________________
223 )
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર અહીં ટુંકમાં ભાવ એ છે કે લોકમાં ફૂટક્ય વગેરે જે વેપાર નિંદિત હોય તે અલ્પપાપવાળો હોય તો પણ ન કરે. તથા લોકોત્તરમાં તલ અને કરિયાણાની દુકાન વગેરે જે નિંદિત હોય તે વેપાર કરે. (૧૫૮)
ववहारसुद्धी धम्मस्स, मूलं सव्वन्नु भासए । ववहारेणं सुद्धेणं, अत्थसुद्धी जओ भवे ॥१५९॥ ઉત્તરોત્તર ગુણરૂપ વ્યવહારશુદ્ધિને જ ત્રણ ગાથાઓથી કહે છે
હમણાં કહેલી વ્યવહાર શુદ્ધિ જ ધર્મનું મૂળ ( પ્રથમ કારણો છે એમ તીર્થકર કહે છે. કારણ કે ધનશુદ્ધિ પણ વ્યવહાર શુદ્ધિથી જ થાય.
વ્યવહાર શુદ્ધિ એટલે મન-વચન-કાયાની સરળતા. તીર્થકર કહે છે – “ધર્મ શુદ્ધ આત્મામાં હોય, અશુદ્ધ આત્મામાં ન હોય. શુદ્ધિ સરળ આત્મામાં હોય.” (ઉત્તરા. ૩–૧૨) (૧૫૯)
सुद्धेणं चेव अत्थेणं, आहारो होइ सुद्धओ। आहारेणं तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ॥१६०॥ શુદ્ધ જ ધનથી અશન વગેરે આહારશુદ્ધ થાય છે. શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે. પ્રશ્ન:શુદ્ધ જ ધનથી આહારશુદ્ધિ થાય એમાં પ્રમાણ શું છે ?
ઉત્તર :- આવશ્યક સૂત્ર પ્રત્યાખ્યાન આવશ્યમાં શ્રાવક વ્રતના અધિકારમાં આપેલું સૂત્ર પ્રમાણ છે. તે સૂત્ર આ પ્રમાણે છે. - नायागयाणं कप्पणिज्जाणं अन्नपाणाइणं दव्वाणं देश-काल-सद्धा-सक्कार-कमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाण दाणं अतिहिसंविभागो।
આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – “ન્યાયથી મેળવેલી અને કલ્પનીય એવી આહાર-પાણી વગેરે વસ્તુઓનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, અને કમથી ઉત્તમ ભક્તિપૂર્વક સ્વ–આત્મકલ્યાણની બુદ્ધિએ સંયમીઓને દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત છે.”
આ પાઠમાં ન્યાયથી મેળવેલી વસ્તુઓનું દાન કરવાનું કહ્યું છે એથી સિદ્ધ થાય છે કે શુદ્ધ જ ધનથી આહાર શુદ્ધ થાય.
શુદ્ધ આહારથી દેહ શુદ્ધિ થાય. જો કે શરીરમાં બાહ્ય મેલ રહેલો છે, તો પણ શરીર જિનાજ્ઞામાં રહેલું હોવાથી કર્મમલદૂર થવાથી દેહ શુદ્ધ જ ગણાય. (૧૬૦).
सुद्धणं चेव देहेणं धम्मजोग्गो उ जायइ । जंजं कुणइ किच्चं तु, तं तं से सफलं भवे ॥१६१॥
શુદ્ધ જ દેહથી ધર્મને યોગ્ય થાય છે. જેવી રીતે સ્નાનથી શરીરને શુદ્ધ કરનાર મનુષ્ય સારા અલંકારોને યોગ્ય થાય છે, તેમ આ રીતે શુદ્ધ શરીરવાળો શ્રાવક ધર્મરૂપ અલંકારોને યોગ્ય થાય છે.
આ રીતે શુદ્ધ શરીરવાળો શ્રાવક દેવપૂજા અને દાનવગેરે જે જે અનુષ્ઠાન કરે છે તે તે તેને સફલ થાય છે? અવશ્ય સ્વર્ગ-મોક્ષરૂપફળ આપનાર થાય છે. કહ્યું છે કે – સદ્ગુણસંપન્ન જે સુશ્રાવકોતપ, નિયમ અને