જે સંસારસાગરમાં સંઘને નૌકા સમાન થઈને તારે અને જૈનધર્મરૂપકમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્યસમાન થાય એવો મારો ગણધર કોણ થશે?” આવા પ્રકારની ચિંતામાં લીન થઈ પોતાના ગચ્છમાં અને સંઘમાં ઈટ વસ્તુને જણાવવામાં પ્રદીપ સમાન એવો તેમણે ઉપયોગ આપ્યો, પણ પ્રસરતા સૂર્યના તેજ સમાન જ્ઞાન પ્રકાશથી જોતાં શાસનનો અવિચ્છિન્નપણે ઉદ્યોત કરે એવો પુરુષ તેમના જોવામાં ન આવ્યો; પછી તેવા નરના અર્થી એવા તેમણે અન્ય દર્શનોમાં પણ ઉપયોગ આપ્યો; કારણકે કાદવમાંથી પણકમળલઈ લેવાલાયક હોય છે. એવામાં રાજગૃહી નગરીમાં યજ્ઞકરતા આસદભવ્ય અને વત્સકુળમાં ઉત્પન્ન થયેલા શäભવ બ્રાહ્મણને તેમણે જોયા; પછી ‘એક સ્થળે ન રહેવાના આચારવાળા એવા સાધુઓએ અન્ય અન્ય સ્થળે વિચારવું જોઈએ,’ આવું કારણ બતાવીને તે જ નગરમાં તેઓ ગયા અને ત્યાં બે મુનિઓને આજ્ઞા આપી કે તમે યજ્ઞશાળામાં જાઓ અને ત્યાં ભિક્ષાના અર્થી થઈ ધર્મલાભરૂપ આશિષકહો. કદાચ ત્યાં યજ્ઞધર્મશાળાના બ્રાહ્મણો ભિક્ષા આપ્યા સિવાય તમને પાછા વાળે તો પણ પાછા વળતાં તમારે આ પ્રમાણે બોલવું કે- ‘મહો મદો , તત્ત્વન જ્ઞાયતે પરં I’ ‘અહો! બહુ ખેદની વાત છે કે આટલું કષ્ટ કર્યા છતાં તત્ત્વ તો કંઈ જણાતું નથી.”
પછી જ્યાં દ્વાર પર તોરણ બાંધેલું છે, જ્યાં ધ્વજાઓ ઊંચે લટકાવેલી છે, આચમનને માટે જ્યાં દ્વાર