________________
( 225.
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર દ્રવ્યશુદ્ધિ- પંદર દાન વગેરે પાપના ધંધાન કરવા જોઈએ. જેમાં અતિશય અલ્પ પાપ હોય તેવો વેપાર વગેરે વ્યવસાય કરવો. પંદર કર્માદાનનું વર્ણન આ ગ્રંથમાં ૧૫૬મી ગાથામાં કર્યું છે.
ક્ષેત્રશુદ્ધિ-જ્યાં સ્વ-પરરાજ્યનો ભય નહોય, માંદગી (=સામુદાયિક રોગચાળો) નહોય, બીજાં પણ સંકટો વગેરે ઉપદ્રવો ન હોય, જ્યાં (જિનમંદિર–ગુરુ-સાધર્મિક વગેરે)* ધર્મ સામગ્રી હોય ત્યાં વેપાર કરવો. આનાથી અન્ય સ્થળે ઘણો લાભ થાય તો પણ વેપાર કરવો નહિ, કારણકે તેથી ધન, પ્રાણ કે ધર્મનો પણ નાશની સંભાવના રહે. જ્યાં દુરાચારી કે હિંસક વગેરે નઠારા મનુષ્યો રહેતા હોય ત્યાં પણ વ્યવસાય ન કરવો.
ધર્માર્થી ક્યાં રહેવાનું પસંદ કરે? ધર્માર્થી જીવને ધર્મજીવોની સોબત ગમે, અધર્મી જીવોની સોબત ન ગમે. આથી તે તેવા સ્થાનમાં જ રહેવાનું પસંદ કરે છે જ્યાં સારી સોબત મળે. જિનધર્મી જીવ જ્યાં જિનમંદિર હોય, સુગુરુનો યોગ થતો હોય, સાધર્મિક રહેતા હોય ત્યાં રહેવાનું પસંદ કરે. જિનમંદિર હોય તો જિનભક્તિનો લાભ થાય. ચૈત્યવંદન, જિનપૂજા આદિથી કરેલી જિનભક્તિથી મિથ્યાત્વનો નાશ થાય છે, અને સભ્યત્વની વિશુદ્ધિ થાય છે. સાધુઓને વંદન કરવાથી ગુણબહુમાન દ્વારા પાપ નાશ પામે છે. તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિતત્ત્વોમાં શંકા રહેતી નથી. તેમને નિર્દોષ દાન કરવાથી નિર્જરા થાય છે, કારણકે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પોષણ થાય છે. સાધર્મિક સાથે રહેવાથી સાધર્મિક ધર્મમાં સ્થિર કરે, સાધર્મિક વાત્સલ્ય કરે. સાધર્મિક વાત્સલ્ય શાસનનો સાર છે. સાધર્મિકની પ્રશંસા આદિ દ્વારા સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં સાધર્મિકને સહાય કરવાથી સાધર્મિક જિનધર્મથી ચલિત બને નહિ. (શ્રા.પ્ર.ગા. ૪૧) આ પ્રમાણે ધર્માર્થી જીવ સારી સોબત મળે તેવા સ્થાનમાં રહેવાનું પસંદ કરે.
કાળશુદ્ધિ- પર્યુષણ અને આસો-ચૈત્રની ઓળી એમ ત્રણ અઠ્ઠાઈઓ, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, દરેક મહિનાની બે આઠમ, બે ચૌદસ અને સુદ પાંચમ એમ પાંચ તિથિઓ વગેરે પર્વ દિવસોમાં વેપાર ન કરવો જોઈએ. તથા વર્ષાઋતુ વગેરે જે જે ઋતુમાં જે જે વેપાર કરવામાં વિશેષ જીવહિંસાદિ થાયતે તે ઋતુમાં તેતે વેપાર નકરવો જોઈએ.
.. આજે સરકારના કાયદા મુજબ અઠવાડિયામાં એક દિવસ વેપાર બંધ રાખવામાં આવે છે. તેના બદલે જૈનો તેવો પ્રયત્ન કરીને બે આઠમ અને બે ચૌદસ એ ચાર દિવસ વેપાર બંધ રાખે તો પર્વતિથિની આરાધનામાં વૃદ્ધિ થાય. અઠવાડિયામાં એક દિવસ વેપાર બંધ રાખવાથી મહિનામાં ચાર દિવસ થાય છે. તથા બે આઠમ અને બે ચૌદસ વેપાર બંધ રાખવાથી પણ મહિનામાં ચાર દિવસ થાય છે. આમ દિવસની દૃષ્ટિએ બંને રીતે દિવસો સરખા થાય છે. - શ્રાવકોએ પર્વતિથિઓમાં જેમ વેપાર કરવો જોઈએ તેમ કપડાં ધોવાં વગેરે આરંભ-સમારંભના કામો પણ નકરવાં જોઈએ કે જેમ બને તેમ ઓછો કરવા જોઈએ. તથા ધર્મ આરાધના રોજ કરતાં વિશેષ કરવી જોઈએ. જેમકે
(૧) દરરોજ જે જિનમંદિરમાં દર્શન-પૂજન કરતા હોઈએ તે સિવાયના બીજા પણજિનમંદિરમાં દર્શનપૂજન વગેરે કરવું જોઈએ.
* જ્યાં બધી ધર્મસામગ્રી મળતી હોય અને જીવનનિર્વાહ માટે ધન પણ મળતું હોય તો તે સ્થળને લોભના કારણે છોડીને આફ્રિકા, લંડન વગેરે
સ્થળે જનારાઓએ આ અંગે વિચાર કરવો જોઈએ.