________________
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
(224)
શ્રાદ્ધદિનકૃત્ય શીલથી યુક્ત છે તેમને મોક્ષ અને વૈમાનિક દેવલોકનાં સુખો દુર્લભ નથી = સુલભ છે.” (૧૬૧)
अन्नहा अफलं होइ, जं जं किच्चं तु सो करे । ववहारसुद्धिरहिओ य, धम्मं खिसावए जओ ॥१६२॥ વ્યવહારશુદ્ધિના અભાવથી થતા નુકશાનને કહે છે
વ્યવહારશુદ્ધિ આદિથી રહિત શ્રાવક જે જે ધર્મકૃત્ય કરે છે તે નિરર્થક થાય. કારણ કે વ્યવહારશુદ્ધિ રહિત જીવ સરળતગુણથી સાધી શકાય તેવા જૈનધર્મની અવિવેકી લોકો દ્વારા નિંદા કરાવે છે. (૧૨)
धम्मखिंसं कुणंताणं, अप्पणो य परस्स य । अबोही परमा होइ, इइ सुत्ते वि भासियं ॥१६३॥
આ જ વિષયને વિચારતા સૂત્રકાર કહે છે–
ધર્મની નિંદા કરનારાઓ પોતાની અને બીજાઓની બોધિને ઘણી દુર્લભ કરે છે, અર્થાત્ પોતાનો અને બીજાઓનો સંસાર અનંત કરે છે. આ વિષે છેદસૂત્રોમાં પણ કહ્યું છે કે – “તીર્થકર, સંઘ, દ્વાદશાંગીરૂપ શ્રુત, આચાર્ય, ગણધર, અને (મહર્ધિકક) વૈકિયલબ્ધિ-વાદલબ્ધિ વગેરે લબ્ધિધારી મહાત્માની અનેક રીતે આશાતના કરનારો જીવ અનંતસંસારી થાય છે.'
આ વિષે શ્રીવીર ભગવાનનું દષ્ટાંત છે– શ્રી વીર એકવાર પિતાના મિત્ર દૂઈજંતગ નામના કુલપતિના તાપસાશ્રમમાં ચાતુર્માસ રહ્યા. બીજે ઘાસ ન મળવાના કારણે ગાયો આશ્રમના ઘાસને ખેંચતી હતીeખાતી હતી ત્યારે તાપસો લાકડી અને ઢેફા વગેરેથી ગાયોને પીડતા હતા. તેમણે કુલપતિ પાસે જઈને કહ્યું: હે ભગવંત! આપનો પ્રિય આ દેવાર્ય કેવો છે કે જે પોતાના આશ્રમનું પણ રક્ષણ કરતો નથી. તેથી કુલપતિએ પ્રભુ પાસે આવીને આશ્રમને લગભગ નાશ પામેલું જોઈને કહ્યું: હે વત્સ! આ પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે, તો પછી આપ આશ્રમનું રક્ષણ કેમ કરતા નથી ? આ પ્રમાણે કહીને કુલપતિ જતો રહ્યો ત્યારે ભગવાને વિચાર્યું કે “આ તાપસી દુર્લભબોધિથઈને અનંતસંસારને ન પામો.” આ પ્રમાણે વિચારીને ચાતુર્માસ પૂર્ણ થતાં (કલ્પસૂત્રનાથન પ્રમાણે ચોમાસામાં જ) ભગવાન ત્યાંથી અસ્થિકગામમાં ગયા. ત્યાં ભગવાને બ્રહ્મરાક્ષસને પ્રતિબોધિત કર્યો. (૧૬૩)
तम्हा सव्वपयत्तेणं, तं तं कुज्जा वियक्खणो। जेणं धम्मस्स खिंसं तु, न करे अबुहो जणो ॥१६४॥
આ પ્રમાણે વ્યવહારશુદ્ધિથી થતા લાભને અને વ્યવહારશુદ્ધિના અભાવથી થતા નુકશાનને બતાવીને ઉપદેશ આપવા માટે કહે છેતેથી વિચક્ષણ પુરુષે સર્વ પ્રયત્નપૂર્વક તેવાં કામો કરવા, કે જેથી અજ્ઞાન લોકો ધર્મની નિંદા ન કરે.
| વિવેચન
દ્રવ્યાદિ ચાર શુદ્ધિ શ્રાવકે ધર્મને બાધા ન પહોંચે અને ધર્મની નિંદા ન થાય તેની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. આ માટે જ ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર શુદ્ધિનું પાલન કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે–