________________
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
રાજાનો મોર ઘરના આંગણે આવશે ત્યારે તારા સ્નેહથી તેને જ હું મારીશ. ઘરના આંગણે આવેલા મોરને મિત્રસેનાની સમક્ષ લઈને તે બહાર ગયો. મોરને દેવમંદિરમાં મૂક્યો. પછી બીજું માંસ લઈને ‘‘આ મોરનું માંસ છે’’ એમ કહીંને મિત્રસેનાને આપ્યું. દોહલો પૂર્ણ થવાથી તે ખુશ થઈ.
232
ન
આ તરફ શોધવા છતાં મોર ન મળવાથી ગુસ્સે થયેલા ઠાકોરે પડહ વગડાવીને જણાવ્યું કે જે કોઈ મોર આપશે તેને હું ૧૦૮ સોનામહોર અને અભય આપીશ. જો કોઈ નહિ કહે અને પછી ખબર પડશે તો શરીરનિગ્રહરૂપ દંડ થશે. આ સાંભળીને મિત્રસેનાએ વિચાર્યું : હમણાં કહેવામાં આવે તો લાભ છે, અને પછી નિગ્રહ થશે, તેથી હમણાં કહું તે સારું છે. પછી તેણે મોરમાંસનો દોહલો થયો વગેરે વિગત કહી દીધી. દિવાકર ઉપર ઠાકોર ગુસ્સે થયો. દિવાકરે આ જાણીને પિંગલને સત્ય હકીકત કહીને તે પિંગલના ઘરમાં છુપાઈ ગયો. પછી ઠાકોરે કહ્યું : દિવાકરને કોણ જલદી અહીં લાવશે ? પિંગલે કહ્યું : હે દેવ ! હું લાવું છું. પછી તે દિવાકરને ત્યાં લઈ આવ્યો. ઉપકાર ન કરનારાઓ ઉપર ઉપકાર કરનારા પ્રશંસનીય છે. ઉપકારી ઉપર અપકાર કરનારાઓનું નામ પણ લેવા યોગ્ય નથી. કૃતઘ્ન ઠાકોરે કહ્યું : દિવાકરની આંખોને ફોડી નાખો, હાથ અને પગ કાપી નાખો. પિંગલે કહ્યું : દેવની આજ્ઞાને હું કરુ છું. આ વખતે દિવાકરના પરિજનોએ કહ્યું : અમારા આ એક અપરાધની ક્ષમા કરો. ઠાકોર ક્ષમા કરતો નથી. આથી પરિજનોએ ફરી પણ કહ્યું : દેવ જેટલા ધનની આજ્ઞા કરે તેટલું ગણું ધન આપીએ. આ પણ ઠાકોરે ન માન્યું એટલે પરિજને ફરી અપરાધને માફ કરવાનો આગ્રહ કર્યો. ઠાકોરે કહ્યું : જો આ તે જ મોરને લઈ આવે તો હું તેને છોડી દઉં. પછી દિવાકરે જલદી મોર લાવીને ઠાકોરને આપ્યો. ઠાકોરે કહ્યું : તારો આ અપરાધ માફ કર્યો. હવે તેવું ન કરીશ. દિવાકરે તે પ્રમાણે સ્વીકાર્યું. દિવાકરે દુષ્ટજનના સંગનો દોષ જોઈ લીધો. આથી તે ત્યાંથી નીકળી ગયો. હવે તે મંગલપુર નગરમાં ગયો. ત્યાં પૂર્ણચંદ્ર નામનો રાજા છે. તેનો ગુણચંદ્ર નામનો પુત્ર છે. ગુણચંદ્ર ઉત્તમગુણી હોવાથી દિવાકર તેની સેવા કરવા લાગ્યો. તથા તેણે મનોરથદત્ત શેઠ અને વસંતસેના વેશ્યાની સાથે પ્રીતિ કરી. હવે એકવાર વિપરીત લક્ષણવાળો ઘોડો ગુણચંદ્ર કુમારને જંગલમાં લઈ ગયો. ખબર પડતાં દિવાકર તેની પાછળ જંગલ તરફ દોડ્યો. રસ્તામાં તેણે પાકેલાં ત્રણ આમળાં લીધાં. કંટાળેલા સાગરચંદ્ર દોરી મૂકી દીધી એટલે અશ્વ ઊભો રહી ગયો. આ અવિનીત છે એમ વિચારીને સાગરચંદ્રે એ ઘોડાનો ત્યાગ કર્યો. થોડીવારમાં સાગરચંદ્રે દિવાકરને જોયો. પછી બંને નગર તરફ પાછા ફર્યા. રસ્તામાં સાગરચંદ્રે દિવાકરને કહ્યું : મને ઘણી તરસ લાગી છે. માટે પાણી લાવી આપ. વધારે પાણી ન મળે તો છેવટે એક અંજલિ જેટલું પણ આપ. આથી દિવાકરે પાણી શોધ કરી. પણ ક્યાંય પાણી ન મળ્યું. ગુણચંદ્રને પોતાના હાથોમાં લઈને દિવાકર આગળ ચાલ્યો, તેટલામાં પાણી વિના ગુણચંદ્રના કંઠે પ્રાણ આવી ગયા. આથી દિવાકરે એક આમળું તેને આપ્યું. જેથી તેને થોડી રાહત થઈ. થોડું આગળ ગયા પછી અનુક્રમે બીજું અને ત્રીજું આમળું આપ્યું. પછી રાજાએ મોકલેલું સૈન્ય મળ્યું. રાજાએ ઉત્સવપૂર્વક ગુણચંદ્રનો નગરપ્રવેશ કરાવ્યો. પછી ગુણચંદ્રે વિચાર્યું–દિવાકરે આપેલાં ત્રણ આમળાં અમૂલ્ય છે. હે જીવ ! જો તું કૃતઘ્ન ન હો તો દિવાકરના ઉપકારને ભૂલીશ નહિ. સમય જતાં ગુણચંદ્ર રાજા બન્યો. તેણે દિવાકરને મંત્રી બનાવ્યો. દિવાકરની મનોરથદત્ત શેઠ સાથે અને વસંતસેના વેશ્યાની સાથે પ્રીતિમાં વધારો થયો. એક વાર રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. થોડો મોટો થયો ત્યારે રમતો રમતો તે મંત્રીના ઘરે આવ્યો. દિવાકરે તેને ભોંયરામાં ગુપ્તપણે રાખી દીધો. ભોજન સમયે રાજાએ કુમારને બોલાવ્યો. પણ તે જોવામાં આવ્યો નહિ. રાજાએ ચારે બાજુ શોધ કરાવી. રાજાના પરિજને કહ્યું : હે દેવ ! અમે કુમારને મંત્રીના ઘરમાં પ્રવેશતો જોયો હતો. પણ પછી નીકળતો જોયો નથી. રાજાએ મંત્રીને પૂછાવ્યું એટલે મંત્રીએ કહ્યું : કુમાર અહીં આવ્યો હતો, પણ તે જ વખતે પાછો જતો