________________
શ્રાદ્ધદિનકૃત્ય
45
બીજું સ્મરણ દ્વાર
(૨) સ્મરણ દ્વાર
कोऽहं पुणो कंमि कुलंमि जाओ, किं सम्मदिट्ठी वयनियमधारी । યાદુ હૈં વંસમિત્તનુત્તો, થં તુ અન્ન ચ વિચિંતના ।।?? ।। વાર ૨ ।।
પહેલા દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે બીજા ‘‘સ્મરણ’’ દ્વારના અવયવાર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
સૂતેલો જીવ ભૂલી જાય. આથી જાગેલા શ્રાવકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સ્મરણ કરવું જોઇએ. તે આ પ્રમાણે –
દ્રવ્યથી - હું સાધુ છું કે ગૃહસ્થ ? એમ યાદ કરે.
ક્ષેત્રથી - હું આર્યદેશ આદિમાં ઉત્પન્ન થયો છું.
કાલથી - સવારના સમયે હું જાગેલો છું.
ભાવથી - હું ઉગ્રફુલ વગેરે કયા કુલમાં ઉત્પન્ન થયો છું ? હું સમ્યક્ત્વસહિત વ્રત – નિયમધારી છું કે કેવલ સમ્યગ્દર્શનથી યુક્ત છું ? આ પ્રમાણે યાદ કરે. તથા દેશવિરતિગુણસ્થાનને ચિંતવે. દેશવિરતિગુણસ્થાનનું સ્વરૂપ હવે કહેવામાં આવશે.
અહીં વ્રત–નિયમધારી એ શબ્દમાં વ્રતો એટલે મૂલગુણો અને નિયમ એટલે ઉત્તરગુણો. (પાંચ અણુવ્રતો મૂલગુણ છે. બાકીના સાત વ્રતો ઉત્તરગુણ છે.)
અહીં શ્રાવકમાં દેશવિરતિ ન હોય તો પણ સમ્યક્ત્વ તો અવશ્ય હોવું જ જોઇએ. કારણ કે સમ્યગ્દર્શન ન હોય તો ધર્મ સર્વથા જ ન હોય. આગમમાં કહ્યું છે કે- ‘‘સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા જીવનો મોક્ષ ન થાય. ચારિત્રથી (-દ્રવ્ય ચારિત્રથી) રહિત જીવો સિદ્ધ થાય છે પણ સમ્યગ્દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી.’’ આથી શ્રાવકે સમ્યગ્દર્શનનું અવશ્ય પાલન કરવું જોઇએ.
વિવેચન
આ પ્રમાણે દ્રવ્ય આદિથી વિચારણા કરવાથી બાહ્ય (=ભૌતિક) અને અત્યંતર (=આધ્યાત્મિક) એમ બંને લાભ થાય છે. જેમકે ક્ષેત્રથી હું અત્યારે અમુક સ્થળે રહેલો છું એમ વિચારવાથી કોઇ કામ માટે જવા આવવામાં પડી જવાનો ભય રહેતો નથી. અન્યથા પોતે માળ ઉપર સૂતો હોય અને નીચે સૂતો છું એમ સમજીને ચાલવા માડે, અંધારાના કારણે દાદરો ન દેખાવાથી કે દાદરાનો ખ્યાલ ન રહેવાથી નીચે પડી જાય. આવી રીતે પડી જવાની ઘણી શક્યતા રહેલી છે. અવાર નવાર આવા પ્રસંગો બનતા રહે છે.
હું જૈનકુળમાં જન્મેલો છું ઇત્યાદિ વિચારણાથી આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણો લાભ થાય. હું કોણ ? હું જૈન. મારા દેવ – વીતરાગ. હું વીતરાગદેવનો સેવક. હું પંચમહાવ્રતધારી સાધુઓનો સેવક. આવી વિચારણા કરવાથી યોગ્ય આત્મામાં જૈનત્વની ખુમારી આવે છે. આવી ખુમારીના કારણે કોઇ તેવા પ્રસંગે પાપથી બચી જવાય. અનીતિ કે પરસ્ત્રીગમન આદિ પાપ કરવ` પ્રસંગ આવે ત્યારે આવી ખુમારીના કારણે એમ વિચાર આવે કે વીતરાગના સેવથી આવું ન કરાય. હું વીતરાગનો સેવક છું. જો હું આવું પાપ કરું તો મારા કુળને કલંક લાગે, મારો ધર્મ નિંદાય, મારા દેવ-ગુરુને લાંછન લાગે. આવા વિચારોથી તે આત્મા પાપથી અટકી જાય.