________________
106.
નવમું વંદન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય વિધિને જાણવાની બેદરકારી આજે વિધિ પ્રત્યે બેદરકારી ઘણી આવી જવાથી ધર્મક્રિયાઓમાં અવિધિ ઘણી થાય છે. અવિધિ થાય છે એટલું જ નહિ, પણ વિધિને જાણવાની ઇચ્છા જ મોટે ભાગે દેખાતી નથી. આનું કારણ વિધિ પ્રત્યે જોઇએ તેવું બહુમાન નથી. વિધિ પ્રત્યે જેને બહુમાન હોય તેને વિધિને જાણવાની ઇચ્છા થાય. જેને વિધિને જાણવાની ઇચ્છા થાય તે અનુકૂળતા મુજબતે માટે પ્રયત્ન કરે. વિધિને જાણવા ગુરુની જરૂર પડે. આજે જિનપૂજા, ચૈત્યવંદન વગેરે વિધિ જાણવા ગુરુ પાસે આવનારા કેટલા?
નોકરી વગેરે માટે કોઈ ઓફિસર વગેરેને મળવા જવું હોય તો તેને કેવી રીતે મળવું, તેની પાસે કેવી રીતે જવું? તેની સાથે કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું વગેરે બરોબર જાણી લે. કારણ કે ધન વગેરેની ગરજ છે. તેવી રીતે જિનમંદિરમાં જવા વગેરેની વિધિ જાણવા પ્રયત્ન કરનારા કેટલા? ઓફિસર વગેરેનું વિનયવગેરેથી ગમે તેટલું સાચવવામાં આવે તો પણ તે મહેરબાની કરે જ એવો નિયમ નથી. મહેરબાની કરે તો પણ આપી–આપીને કેટલું આપે ? તથા એની મહેરબાની માંદગી આદિમાં કામ લાગે નહિ. જ્યારે જિનેશ્વર ભગવાન આદિની વિનય આદિ વિધિપૂર્વક સેવા કરવામાં આવે તો અવશ્ય ફળે. વિધિપૂર્વક કરેલી ધર્મક્રિયાઓ આ લોકમાં પણ કામ લાગે, માંદગી આદિ આપત્તિમાં પણ કામ લાગે, અને પરલોકમાં પણ કામ લાગે. ઓફિસર વગેરેની મહેરબાની માંદગી આદિમાં કે પરલોકમાં કામ ન લાગે. આમ છતાં ઓફિસર વગેરેની સેવામાં જેટલી કાળજી રખાય છે તેટલી પણ કાળજી ધર્મ ક્રિયાઓમાં ન રખાય તેનું શું કારણ? એનું મુખ્ય કારણ એ છે કે ધર્મનો ઉપકાર ખ્યાલમાં આવ્યો નથી.
અવિધિ થાય તો પણ વિધિ બહુમાનપૂર્વક ક્રિયા કરતા રહેવું જોઈએ એ વિધિ ઉપર બહુમાન અને વિધિનું જ્ઞાન હોવા છતાં અવિધિ થઇ જાય એમ પણ બને છતાં ધર્મક્રિયાનો ત્યાગ નહીં કરવો જોઇએ. અભ્યાસ થતાં અવિધિ દૂર થાય છે. પ્રાય: દરેક અનુષ્ઠાનમાં પ્રારંભમાં અવિધિ થઈ જાય એ સહજ છે. પણ જો અવિધિના ભયથી અનુષ્ઠાનનો જ ત્યાગ કરવામાં આવે તો ક્યારેય વિધિપૂર્વક અનુષ્ઠાનો કરવા સમર્થનબની શકાય. આથી અવિધિથઇ જાય તો પણ વિધિના બહુમાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાનો કરતાં રહેવું જોઇએ. શાસ્ત્રમાં અવિધિવાળી ધર્મક્રિયા કરનારથી બિસ્કુલ ધર્મક્રિયા નહિ કરનારને પ્રાયશ્ચિત્ત વધારે કહ્યું છે.
પૂજાનો ક્રમશઃ વિધિ પૂજા વિધિપૂર્વક કરવી જોઇએ. આથી અહીં પૂજાનોમિક (=Wામથી પૂજા કરવી તે) વિધિ જણાવવામાં આવે છે. ૧. પહેલી નિસાહિ– ઘરથી મંદિર પાસે આવીને મંદિરના મૂળ દ્વારમાં પ્રવેશ કરતાં હવે હું સંસારસંબંધી સર્વ
કાર્યોનો મન-વચન-કાયાથી ત્યાગ કરું છું, એમ સૂચવવા ત્રણ વાર નિસાહિ શબ્દ બોલવો. ૨. પ્રભુજીને દેખતાં જ “નમો જિણાણ” કહી અંજલિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કરવો. ૩. પછી મૂળનાયકજીને ‘નમો જિગાણ એમ બોલવાપૂર્વક અડધું અંગ નમાવવારૂપ અધવત પ્રણામ કરવો
અથવા પૂર્ણ ખમાસમણ દેવારૂપ પંચાંગ પ્રણામ કરવા. (ર્ચ.મ.ભા. ગાથા ૧૮૯) ૪. ત્રણ પ્રદક્ષિણા:- પછી ભૂલનાયક જિનબિંબ પોતાની જમણી બાજુ રહે તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા
આપવી.
પ્રદક્ષિણા આપતાં બોલવાના દુહા આ ગ્રંથમાં ૧૧૬મા પેજમાં છે.