________________
108
નવમું વંદન દ્વારા
શ્રાદ્ધદિનકૃત્ય ૧૦. જિનપ્રતિમાજીની ઉપરથી નિર્માલ્ય ઉતારવું ૧૧. મોરપીંછીથી પ્રતિમાજીનું પ્રમાર્જન કરવું. (જીવ-જંતુ કે પુષ્પરજ વગેરે હોય તો દૂર થાય.) ૧૨. ગભારાનું પ્રમાર્જન સ્વયં કરવું કે બીજા પાસે કરાવવું. (ચં.વં.મ.ભા. ગાથા. ૧૯૫) ૧૩. પહેલાં દૂધથી અને પછી પાણીથી *પ્રક્ષાલ પૂજા કરવી.
પ્રશ્ન - અષ્ટપ્રકારી પૂજામાં જળપૂજા આવે છે, દૂધપૂજાનો ઉલ્લેખ નથી તો, પછી દૂધનો પ્રક્ષાલ શા માટે કરવામાં આવે છે? . ઉત્તર:- ભગવાનના જન્માભિષેક વખતે દેવો ક્ષીરસમુદ્રમાંથી લાવેલા પાણીથી પ્રક્ષાલ = અભિષેક કરે છે. એ પાણી દૂધ જેવું સફેદ અને અતિશય મધુર હોય છે. મનુષ્યો એ પાણી લાવી શકે નહિ. આથી દેવોની
ભક્તિના અનુકરણરૂપે જલપૂજામાં પ્રથમ દૂધથી પ્રક્ષાલ કરવામાં આવે છે.* ૧૪. પ્રતિમાજીના જે ભાગમાં પાણીથી કેશર દૂર ન થઇ શકે તે ભાગમાં કેશર દૂર કરવા માટે પ્રતિમાજીને સાક્ષાત્
પ્રભુ સમજીને અત્યંત હલકા હાથે વાળાકુંચીનો ઉપયોગ કરવો. ૧૫. પબાસણ ઉપર પાટલૂછશું કરવું. ૧૬. ધૂપથી ધુપેલા એક અંગલુછણાંથી પ્રતિમાજી ઉપર રહેલું સઘળું પાણી લુછી લેવું. ૧૭. બીજા અંગલુછણાંને ધૂપથી ધૂપીને પ્રતિમાજીનાં સઘળાં અંગો ઉપર બરોબર ફેરવીને પ્રતિમાને તદ્દન કોરી
કરવી. બે અંગલુછણાં કહ્યાં છે તેમાં પહેલા અંગલુછણાંથી જ પ્રતિમા કોરાં થાય તેમ કરવાનું અને બીજું તો માત્ર કોમળ-ધૂપેલું બિંબને સ્પર્શ કરવારૂપે જ કહ્યું છે. તે ધ્યાનમાં રાખવું. અર્થાત્ અંગલૂછણાં હલકી જાતિનાં વાપરવાથી પાણી ચૂસાતું ન હોય ત્યાં પણ બે જ અંગલૂછણાં કરવાં એવો નિયમ નથી. અંગલૂછણાં ઉત્તમ-પાણી ચૂસે તેવા કાપડનાં એલરહિત-સાફ રાખવાં. પહેલા કે બીજા અંગલૂછણાંથી પાણી તદ્દન સાફ થયા પછી જ ઉપર છેલ્લું મંગલૂછશું તદ્દન શુદ્ધ, બારીક અને ધૂપધૂપિત કરીને ફેરવવું. પ્રતિમાજીને પ્રક્ષાલક્ય પછી બને તેટલાં વહેલાં કોરાં–સાફ કરવા, વિલંબ થાય તો પાણી વધારે સમય સુધી રહેવાથી પ્રતિમાજીનાં અંગોમાં લીલગ અને કાલીમા (કાળાશ) થવાનો પ્રસંગ આવે, અર્થાત્ પ્રતિમા શ્યામ પડે.
માટે પ્રતિમાઓને જરાય વધારે વાર ભીંજાયેલાં રાખવાં નહિ ૧૮. પછી બરાસ વગેરેથી વિલેપનપૂજા કરવી.
* જિનબિંબ ઉપર ચઢાવેલું જે નિસ્તેજ થયું હોય, અર્થાત્ જેની શોભા ચાલી ગઇ હોય, જે ગંધ બદલાઇ જવાથી વિગંધ બન્યું હોય, અને
તેથી દર્શન કરવા છતાં શોભાના અભાવે ભવ્ય જીવોના મનને પ્રમોદ ઉપજાવવા માટે જે અસમર્થથયું હોય, તેને બહુશ્રુતો નિર્માલ્ય કહે છે. (ધર્મસંગ્રહ) કોઇ કોઇ શ્રી જિનમંદિરોમાં શંખની તથા અષ્ટમંગલની પાટલીઓની પણ પ્રતિમાની જેમ પ્રક્ષાલપૂજા વગેરે કરતા જોવામાં આવે છે. પૂર્વકાળે અગ્રપૂજા રૂપે પાણીથી શંખ ભરીને પ્રતિમા આગળ સ્થાપના અને મોતી–અક્ષતાદિથી અષ્ટમંગલની રચના કરાતી હતી. આજે
પણ તેમ કરવું વ્યાજબી જણાય છે. * નિર્માલ્ય અને પ્રક્ષાલનું પાણી જલદી સુકાઇ જાય તેવી જગ્યામાં ઢ ઢું નાખવું જેથી તેમાં જીવોત્પત્તિ દ્વારા હિંસાનો દોષ ન લાગે તથા
મનુષ્યોના પગ નીચે ન આવે તેવા સ્થળે નાખવું, જેથી આશાતના ન થાય.