________________
શ્રાદ્ધદિનકૃત્ય
(43)
પહેલું નમસ્કાર દ્વાર જાપ કરી શકાય છે આવર્તથી નવકાર જાપનું ફળબતાવતાં કહ્યું છે કે- “જે જીવ હાથના આવર્તથી ૧૦૮ વાર નવકાર ગણે છે તેને પિશાચ વગેરે હેરાન કરી શકતા નથી.”
જેને આવર્તેથી પણ જાપ ન ફાવે તેમણે આવર્ત વિના જ આંગળીના વેઢાથી નવકારનો જાપ કરવો જોઇએ. જે જીવ હાથની આંગળીના વેઢાથી પણ ન ગણી શકે તેણે સુતર વગેરેની માળાથી જાપ કરવો જોઈએ. તેમાં નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
(૧) માળા આંગળીઓ ઉપર રાખીને અંગુઠાથી મણકા ફેરવવા જોઈએ. (૨) માળા દયના ભાગમાં રહેવી જોઇએ, નાભિની નીચે ન રહેવી જોઈએ. (૩) માળા પહેરેલા વસ્ત્રને અને શરીરને ન અડવી જોઈએ. (૪) મેરુનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. (૫) એકાંતમાં બેસીને જાપ કરવો જોઈએ. (૬) પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ બેસીને જાપ કરવો જોઈએ,
અથવા જિન પ્રતિમા સમક્ષ જાપ કરવો જોઈએ. (૭) એકાગ્રચિત્તે જાપ કરવો જોઈએ. (૮) નવકાર પ્રત્યે અત્યંત શ્રદ્ધા અને પ્રીતિ હોવી જોઈએ.
જાપના પ્રકારો જાપના માનસ, ઉપાંશુ અને ભાષ્ય એમ ત્રણ પ્રકારો છે. ૧. માનસ - હોઠ વગેરેને હલાવ્યા વિના મનમાં થતો જાપ. ૨. ઉપાંશુ - હોઠ વગેરેને હલાવીને બીજાઓ ન સાંભળે તે રીતે થતો જાપ. ૩, ભાષ્ય:- બીજા સાંભળે તે રીતે થતો જાપ.
આ ત્રણમાં માનસજાપ કષ્ટસાધ્ય હોવા છતાં સર્વોત્તમ છે. ઉપાંશુ જાપ તેનાથી ઉતરતી કોટિનો છે. ભાષ્ય જાપ તેનાથી પણ ઉતરતી કોટિનો છે. આથી ધીમે ધીમે અભ્યાસ પાડીને માનસ જાપ કરનારા બની જવું જોઈએ.
નવકારમંત્રમાં તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ નવકારમંત્રનું ફળ મળવામાં શ્રદ્ધા–નિષ્ઠા મહત્ત્વનો ભાગ ભજવે છે. નવકારમંત્રથી લાભ મેળવવા માટે નવકારમંત્રમાં અત્યંત શ્રદ્ધા હોવી જોઇએ. શ્રદ્ધાપૂર્વક નવકાર ગણવાથી લાભ થાય. શ્રદ્ધા વિના ગમે તેટલા નવકાર ગણવામાં આવે તો પણ યથાર્થલાભનથાય. નવકાર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોવી જોઇએ. જેમ સ્વીચબોર્ડમાં ઇલેક્ટ્રીના વાયરનું કનેક્શન ન હોય તો સ્વીચબોર્ડ ઉપરની સ્વીચ ગમે તેટલીવાર દબાવવામાં આવે તો પણ લાઇટ ન થાય, તેમ નવકાર પ્રત્યે અનન્ય શ્રદ્ધા ન હોય તો ગમે તેટલા નવકાર ગણવામાં આવે તો પણ લાભ ન થાય. એક તરફ નવકાર ગણે અને બીજી તરફ નવકારથી મને લાભ થશે કે નહિ એમ સદા સંશય રાખ્યા કરે તો લાભક્વીરીતે થાય? નવકારથી મને લાભ થશે જ એવી શ્રદ્ધા હોવી જોઇએ. નવકાર ઘણા ગણવા છતાં કોઇ લાભ ન જણાય તો તેનું મુખ્ય કારણ શ્રદ્ધાની ખામી છે. નવકારના વિશેષ પ્રભાવનું જ્ઞાન ન હોય તો પણ અત્યંત