________________
( 109 )
શ્રાદ્ધદિનકૃત્ય
નવમું વંદન દ્વાર ૧૯. પછી બે પગના અંગુઠા, બેઢીંચણ, બે હાથના કાંડા, બે ખભા, મસ્તક, પાલ, કંઠ, હૃદય અને નાભિ એ
કમે નવ અંગે ચંદનપૂજા કરવી. (અહીં પૂજાનાં સ્થાનો તેર થવા છતાં અંગો તો નવ જ ગણાય.) ૨૦. પછી પુષ્પપૂજા કરવી = પ્રભુજીના અંગે પુષ્પો ગોઠવવાં.* ૨૧. પછી વરખ ચોડવા, આંગી કરવી વગેરે શક્તિ-ભાવના પ્રમાણે કરવું. ૨૨. જિન પ્રતિમાજીની ડાબી બાજુએ રહીને પ્રતિમાજી સમક્ષ ધૂપ ઉખેવવો-ધૂપપૂજા કરવી. ૨૩. જિનપ્રતિમાજીની જમણી બાજુએ શુદ્ધ ઘીનો દીપક કરવો. ૨૪. પછી હાથ વડે દર્પણ પ્રભુ સમક્ષ રાખીને દર્પણમાં પ્રભુજીને જોવા સ્વરૂપદર્પણપૂજા કરવી. ૨૫. પછી પંખાથી પૂજા કરવી = પ્રભુજીને પંખો વીંજવો. ૨૬. પછી ચામર પૂજા કરવી = પ્રભુજીને ચામર વીંજવા. ૨૭. પછી નાદ પૂજા રૂપ ઘંટ વગાડવો. ૨૮. પછી અક્ષત, નૈવેદ્ય અને ફળપૂજા કરવી, તે આ પ્રમાણે :- ચોખાનો સાથિયો કરી, ઉપર ચોખાની ત્રણ
ઢગલી કરી, તેની ઉપર ચોખાની સિદ્ધશિલા બનાવવી. સાથિયા ઉપર સાકરકે સુખડી વગેરે મિષ્ટાન્ન મૂકવું.
સિદ્ધશિલા ઉપર સોપારી વગેરે ઉત્તમ ફળ મૂકવું. ૨૯. ત્રીજી નિસાહિ– “હવે હું દ્રવ્યપૂજાની પ્રવૃત્તિને છોડીને ભાવપૂજામાં લીન બનું છું.” એમ સૂચવવા ત્રણવાર
નિસાહિબોલવું. ૩૦. ચૈત્યવંદન કરવાની ભૂમિમાં, યોગ્ય સ્થાને રહીને દૃષ્ટિથી જોઇને આગળ-પાછળ કોમળદશીવાળા વસ્ત્રના
છેડાથી વિધિથી પ્રમાર્જન કરવું. ૩૧. પ્રભુજીની સમક્ષ સ્તુતિઓ બોલવી. ૩૨. વિધિપૂર્વક ચૈત્યવંદન કરવું. ૩૩. ખમાસમણું આપીને “ઈચ્છકારી ભગવપસાય કરી પચ્ચખાણનો આદેશદેશોજી” એમ બોલીને પચ્ચખાણ
કરવું. ૩૪. ખમાસમણ આપીને ભૂમિ ઉપર જમણા હાથની હથેલી રાખીને “અવિધિ-આશાતના મિચ્છામિ દુક્કડ” એમ કહેવું.
દર્શન-પૂજન સંબંધી આવશ્યક સૂચનાઓ ૧. પૂજા કરવા ખાલી હાથે ન જવાય. ૨. દેરાસરની હદમાં, કમ્પાઉન્ડમાં પ્રવેશ પછી પાન, મસાલા આદિ કાંઇ પણ ખાવાથી કે પીવાથી દેરાસરની
આશાતના થાય છે તેવું શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે.
જે ચંદનપૂજામાંકેસર-બરાસમિશ્રિત ચંદનથી પૂજા કરવી તથા નવ અંગો સિવાય બીજા કોઇ ભાગમાં ચંદનના ડાઘનલાગે અને ચંદનના રેલા
ન ઉતરે તે રીતે પૂજા કરવી. જેથી આશાતના ન થાય. * પ્રતિમાજીનાં નેત્રો અને મુખ વગેરે અંગો ઢંકાઇ ન જાય તથા અધિક સુંદર દેખાય તે રીતે પુષ્પો ગોઠવવાં. જેથી દર્શન કરનારાઓને અત્યંત
ઉલ્લાસ થાય અને જિનેશ્વરની આશાતના ન થાય.