________________
( 185 )
શ્રાદ્ધદિનકૃત્યા
અગિયારમું શ્રવણ દ્વાર આગળ જળપાત્ર મૂકેલ છે, જ્યાં બ્રહ્મચારીઓ સમિધ(કાષ્ઠ)ના કામમાં વ્યાકુળ છે, યજ્ઞસ્તંભમાં જ્યાં બકરાને બાંધવામાં આવેલ છે, જ્યાં વેદિકામાં અગ્નિ પ્રદીપ્ત કરેલ છે, હોમદ્રવ્યથી જ્યાં અનેક પાત્રો ભરી દીધેલ છે, બ્રાહ્મણો જ્યાં એકત્ર થયા છે અને મંત્રોચ્ચાર પૂર્વક યજ્ઞદ્રવ્ય સમર્પણ કરવા જ્યાં યાજ્ઞિક બ્રાહ્મણો વ્યગ્ર થઈ રહ્યા છે, એવા યજ્ઞવાડામાં ગુરુની આજ્ઞાથી ભિક્ષા સમયે તે બંને મુનિઓ ગયા. ત્યાં ભિક્ષા આપ્યા વિના બ્રાહ્મણોએ તેમને પાછા વાળ્યા, એટલે ગુરુમહારાજના કહ્યા પ્રમાણે તેઓ ‘પદો કઈ ઈત્યાદિ ઊંચેથી કહેવા લાગ્યા. તે યજ્ઞમાં શય્યભવ નામનો એક દીક્ષિત બ્રાહ્મણ યજ્ઞવાડાનાદ્વાર પાસે બેઠો હતો. તેણે તે મુનિનું વચન સાંભળ્યું અને વિચારવા લાગ્યો કે ઉપશમપ્રધાન આ સાધુઓ કદી મૃષા બોલે જ નહિ, તેથી અહીં તત્ત્વને માટે મારું મન શંકાવાળું બની ગયું છે. આ પ્રમાણે સંદેહરૂપ હિંચોળા પર આરૂઢ થયેલા મનથી સુજ્ઞશિરોમણિ એવા તે બ્રાહ્મણે ઉપાધ્યાયને પૂછ્યું કે 'તત્ત્વ શું છે ?’ એટલે ઉપાધ્યાયે કહ્યું કે સ્વર્ગ અને મોક્ષને આપનારા વેદો એ જ તત્ત્વ છે. વેદોથી
અતિરિક્તકંઈ તત્ત્વ નથી એમ તત્ત્વજ્ઞજનો કહે છે. શય્યભવબોલ્યોકે–‘વેદો એ જ તત્ત્વ છે, એમ યજ્ઞ આદિની દક્ષિણાના લોભથી બોલતા તમે મારા જેવા મુગ્ધજનોને ખરેખર છેતરો છો; કારણ કે રાગ અને દ્વેષ રહિત નિર્મમ નિષ્પરિગ્રહી અને શાંત એવા આ મહર્ષિઓ કદી અસત્ય બોલે જ નહિ; માટે દુરાશય! તમે ખરા ગુરુ જણાતા નથી; પણ તમે જન્મથી આ જગતને છેતર્યું છે, તેથી આજે તમે ખરેખર શિક્ષાપાત્ર બન્યા છો, છતાં પણ વંચક! યથાવસ્થિત તત્ત્વ કહી દો, નહિ તો હું તમારું શિર છેદી નાખીશ, કારણકે દુષ્ટનો નિગ્રહ કરવામાં કાંઈ દોષ નથી.” એમ કહીને તેણે માનમાંથી તલવાર ખેંચી કાઢી. પછી તલવારને ઊંચે કરતો શય્યભવ જાણે તેના મરણને વાંચવાને માટે હાથમાં પત્ર લીધેલ હોય એવો સાક્ષાત્ યમ જેવો ભાસવા લાગ્યો; આથી ભયભીત થઈને તેના ઉપાધ્યાય પણ વિચારવા લાગ્યા કે–“આ મને મારવાને તૈયાર થયો છે, માટે આજે યથાવસ્થિત તત્ત્વ કહેવાનો ખરેખરો સમય આવ્યો છે, વળી વેદોમાં પણ એમ કહ્યું છે અને અમારો સદાને માટે આમ્નાય પણ એવો છે કે શિરચ્છેદનું કષ્ટ પ્રાપ્ત થતાંયથાસ્થિતતત્ત્વ કહી દેવું, અન્યથા કહેવું નહિ; માટે યથાર્થતત્ત્વ એને કહી દઉં કે જેથી જીવતો રહી શકું, કારણ કે “જીવતો નર કલ્યાણ પામે.” આ પ્રમાણે વિચાર કરી પોતાની કુશળતાનો વિચાર કરતાં ઉપાધ્યાય બોલ્યા કે“આ યજ્ઞસ્તંભની નીચે જિનની પ્રતિમા સ્થાપેલી છે અને ગુમરીતે નીચે જ તે જિનપ્રતિમાનું પૂજન કરવામાં આવે છે. તેના પ્રભાવથી આ અમારું યજ્ઞ આદિ કર્મનિર્વિઘ્ન પાર પડે છે; નહિતો મહાતપસ્વી, સિદ્ધપુત્ર અને પરમશ્રાવક એવા નારદજી જિન પ્રતિમા વિના યજ્ઞનો અવશ્ય નાશ કરે છે.” પછી તે સ્તંભને ઉપાડીને ઉપાધ્યાયે યથાસ્થિત રત્નની બનાવેલી તે જિન પ્રતિમા બતાવીને કહ્યું કે-“આ પ્રતિમા જે શ્રી જિનની છે તેમણે કહેલ ધર્મતે જ તત્ત્વ સમજવું. આ યજ્ઞ આદિ તો વિડંબના માત્ર છે. શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મ જ જીવદયારૂપ છે, પશુહિંસારૂપ આ યજ્ઞમાં ધર્મની સંભાવના માત્ર પણ ક્યાં છે? બહુ ખેદની વાત છે કે અમે આ પ્રમાણે મોટી માયાજાળ પાથરી જીવીએ છીએ. માટે હે મહાભાગ! તું આતત્ત્વને સમજી અમને મુક્ત કરી અને તું પરમ શ્રાવક થા. હે ભદ્રા અમારા ઉદરપૂરણ માટે અમે તને ચિરકાળ સુધી છેતર્યો છે, હવે હું તારો ઉપાધ્યાય નથી. હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ.”
આ પ્રમાણે સાંભળીને શય્યભવે તે યજ્ઞોપાધ્યાયને નમસ્કાર કરીને કહ્યું કે-“સત્ય તત્ત્વને બતાવી આપવાથી તમે મારા ઉપાધ્યાય જ છો.” આ પ્રમાણે કહી અત્યંત સંતુષ્ટ થઈ શäભવે સુવર્ણ અને તાંબાના પાત્ર વિગેરે યજ્ઞનાં બધાં ઉપકરણો તેને આપી દીધા અને પોતે તે બંને મહર્ષિની શોધ કરવા બહાર નીકળ્યો. અનુક્રમે તેમને પગલે ચાલતાં તે પ્રભવસ્વામી પાસે આવ્યો, ત્યાં તેણે પ્રભવસ્વામીનાં ચરણોને તથા અન્ય સર્વ મુનિઓને વંદન કર્યું, એટલે તેમણે આપેલ ધર્મલાભરૂપ આશિષથી આનંદિત થઈ તે બેઠો અને અંજલિ જોડી પ્રભવસ્વામીને