________________
253 )
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર કટકો છે– એમ જ કહે.” ઘર ઢાંકવાના પર્વ દિવસે મુસાફરે પુડલો મેળવ્યો. ઘણે ભાગે વિચારના અનુસાર સ્વપ્ન ફળે છે. ધૂર્ત સવરે બગીચામાં જઈ પુષ્પો એકઠા કરવા માટે માળીને સહાય કરવા લાગ્યો, એટલે તે ખુશ થયો. તેવા પ્રકારનું કાર્ય પણ લોકોને પ્રીતિ કરનાર થાય છે. તે માળી પાસેથી પુષ્પો અને ફળો ગ્રહણ કરી પવિત્ર થઈ, સ્વપ્નશાસ્ત્રનિપુણ પંડિતના ઘરે ગયો. ત્યાર પછી મૂલદેવ તેના જાણકાર ઉપાધ્યાયને નમન કરી પુષ્પો, ફળો આપીને પોતાનું સ્વપ્ન કહ્યું હર્ષ પામેલા તે વિદ્વાને કહ્યું: હે વત્સ! સારા મુહૂર્ત હું તને સ્વપ્ન-ફલ કહીશ, આજે તું અમારો અતિથિ બન. મૂલદેવને ગૌરવથી નવરાવી, ભોજન કરાવીને ઉપાધ્યાય પરણાવવા માટે કન્યા લાવ્યો. મૂલદેવે પણ કહ્યું: હે પિતાજી! અજાણ્યા કુળવાળાને તમે કન્યા આપો છો, તો કંઈ વિચાર કેમ કરતા નથી ? ઉપાધ્યાયે કહ્યું કે, તમારી આકૃતિથી જ કુલ અને ગુણો સર્વથા જણાઈ ગયા છે, માટે મારી આ કન્યાને તમે પરણો. તેના વચનથી મૂલદેવે પણ તે કન્યા સાથે લગ્ન ક્ય. ભવિષ્યમાં થનારી કાર્યસિદ્ધિનું મંગળ શકુન જાણે પ્રગટ કેમ ન થયું હોય? સાત દિવસની અંદર તું અહીં રાજા થશે.' એ પ્રમાણે ઉપાધ્યાયે તેને સ્વપ્નફલ નિવેદન કર્યું. હર્ષ પામેલો ત્યાં વસતો ધૂર્તરાજ નગર બહાર જઈને પાંચમા દિવસે ચંપવૃક્ષની નીચે સુઈ ગયો. તે વખતે તે નગરમાં મૂળ વગરના વૃક્ષ માફક પુત્ર વગરનો આગલો રાજા મૃત્યુ પામ્યો, ત્યારે નવીન રાજાની શોધ માટે મંત્રથી પવિત્ર કરેલા હાથી, ઘોડા, છત્ર, કળશ અને ચામરો સાથે નગરમાં ભમ્યા, પણ રાજ્ય યોગ્ય કોઈને મળ્યો. ‘તેવા પ્રકારનો પુરુષ પ્રાપ્ત થવો મુશ્કેલ જ હોય.” ત્યાર પછી બહાર ફરતાં ફરતાં તેઓએ ચંપવૃક્ષ નજીક નરદેવ-પદને ઉચિત ભૂલદેવને દેખ્યો, ઘોડાએ હેષારવ શબ્દ ક્ય, હાથીએ જોરથી ગર્જના કરી, કળશવડે તેની પૂજા, બે ચામરોથી વીંઝવાનું, સુવર્ણદંડથી શોભાયમાન જાણે વિજળી ન હોય તેમ શરદના મેઘ સરખું ઉજ્જવલ શ્વેત છત્ર મસ્તક ઉપર શોભવા લાગ્યું. જયકુંજર હાથીએ તેને પોતાના સ્કંધપ્રદેશ પર બેસાડ્યો. સ્વામીની પ્રાપ્તિથી હર્ષ પામેલા પ્રજાજનો ‘જય જય’ શબ્દપોકારવા લાગ્યા. મોટા વાજિંત્રોના શબ્દો વડે દિશાઓ પૂરતા કુબેર જેમ અલકામાં તેમ ભૂલદેવે નગરમાં પ્રવેશ ક્ય, હાથી પરથી નીચે ઉતરી તે રાજમહેલમાં સિંહાસન પર બેઠો. હવે આકાશમાંદેવતાએ કહ્યું કે, દેવતાઓના પ્રસાદથી કળાઓનો ભંડાર આ વિક્રમરાજ નામનો રાજા થયો છે. આ રાજાની આજ્ઞામાં જેઓ નહીં વર્તે, તેઓને પર્વતને જેમ વજ ચૂરી નાખે, તેમ હું શિક્ષા કરીશ. તે દેવતાની વાણીથી સર્વપ્રકૃતિમંડલ વિસ્મય અને ભય પામ્યું અને મુનિઓને જેમ ઈન્દ્રિય-સમુદાય, તેમ હંમેશાં તેને વશ બન્યું. ત્યાર પછી વિષયસુખ અનુભવતા તે રાજાએ ઉજ્જયિનીના રાજા સાથે માંહોમાંહે વ્યવહાર કરતાં પ્રીતિ કરી. " તે વખતે દેવદત્તાએ પણ તેવા પ્રકારની ભૂલદેવની વિડંબના દેખીને તિરસ્કાર પૂર્વક અચલને કહ્યું કે, હું ધનના અહંકારમાં અંધ બનેલા! શું હું તારા ઘરની કુલગૃહિણી છું, એમ સમજે છે કે મરવાની ઇચ્છાવાળા હે મૂર્ખ! મારા ઘરમાં તે આવો વ્યવહાર કર્યો? હવે પછી તારે મારા ઘરે ન આવવું.’ એ પ્રમાણે તેને ઘરમાંથી બહાર કાઢી રાજા પાસે ગઈ. તેણે રાજા પાસે આગળ આપેલું વરદાન માગ્યું. રાજાએ કહ્યું: તારી ઈચ્છા પ્રમાણે માગ, જેથી તેને આપું. હવે આપે મૂલદેવ સિવાય બીજા કોઈને મારા પ્રત્યે આજ્ઞાન કરવી અને મારે ઘરે આવતા આ અચલને બંધ કરવો.” રાજાએ કહ્યું: ભલે એમ હો, પરંતુ આમાં કારણ શું? એમ પૂછ્યું, એટલે દેવદત્તાએ નેત્રસંજ્ઞાથી માધવીને કહેવા જણાવ્યું, એટલે તેણે સર્વ હકીક્ત કહી. આ સાંભળી કોપથી જેની ભૂલતા ચલાયમાન થઈ છે, એવા જિતશત્રુ રાજાએ તે સાર્થવાહને બોલાવી તિરસ્કાર પૂર્વક આમકહ્યું કે, મારા નગરના બીજા રત્નસરખા આ બંને આભૂષણો છે, મૂર્ખ એવા તેં ધનમાં અભિમાની બની પથ્થર માફક તેની અવગણના કરી. આ કારણે આ અપરાધની શિક્ષા, તારા પ્રાણનો નાશ કરવા હું આજ્ઞા કરું છું. આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે દેવદત્તાએ તેનું નિવારણ કરાવ્યું. તને આણે બચાવ્યો છે, તો પણ તારું રક્ષણ ત્યારે થશે કે ગમે ત્યાંથી તારે મૂલદેવને પાછો મેળવી આપવો, આ પ્રમાણે