________________
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
રહ્યો હતો. રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે જેને કુમારના સમાચાર મળ્યા હોય તેણે રાજાને કહેવું. સમાચાર મળવા છતાં જો કોઈ નહિ કહે અને પાછળથી ખબર પડશે તો તેને મૃત્યુદંડ થશે. લોકમાં સર્વત્ર વાત ફેલાણી કે કુમાર મંત્રીના ઘરે ગયો હતો અને ત્યાંથી તે પાછો વળ્યો નથી. આથી ભય પામ્યો હોય તેમ દિવાકર મનોહરદત્ત શેઠની પાસે જઈને કહ્યું : મારી ગર્ભવતી પત્નીને માંસનો દોહલો થયો હતો. આથી મેં કાર્યાકાર્યનો વિચાર કર્યા વિના રાજાના બાળકને મારીને તેનું માંસ મારી પત્નીને આપ્યું. હે મિત્ર ! હવે મારે શું કરવું તે આપ કહો. પછી મંત્રી અનંગસેનાની પાસે જઈને શેઠને જણાવેલી વિગત તેને પણ જણાવી. તેણે પણ મંત્રીને શેઠની જેમ આશ્વાસન આપ્યું. શેઠે રાજાની પાસે જઈને કહ્યું : હે સ્વામી ! હું અહીં આવીને કુમારને તેડીને દાદરો ઉતરી રહ્યો હતો ત્યારે પગથિયું ચૂકી જવાથી કુમાર મારા હાથમાંથી નીચે પડી ગયો અને મૃત્યુ પામ્યો. શેઠ આ પ્રમાણે કહી રહ્યા ત્યારે વેશ્યા આવી. વેશ્યાએ કહ્યું કે- હે પ્રભુ ! તિલક કરવાના સમયે હું આવી ત્યારે મેં કુમારને કેડમાં લીધો. ક્ષોભ પામીને મેં એને મર્મસ્થાનમાં જોરથી માર્યું. આથી કુમાર મરી ગયો. રાજાએ વિચાર્યું : એક પુત્રને બે વ્યક્તિઓએ કેવી રીતે માર્યો ? પછી રાજાએ મંત્રીને બોલાવીને ઉક્ત વિગત કહીને પૂછ્યું : આમાં સત્ય શું છે ? દિવાકરે કહ્યું : વિશિષ્ટ માણસોની આ વિશેષતા છે. રાજાએ કહ્યું : મને આમાં કંઈ સમજ પડતી નથી. કંઈક સ્પષ્ટ કહો. મંત્રીએ પત્નીને માંસ ખાવાનો દોહલો થયો વગેરે કહીને કુમારને મેં માર્યો છે એમ જણાવ્યું.
233
આ બંને જે કહી રહ્યા છે તે મને બચાવવા માટે કહી રહ્યા છે. રાજાના પરિજને મંત્રીને કહ્યું : હે અધમ પુરુષ ! રાજાની મહેરબાની પામીને આવું કર્યું ? તને ધિક્કાર થાઓ ! રાજાએ કહ્યું : મંત્રીઉપર જે આક્રોશ કરશે તે મારો શત્રુ છે. પછી મંત્રી પોતાના ઘરે ગયો. કુમારનું મૃતકાર્ય કરીને રાજા પૂર્વવત્ રાજ્યનું સંચાલન કરવા લાગ્યો. એકવાર અવસર જોઈને મંત્રીએ રાજકુમારને વસ્ત્ર-અલંકારોથી વિભૂષિત કરીને રાજાના ખોળામાં બેસાડ્યો. પોતાના પુત્રને જોઈને વિસ્મય પામેલા રાજાએ મંત્રીને પૂછ્યુ : આ શું ? મંત્રીએ સઘળી સત્ય હકીકત કહીને રાજાની પ્રશંસા કરતાં કહ્યું : હે સ્વામી ! ખરેખર આપ ઉત્તમપુરુષ છો. જેથી હું આપના પુત્રનો ખૂની હોવા છતાં આપે એ બદલ કશું કર્યું નહિ અને મારા ઉપર તેવી જ પ્રીતિ ધારણ કરી. આ સાંભળીને રાજાએ કહ્યું : મારી ઉત્તમતા વળી કેવી ? તમે અણીના અવસરે મને ત્રણ આમળાં આપીને જે ઉપકાર કર્યો છે તેની આગળ મેં તમારા માટે કશું જ કર્યું નથી. આ શેઠ અને ગણિકા ઉત્તમ છે, કે જેથી ઉપકાર ન કરનારા ઉપર ઉપકાર કરવા તૈયાર થયા. મંત્રીએ કહ્યું: મોટા માણસો ક્યારેય પોતાની મહત્તાને પોતાના મુખથી બોલતા નથી. પણ આપ જગતમાં ઉત્તમ છો એ સુનિશ્ચિત
છે.
એકવાર મંત્રીએ પાછલી રાતે શુભ વિચારણા કરતાં વિચાર્યું કે, જગતમાં ક્યાંક કોઈક સર્વોત્તમ હોય છે. મેં ઉત્તમપુરુષની સેવા કરી. હવે સર્વોત્તમની સેવા કરું. મંત્રીને પ્રતિબોધ પમાડવાનો સમય જાણીને આનંદ નામના આચાર્ય ભગવંત નગરીના ઉદ્યાનમાં પધાર્યા. મંત્રીએ તેમને વંદન કરીને કહ્યું : હે ભગવંત! જગતમાં સર્વોત્તમ કોણ છે તે મને કહો. ગુરુએ કહ્યું : જો સર્વોત્તમને જાણવાની ઈચ્છા છે તો ત્રણ મિત્રોનું દૃષ્ટાંત સાંભળો.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ રાજા છે. તેને સોમદત્ત નામનો કુશળ મંત્રી હતો. અવસરે રક્ષણ કરે એ માટે તેણે ત્રણ મિત્રો કર્યા. તે ત્રણ મિત્રોના અનુક્રમે નિત્યમિત્ર, પર્વમિત્ર અને પ્રણામમિત્ર એવાં નામ હતાં. મંત્રી નિત્યમિત્રનું દરરોજ ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો, અલંકારો, વિલેપનો અને આહાર વગેરેથી ઘણું જ લાલન–પાલન કરતો હતો. બીજા પર્વમિત્રનું પર્વના કે ઉત્સવના દિવસોમાં આમંત્રણ આપીને વસ્ત્રો, માળા, અલંકાર વગેરેથી સન્માન કરતો હતો. ત્રીજો પ્રણામમિત્ર ક્યારેક માર્ગ વગેરેમાં મળી જાય તો તેને પ્રણામ કરતો હતો, અને મધુરશબ્દોથી