________________
શ્રાદ્ધદિનકૃત્ય
403
અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર
(૨૮) ધર્માચાર્ય સ્મરણ દ્વાર
जीवे नो वहई जो उ, बायरे सुहुमे तहा ।
अलियं च भासए नेव, अदत्तं नेव गिन्हए || ३२५ ।। दारं २८ ।।
અઠ્ઠાવીસમા ધર્માચાર્યે સ્મરણ’ દ્વારને કહે છે—
આચાર્ય સૂક્ષ્મ અને બાદર જીવોને હણતા નથી, અસત્ય બોલતા નથી, અદત્ત ગ્રહણ કરતા નથી.
વધ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ચાર પ્રકારે છે.
દ્રવ્યથી : છ જીવનિકાયનો વધ. (પૃથ્વી-અપ્−તેઉ-વાયુ-વનસ્પતિ-ત્રસકાય)
ક્ષેત્રથી : સર્વ (=ચૌદરાજ) લોકમાં.
કાળથી : દિવસે કે રાતે.
ભાવથી : રાગ કે દ્વેષથી. તથા મનથી, વચનથી, કાયાથી, કરવું, કરાવવું અને અનુમોદવું એ નવ ભાંગાથી. આ પ્રમાણે સર્વજીવોના સર્વ પ્રકારના વધના નિષેધથી પ્રથમ મહાવ્રતના ધારક એ અર્થ થયો. અસત્યના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) સદ્ભાવનિષેધ - જે હોય તેનો નિષેધ કરવો. જેમકે- આત્મા નથી ઇત્યાદિ.
(૨) અસહ્ભાવ-ઉદ્ભાવના - જે વસ્તુ જેવા સ્વરૂપે ન હોય તેવા સ્વરૂપે પ્રગટ કરવી. જેમકે- આત્મા અંગુઠાના પર્વ જેટલો છે, અથવા આત્મા શ્યામાક જાતિના સંકુલ જેટલો છે, અથવા આત્મા સંપૂર્ણ વિશ્વવ્યાપી છે.
(૩) અર્થાન્તરોક્તિ - જે ન હોય તેને કહેવું. જેમકે ગાયને અશ્વ છે એમ કહેવું.
(૪) ગર્હ - પરના દોષોને પ્રગટ કરવા.
અસત્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ચાર પ્રકારે છે.
દ્રવ્યથી* - સર્વ દ્રવ્યોમાં.
ક્ષેત્રથી - લોક–અલોકમાં.
કાળથી - દિવસે કે રાતે.
ભાવથી - માયા-લોભરૂપ રાગથી અને ક્રોધ-માનરૂપ દ્વેષથી.
માયાથી બિમારી આદિનું બહાનું બતાવીને કરવા યોગ્ય કાર્યમાં ન પ્રવર્તવું. લોભથી મિષ્ટાન્નની પ્રાપ્તિ થતાં અન્ય આહારને શુદ્ધ હોય તો પણ અનેષણીય છે એમ કહેવું. ક્રોધથી ‘“તું દાસ છે’’ ઇત્યાદિ કહેવું. માનથી બહુશ્રુત ન હોવા છતાં હું બહુશ્રુત છું ઇત્યાદિ કહેવું. ભય અને હાસ્ય વગેરેનો પણ આ બેમાં જ સમાવેશ થઈ જાય છે. આ અસત્ય પણ ત્રિવિધ ત્રિવિધથી છે.
· અદત્ત ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
* કોઈ પણ દ્રવ્ય સંબંધી અસત્ય બોલવાની સંભાવના છે. માટે દ્રવ્યથી સર્વ દ્રવ્યો સંબંધી અસત્ય છે.
* અલોક સંબંધી ખોટી પ્રરૂપણા કરવી એ અલોક સંબંધી અસત્ય છે.