________________
252)
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્યા ઈચ્છાવાળો જેમ નાવડીને, તેમ આ મહાઅટીનો પાર પામવા કોઈ સથવારો મેળવવા મૂલદેવ વિચારવા લાગ્યો. તે સમયે જાણે આકાશથી પડ્યો હોય તેમ અણધાર્યો હાથમાં ભાતાની પોટલીવાળો ટક નામનો કોઈક બ્રાહ્મણ આવ્યો. અસહાયને સહાયભૂત એવો તે વિપ્રને આવેલો જાણી, જેમ વૃદ્ધ પુરુષ લાડીને મેળવીને હર્ષ પામે, તેમ મૂલદેવ હર્ષ પામ્યો. મૂલદેવે તે વિપ્રને કહ્યું: ‘અટવામાં સહાયક મેળવવાની ઈચ્છાવાળા મને મારી છાયા સરખો બીજો તું ભાગ્ય યોગે મળી આવ્યો. તે ઉત્તમ વિપ્ર! આપણે બંને ઈચ્છા પ્રમાણે વાતો કરતાં કરતાં માર્ગ કાપીશું. કારણ કે, માર્ગમાં વાતો એ માર્ગનો પરિશ્રમ દૂર કરનારી વિદ્યા છે. ત્યારે વિપ્રે કહ્યું: હેબડભાગી! તારે કેટલે દૂર અને કયે સ્થાને જવાની અભિલાષા છે? તે કહે અને માર્ગની મૈત્રી વશ કર. વળી વિપ્રે કહ્યું કે, હું તો આ જંગલને છેડે રહેલું વીરનિધાન નામનું સ્થાન છે, ત્યાં જવાનો છું, હવે તું ક્યાં જવાનો છે? તે કહે. મૂલદેવે કહ્યું: હું વણાટ નગરમાં જવાનો છું. ત્યારે વિષે કહ્યું: તો ચાલો, ઘણા દૂર સુધી આપણો એક જ માર્ગ છે. બંને મળ્યા પછી તેઓને ચાલતાં ચાલતાં બરાબર મસ્તક તપાવનાર સૂર્ય મધ્યાહ્નમાં આવ્યો, ત્યારે તેમને એક સરોવર પ્રાપ્ત થયું. મૂલદેવ હાથ, પગ અને મુખને જળથી ધોઈને વચમાં તડકા વગરની એકસરખી વૃક્ષ-છાયાવાળા ભૂતલમાં બેસી ગયો. તે વિપ્ર પોટલીમાંથી સાથવો કાઢી પાણી સાથે મસળી રંકની માફક એકલો ખાવા લાગ્યો. ધૂર્ત વિચાર્યું કે, પ્રથમ મને ભોજન આપ્યા વગર ભોજન કરવા માંડ્યો છે, તેને અતિભૂખ લાગી હશે, એટલે તે જમી રહ્યા પછી મને આપશે. પરંતુ વિપ્રતો પોટલી બાંધી ઉભો થયો. એટલે ધૂર્ત વિચાર્યું કે, “આજે ન આપ્યું, તો આવતી કાલે આપશે. બીજા દિવસે પણ તે પ્રમાણે આપ્યા વગર ભોજન કર્યું. મૂલદેવે તે જ આશાથી ત્રણ દિવસ પસાર ક્ય. પુરુષોને આશા
એ જ જીવિત છે.' બંનેનો માર્ગ બદલાવાનો સમય આવ્યો, ત્યારે વિપ્રે ધૂર્તરાજને કહ્યું કે, હે ભાગ્યશાળી ! તારું કલ્યાણ થાઓ. હવે હું અહીંથી મારા માર્ગે જઈશ. ત્યારે મૂલદેવે તેને કહ્યું કે, તારી સહાયથી મેં બાર યોજન લાંબી અટવી એક કોશ માફક ઉલ્લંઘી છે. હું વેણાટ નગરે જઈશ. મારું નામ મૂળદેવ છે, ત્યાં મને કંઈક કાર્ય હોય તે કહેજે અને તારું નામ પણ મને કહે. લોકોએ નિધૃણશમાં એવું બીજું નામ પાડેલું છે અને અસલનામ તો ‘સદ્ધડ’ વિઝ છે.” એમ કહીને તેટક્કસાથીદારજુદો પડ્યો. ત્યાર પછીણા ટતરફ જતા મૂલદેવે માર્ગમાં પ્રાણીઓને વિશ્રામસ્થાન સરખાએક ગામને દેખ્યું. ભૂખથી ઊંડી કુક્ષિવાળા તેણે ત્યાં પ્રવેશ કર્યો. અને ભિક્ષા માટે ભ્રમણ કરતાં કોઈક ઘરેથી બાફેલા અડદ(બાકળા) પ્રાપ્ત કર્યા. ગામમાંથી બહાર નીકળતાં તેને સામે દેહધારી પુણ્યના ઢગલા સરખા કોઈ માસોપવાસી મુનિ મળ્યા. તેમને દેખીને હર્ષ પામ્યો કે, અહો ! મારો પુણ્યકર્મોદય! ખરેખર ભવસમુદ્રમાંથી તારનાર યાનપાત્ર સરખા ઉત્તમ તપસ્વી મુનિનું પાત્ર મને પ્રાપ્ત થયું. ત્રણ રત્નવાળા સાધુ ભગવંતને અડદના બાકળાનું દાન કરીને આજે લાંબા કાળના મારા વિવેક–વૃક્ષનું ફળ મને પ્રાપ્ત થાઓ. દાન આપતાં તેની ભાવનાથી હર્ષિત થએલા દેવતાએ આકાશવાણીથી કહ્યું કે, “હે ભદ્ર! તું અર્ધા શ્લોકથી માગણી કર કે તને શું આપવું?' તરત જ મૂલદેવે તે દેવી પાસે પ્રાર્થના કરી કે ‘ળાવેવત્તેમસદ પાચમતુ મો’ ગણિકા દેવદત્તા અને હજાર હાથીઓવાળું મને રાજ્ય હો. દેવીએ કહ્યું: 'ભલે એમ હો.' મૂલદેવ પણ તે મુનિને પ્રતિભાભીને અને વંદન કરીને ગામમાં જઈ ભિક્ષા લાવીને પોતે જમ્યો. આમ માર્ગ વટાવતો ક્રમે કરીને તે વેણાટ નગરે પહોંચ્યો. પછી એક ધર્મશાળામાં સૂઈગયો અને નિદ્રાસુખ પામ્યો. સૂતેલા તેણે રાત્રિના છેલ્લા પહોરમાં એક સ્વપ્ન જોયું કે, પૂર્ણમંડલવાળા ચંદ્ર મારા મુખમાં પ્રવેશ કર્યો. તે જ સ્વપ્ન કોઈ બીજા મુસાફરે પણ ત્યારે જ દેખ્યું. જાગેલા તેણે તે બીજા મુસાફરને કહી દીધું. તે મુસાફરોમાંથી એકે એ સ્વપ્ન આ પ્રમાણે વિચાર્યું કે, નજીકના કાળમાં તને ખાંડ, ઘી સાથે પુડલો પ્રાપ્ત થશે. હર્ષ પામેલો તે મુસાફર ‘એમ હો” એમ બોલ્યો. કારણકે, શિયાળને તો બોર મળી જાય, તો પણ મહોત્સવ સરખો આનંદ થાય છે. ધૂર્તરાજે પોતાનું સ્વપ્ન તે અજ્ઞાનીઓને ન કહ્યું. “મૂર્ખાઓને રત્ન બતાવે તો આ પત્થરનો