________________
શ્રાદ્ધદિનકૃત્ય.
( 107 )
નવમું વંદન દ્વારા પ્રશ્ન - જિનબિંબ પોતાની જમણી બાજુ રહે તેમ પ્રદક્ષિણા આપવાનું શું કારણ? ઉત્તર :- ઉત્તમ વસ્તુઓ પ્રાય: જમણી બાજુએ કરવી એવી મર્યાદા (=એક જાતનો વિનય) છે. પ્રદક્ષિણા આપતાં બે હાથ જોડી જિનેશ્વરના ગુણગાનવાળાં સ્તોત્રો બોલવાં. વર્તમાનમાં “કાળ અનાદિ અનંતથી” વગેરે દુહા બોલાય છે. તે દુહા બોલવાથી પ્રદક્ષિણાનો હેતુ ખ્યાલમાં આવે છે, અને મનમાં ભાવોલ્લાસ પ્રગટે છે. માટે દરેક શ્રાવકે આદુહાઓ કંઠસ્થ કરીને પ્રદક્ષિણા આપતાં બોલવા જોઇએ. તથા પ્રદક્ષિણા આપતાં શ્રી જિનેશ્વરદેવ ચારરૂપે સમવસરણમાં બિરાજમાન છે, એમ ધારીને ગભારાની બહારની ભીંતમાં મૂળનાયકની જમણી બાજુએ, પાછળ અને ડાબી બાજુએ ગોખલામાં સ્થાપેલા ત્રણ જિનબિંબોને પણ વંદન કરવું જોઈએ.
મૂળયનાયકની ત્રણેય દિશામાં મૂર્તિ શા માટે? પ્રશ્ન :- શિખરબંધી દરેક દહેરાસરમાં ગભારાની બહારની ભીંતોમાં ગોખલામાં મૂળનાયકની જમણી બાજુએ, પાછળ અને ડાબી બાજુએ જિનબિંબની સ્થાપના કરવાનું શું કારણ? ઉત્તર :- સમવસરણમાં ભગવાન ચારે દિશામાં બિરાજમાન હોય છે. ગભારો સમવસરણરૂપ મનાય છે. પ્રદક્ષિણા દેતાં સમવસરણનો ખ્યાલ આવે એ હેતુથી ગભારાની ભીંતની બહારના ભાગમાં ગોખલાઓમાં ત્રણેય દિશામાં મૂળનાયકજીના નામનાં ત્રણ પ્રતિમાજી બિરાજમાન કરાવાય છે. તથા “જિનબિંબની પાછળના ભાગમાં (પછીતે) વસવું નહિ” એવો નિયમ છે. મૂળનાયકની ત્રણ દિશાઓમાં મૂર્તિ બિરાજમાન
કરવાથી ચારેય દિશાઓમાં જિન મૂર્તિઓ આવવાથી ઉક્ત નિયમનું પાલન થાય છે. ૫. અષ્ટ પડ મુખકોશ બાંધીને પ્રાર્થના કરેલા પવિત્ર ઓરસીયા ઉપર કેશર અને પૂર વગેરેની સાથે ચંદન
(=સુખડ) ઘસવું. તથા બીજી પણ મોરપીંછી, પાણી, વાળાકુંચી, બંગલુછણાં, પુષ્પો વગેરે બધી પૂજા સામગ્રી તૈયાર રાખવી.
જે આંગળી વગેરેથી ચંદન લઈને પોતાના કપાળે તિલક કર્યું હોય તે આંગળી વગેરેને ધોયા વિના ફરી તે વાટકીમાં નાખવામાં આવે તો તેમાં રહેલ ચંદન પોતાના કપાળે અડેલા ચંદનથી મિશ્રિત થાય. આવા ચંદનથી જિનપૂજા કરવાથી મહાન દોષ લાગે. માટે જે આંગળી વગેરેથી ચંદન લઇને સ્વપાળે તિલક કર્યું
હોય તે આંગળી વગેરેને ધોયા પછી જ તે વાટકીમાં નાખી શકાય.' ૬. પોતાના પાળે તિલક કરવું. (તિલક સંબંધી વિશેષ વર્ણન ૧૧૮મા પેજમાં કરવામાં આવશે.). ૭. મૂળનાયક સમક્ષ જમીન ઉપર બે ઢીંચણ અને બે હાથ મૂકીને ત્રણ વાર પ્રણામ કરવા. (ચ.વં.મ.ભા.
ગાથા. ૧૯૩). ૮. અષ્ટ પડ મુખકોશ બાંધવો. ૯. બીજી નિસીહિ – “હવે હું જિનમંદિરનાં કાર્યોનો પણ ત્યાગ કરું છું.” એ સૂચવવા ત્રણ વખત નિશીહિ
કહીને ગભારામાં પ્રવેશ કરવો.
૪ શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. આથી ચંદનવગેરે પણ પોતાનું હોવું જોઇએ અને જાતે ઘસવું જોઈએ. પછી ઘસાયેલું ચંદન બે
વાટકીમાં લેવું જોઈએ. એક વાટકીમાં પોતાના તિલક માટે. બીજી વાટકીમાં જિનપૂજા માટે. વિલેપન પૂજા માટે બરાસ અલગ ઘસીને એક
વાટકીમાં લેવું. * ખેસના છેડાની ત્રણવાર ગડી કરવાથી આઠ પડ થાય.