________________
અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર (404)
શ્રાદ્ધદિનકૃત્ય સ્વામી અદત્ત - સ્વામીએ જેની અનુજ્ઞા ન આપી હોય તે. જીવ અદત્ત - સચિત્ત વસ્તુને ખાવી. તીર્થકર અદત્ત - અષણીય (દોષિત) વગેરેનો ઉપભોગ કરવો.
ગુરુ અદત્ત - ગુરુને ન જણાવેલ (ન બતાવેલા) આહાર આદિનો પરિભોગ કરવો. (૩૨૫) बंभं तु धारए जो उ, नवगुत्तीसणाहयं । परिग्गहं विवज्जेइ, असमंजसकारयं ॥३२६॥ આચાર્ય નવગુમિથી સહિત બ્રહ્મચર્યને ધારણ કરે છે, અને અયોગ્ય કરાવનાર પરિગ્રહનો ત્યાગ કરે
બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. કહ્યું છે કે – “મન-વચન-કાયાથી ન કરવું, નકરાવવું અને ન અનુમોદવું એમ (૩*૩=૯) નવ પ્રકારે દેવતા સંબંધી અને તે જ રીતે નવ પ્રકારે મનુષ્ય સંબંધી કામરતિસુખથી = મૈથુનથી નિવૃત્તિ એમ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે.” (પ્ર. ૨. ગા. ૧૭૭)
મથુન દ્રવ્ય આદિથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી - રૂપોમાં તથા રૂપસહગતમાં. રૂપ એટલે નિર્જીવ પ્રતિમાઓ અથવા જેને આભૂષણાદિથી
શણગારેલાં ન હોય તેવા ચિત્રો. રૂપસહગત એટલે સજીવ સ્ત્રી-પુરુષના શરીરો, અથવા
આભૂષણાદિથી શોભાવાળાં ચિત્રો. ક્ષેત્રથી - ઊર્ધ્વ, અધો અને તિથ્ય એ ત્રણેય લોકમાં. કાલથી અને ભાવથી ભાંગા પૂર્વવત્ જાણવા.
બ્રહ્મચર્યની નવગુમિઓ આ પ્રમાણે છે(૧) વસતિ - ગુમિના પાલનમાં તત્પર બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ-નપુંસકોથી સંસક્ત વસતિમાં ન રહેવું.
કારણ કે ત્યાં રહેવામાં બ્રહ્મચર્યમાં બાધા થવાનો સંભવ છે. (૨) કથા-એકલા બ્રહ્મચારીએ કેવળ સ્ત્રીઓને *ધર્મદશનારૂપ કથા ન કહેવી જોઈએ. અથવા જાતિસ્થા
વગેરે સ્ત્રીકથા ન કરવી જોઈએ. જાતિકથા વગેરે પૂર્વે ૨૬૫મી ગાથામાં કહેવાઈ ગઈ છે. (૩) નિષઘા - સ્ત્રીની સાથે એક આસન ઉપર ન બેસે. સ્ત્રીના ઉઠી ગયા પછી પણ એક મુહૂર્ત સુધી
તે આસન ઉપર ન બેસે. (પુરુષના ઉઠી ગયા પછી સ્ત્રી ત્રણ પ્રહર સુધી તે આસન ઉપર ન બેસે. ધર્મસંગ્રહ ભાગ-૨ નવગુમિના વર્ણનમાં) કારણ કે સ્ત્રીથી ઉપભોગ કરાયેલું આસન ચિત્તવિકારનો હેતુ છે. કહ્યું છે કે- “સ્ત્રીનાં સ્થાન, શયન અને આસનમાં તેના સ્પર્શદોષથી કામ સાધુના
મનને સ્પર્શદોષથી કોઢરોગની જેમ દૂષિત કરે છે.” (૪) ઇંદ્રિય - સ્ત્રીની ચહ્યું અને નાક વગેરે મનોહર ઇંદ્રિયોને ન જુએ. કારણ કે તેનું દર્શન મહોદયનું કારણ
છે. કહ્યું છે કે- ‘‘ચિત્રમાં પણ આલેખેલી સ્ત્રી મનુષ્યોના મનને મોહ પમાડે છે, તો પછી સાક્ષાત્ * અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે – ધર્મદશનારૂપ જે વાક્યપ્રબંધ, તે વાક્ય પ્રબંધરૂપ જે કથા. કથા વાક્યપ્રબંધ સ્વરૂપ છે. વાક્યપ્રબંધ ધર્મદશનારૂપ છે. વાક્ય પ્રબંધ એટલે વાક્યોની રચના.