________________
પહેલું નમસ્કાર દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી કરેલા નવકારના સ્મરણથી અવશ્ય લાભ થાય. આ વિષે શાસ્ત્રમાં અનેક દષ્ટાંતો જણાવેલાં છે. (જે આ ગ્રંથમાં ૧૮મી ગાથાના વિવેચનમાં જણાવેલાં છે.)
એકાગ્રતાનો ઉપાય
44
નવકારમંત્રનું ફળ મળવામાં જેમ શ્રદ્ધા જરૂરી છે, તેમ જાપમાં એકાગ્રતા પણ જરૂરી છે. નવકારમંત્રના જાપમાં એકાગ્રતા રહે એ માટે જુદી જુદી પદ્ધતિથી જાપ કરવો જોઇએ. જેમકે – કોઇવાર નંદ્યાવર્તથી, કોઇવાર શંખાવર્તથી, કોઈવાર કમળબંધથી, કોઇવાર અનાનુપૂર્વીથી તો કોઇવાર આનુપૂર્વીથી, એમ જુદી જુદી રીતે જાપ કરવો જોઈએ. કોઈવાર અક્ષરોને પણ ઉલટા ગણવા જોઈએ. જેમકે – ગંતાėરિઅ મોન, કોઈવાર પદોને ઉલટા ગણવા જોઈએ. જેમકે પઢમં હવઈ મંગલ, મંગલાણં ચ સન્થેસિં. આમ જુદી જુદી રીતે ન ગણી શકાય તો કોઇપણ એક રીતે ગણવા. પણ એકાગ્રતા રહે તેની કાળજી રાખવી જોઈએ. મન બીજે ચાલ્યું જાય તો ઉપયોગ આવે કે તુરત મનને તેમાં જોડી દેવું જોઈએ. તથા નવકારવાળી ગણવાની હોય ત્યારે વચ્ચે વચ્ચે અમુક (પાંચ કે દશ વગેરે) નવકાર તો એકગ્રતાપૂર્વક જ ગણીશ એમ સંકલ્પ કરવો જોઈએ. આમ છતાં તેમાં પણ મન બીજે ચાલ્યું જાય તો જેટલા નવકાર એકાગ્રતાપૂર્વક ગણવાનો સંકલ્પ કર્યો હોય તેટલા નવકાર ફરીથી ગણવા. બીજીવાર પણ મન ચાલ્યું જાય તો ત્રીજીવાર તેટલા નવકાર એકાગ્રતાપૂર્વક ગણવા. કોઈવાર નવકારવાળીના પહેલા પાંચ કે દશ નવકાર એકાગ્રતાપૂર્વક ગણવાનો સંકલ્પ કરવો. કોઈવાર છેલ્લા પાંચ-દશ નવકાર એકગ્રતાથી ગણવાનો સંકલ્પ કરવો. કોઈવાર શરૂઆતના પાંચ નવકાર એકાગ્રતાથી ગણવાનો સંકલ્પ કરીને તે પાંચ નવકાર બરોબર એકગ્રતાપૂર્વક ગણ્યા પછી બીજા પાંચ નવકાર એકાગ્રતાથી ગણવાનો સંકલ્પ કરીને એકાગ્રતાથી ગણવા. આમ કટકે કટકે પાંચ પાંચ (કે પોતાને અનુકૂળ હોય તે પ્રમાણે દશ-બાર વગેરે) નવકાર એકગ્રતાપૂર્વક ગણતાં આખી નવકારવાળી પૂરી કરવી. આ રીતે સંપૂર્ણ નવકારવાળી એકગ્રતાપૂર્વક ગણાશે. આમ અહીં બતાવ્યા પ્રમાણે કે બીજી પણ પોતાને ધ્યાનમાં આવે તે રીતે એકગ્રતાપૂર્વક નવકાર ગણવા જોઇએ. નવકાર ગણવાની રીતની મહત્તા કરતાંય એકગ્રતાની મહત્તા વધારે છે. એટલે જે રીતે એકાગ્રતા રહે તે રીતે નવકાર ગણવા જોઇએ. (અહીં અઢારમી ગાથા પૂર્ણ થઈ.) (૧૮)