________________
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
લાક્ષાવાણિજ્ય :- લાખ, મન:શીલ, ગળી, ધાતકી, ટંકણખાર વગેરે વસ્તુઓને વેચવી તે લાક્ષાવાણિજ્ય. (લાખના રસમાં કીડા ઉત્પન્ન થાય છે. ટંકણખાર અને મન:શીલ ત્રસ જીવોના ઘાતક છે. ગળી બનાવવામાં અનેક જીવોની હિંસા થાય છે. ધાતકીનાં પાંદડાં અને ફૂલો વગેરેમાંથી દારૂ બને છે, તેના રસમાં કીડા ઉત્પન્ન થાય છે.)
222
રસવાણિજ્ય :- માખણ, ચરબી, મધ, મદિરા વગેરે રસોને વેચવા તે રસવાણિજ્ય.
કેશવાણિજ્ય :- બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણીઓને વેચવા તે કેશવાણિજ્ય. (દાસ, દાસી, ગુલામ, ગાય, બળદ, હાથી, ઘોડા વગેરે જીવોનો વેપાર કરવાથી તે તે જીવોને પરાધીનતા, માર, બંધન, ક્ષુધા, તૃષા, પરિશ્રમ, વગેરે અનેક દુ:ખો થતાં હોવાથી કેશવાણિજ્ય ત્યાજ્ય છે.)
વિષવાણિજ્ય :- વિષ, અફીણ, સોમલ, લોખંડ, શસ્ત્ર, હળ, યંત્ર, હરતાલ વગેરે વસ્તુઓને વેચવી તે વિષવાણિજ્ય છે. લોખંડનો વિષવાણિજ્યમાં સમાવેશ થઈ જતો હોવા છતાં લોખંડનો જુદો ઉલ્લેખ લોખંડ અતિશય સાવદ્યનો હેતુ છે, તે જણાવવા માટે છે.
યંત્રપીલણ ::- તલ, શેરડી, સરસવ, એરંડો વગેરે વસ્તુઓને યંત્રથી પીલવી, જલયંત્ર (=ફુવારો વગેરે) ચલાવવું અને લોટ પીસવાની ચક્કી ચલાવવી વગેરે યંત્રપીલણ છે.
નિર્ણાંછન :- પ્રાણીઓનાં નાક વીંધવાં, શરીરમાં અંક (=ચિહ્ન) કરવાં, વૃષણોને છેદવા (=ખસી કરવી), પીઠને ગાળવી (=મોટી પીઠને નાની કરવી કે ઊંચી-નીચી પીઠને સમાન કરવી), કાન અને કંબલનો (=ગાય વગેરેના ગળે લટકતી ગોદડીને) છેદ કરવો વગેરે નિર્વાંછન કર્મ છે.
ઠવાગ્મિઠાપનક ઃ- ઉપદ્રવને દૂર કરવા કે પુણ્યબુદ્ધિથી જંગલમાં કે ખેતર વગેરેમાં અગ્નિ સળગાવવો. સરહતડાગશોષ ઃ- ખેતી થાય વગેરે માટે સરોવર, પાણીનો ધરો, તળાવ વગેરેનું શોષણ કરવું.
અસતીપોષણ :- ધન કમાવવા માટે મેના, પોપટ, બિલાડી, શ્વાન, કુકડો, મોર વગેરેનું તથા દાસીનું (=દુરાચારિણી દાસી, વેશ્યા વગેરેનું) પોષણ કરવું તે અસતીપોષણ છે. (આમ કરવાથી દુરાચાર અને હિંસાદિ પાપોનું પોષણ થાય છે.)
પંદર કર્માદાન ઉપલક્ષણ હોવાથી શ્રાવક જેમાં ઘણી હિંસા થતી હોય તેવા બીજા પણ ધંધાનો અને બહુપાપવાળા કોટવાળ વગેરેના અધિકારોનો પણ ત્યાગ કરે. (૧૫૬–૧૫૭) कूडं माणं तुलं चेव, वज्जे तप्पडिरूवयं ।
लोए लोउत्तरे चेव, निंदियं जं वणिज्जयं ॥ १५८ ॥
હવે ફૂટવાણિજ્યનો નિષેધ કરવા માટે કહે છે–
શ્રાવક ફૂટતુલ, ફૂટમાન અને તત્પ્રતિરૂપ વ્યવહારનો ત્યાગ કરે.
ફૂટ એટલે ન્યૂનાધિક કરવું. તુલ એટલે જોખી શકાય તેવી વસ્તુઓને જોખવાનું સાધન (=ત્રાજવું વગેરે). માન એટલે સેતિકા, કર્ષ વગેરે માપવાનું સાધન.
તત્કૃતિરૂપ :- તેમાં તેના જેવું નાખવું તે તત્પ્રતિરૂપ. જેમકે શુદ્ધડાંગરમાં પલંજી (=શુદ્ધડાંગર જેવા ફોતરા), ઘીમાં ચરબી અને મજીઠમાં ચિત્રક ઈત્યાદિ ભેળસેળ કરે.