________________
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
રાજાએ કહ્યું. ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે ગયો. હવે સાર્થવાહ ખોવાએલા રત્ન માફક ચારેબાજુ મૂલદેવની શોધ કરવા લાગ્યો. એક બાજુ દેવદત્તાની ન્યૂનતાથી અને મૂલદેવને ન દેખવાથી તે ભય પામ્યો અને વેપારની વસ્તુઓ વહાણમાં ભરીને તરત પારસફૂલ દેશમાં ગયો.
આ બાજુ મૂલદેવ પણ વિચારવા લાગ્યો કે, લવણ વગરના ભોજનની જેમ દેવદત્તા વગરની અતિશય રાજ્યલક્ષ્મીથી પણ શું ? ત્યાર પછી તેણે દેવદત્તા માટે જિતશત્રુ રાજા પાસે ભેટણાસહિત ચતુર દૂતને મોકલ્યો. દૂતે ઉજ્જયિની નગરીમાં પહોંચી જિતશત્રુ રાજાને વિનંતી કરી કે, દેવતાએ આપેલી રાજ્યલક્ષ્મી ભોગવતો મૂલદેવ આપને આ પ્રમાણે સંદેશો કહેવરાવે છે કે, “દેવદત્તામાં મારો પ્રેમ કેટલો છે ? તે આપને વિદિત છે. જો તેની ઈચ્છા હોય તો આપ તેને મોકલશો.’ ત્યારે અવંતી રાજાએ કહ્યું : અરે તેણે આટલી પ્રાર્થના કેમ કરી ? વિક્રમરાજા સાથે અમારે રાજ્યમાં ભેદ નથી. ઉજ્જયિનીપતિએ દેવદત્તાને બોલાવી કહ્યું : ‘હે ભાગ્યશાળી ! ભાગ્યયોગે લાંબા કાળે તારા મનોરથો પૂર્ણ થયા. દેવના પ્રસાદથી મૂલદેવ રાજા થયો છે અને તને બોલાવવા માટે પોતાના મુખ્ય પુરુષોને મોકલ્યા છે, માટે તું ત્યાં જા. પ્રીતિથી જિતશત્રુની આજ્ઞાથી દેવદત્તા અનુક્રમે વેણાતટ નગરે પહોંચી. વિક્રમ રાજા પણ મહોત્સવપૂર્વક પોતાના ચિત્ત સરખા વિશાળ મહેલમાં તેને લઈ ગયો. જિનભક્તિ કરતા અને પોતાની પ્રજાનું સમ્યક્ પ્રકારે પાલન કરતા, દેવદત્તાની સાથે ક્રીડા કરતાં ત્રણે વર્ગો બાધા પામતા ન હતા.
254
આ બાજુ જલથી પૂર્ણ જેમ મેઘ તેમ પારસકૂલથી ઘણી ખરીદવા લાયક વસ્તુઓ સાથે અચલ ત્યાં આવ્યો. લક્ષ્મીના મહત્ત્વને કહેનાર રત્ન, મણિ, મોતી, પરવાળા વગેરેથી મોટો થાળ ભરીને તે રાજા પાસે આવ્યો. રાજાએ તો અચલને તરત ઓળખ્યો. ચતુર પુરુષોને તો દેખીને પૂર્વજન્મના સંબંધ પણ યાદ આવે છે. ‘આ મૂલદેવ રાજા છે’ તેમ અચલ ઓળખી ન શક્યો. વેષ પહેરેલા નટને અલ્પબુદ્ધિવાળા જાણી શકતા નથી. તું ક્યાંથી આવે છે? એમ રાજાએ પૂછતાં તેણે પારસકૂલથી એમ જવાબ આપ્યો અને પરદેશથી વેચવા માટે લાવેલા માલને જોવા માટે પંચકુલ–મહાજનની માગણી કરી. કૌતુકથી રાજાએ તેને કહ્યું કે, હું જાતે જોવા આવીશ, ત્યારે તેણે ‘મહાપા’ એમ કહ્યું. તેવા પુરુષોના કોપને કોણ સમજી શકે ? ત્યાર પછી પંચકુલ સાથે રાજા તેના આશ્રયે ગયો અને તેણે પણ મજીઠ, કાપડ, સૂતર વગેરે લાવેલો માલ જકાત નક્કી કરવા બતાવ્યો. રાજાએ પૂછ્યું: ‘શું આટલો જ માલ છે ? સત્ય કહી દો.’ એમ પૂછાએલા શેઠે કહ્યું સત્ય જ કહું છું, આટલો જ માલ છે. રાજાએ ફરી કહ્યું: બરાબર ચોકસાઈ કરી નિવેદન કરો; કારણ કે અમારા રાજ્યમાં દાણ–ચોરી કરનારને શારીરિક શિક્ષા કરવામાં આવે છે. અચલે કહ્યું કે, અમે બીજા પાસે પણ ફેરફાર બોલતા નથી, તો પછી આપ દેવની પાસે કેમ અન્યથા બોલાય ? પછી રાજાએ કહ્યું : ‘આ સત્ય બોલનારા શેઠ પાસેથી અર્ધું દાન લેવું અને તેના માલની તપાસ બરાબર કરી લેવી.’ તે પછી પંચકુલે પગના પ્રહારથી વાંસ અંદર ઉતારીને તપાસ્યું, તો અસાર માલ વચ્ચે છૂપાવેલા સારભૂત માલની શંકા થઈ. ઉત્પન્ન થએલી શંકાવાળા રાજપુરુષોએ ક્ષણવારમાં દાણચોરોનાં હૃદયોની માફક ચારે બાજુથી કરિયાણાં રાખેલાં સ્થાનો ભેદી નાખ્યાં. તેઓને જેમ માલ માટે શંકા થઈ, તે જ પ્રમાણે ધન માટે શઠતા જણાઈ. ‘અધિકારીઓ હંમેશાં બીજાના નગર અને અંત:કરણ સુધી પહોંચનાર હોય છે.’ તેની શઠતા જાણી કોપાયમાન થએલા રાજાએ તરત જ તેને બંધાવ્યો. સામંતો પણ રાજાના આદેશથી બંધાય, તો પછી આ વેપારી કયા હિસાબમાં? ત્યાર પછી તેને મહેલમાં લઈ જઈ બંધન છોડાવીને રાજાએ પૂછ્યું કે, મને ઓળખો છો? ત્યારે અચલે પણ એમ કહ્યું કે, જગતને પ્રકાશિત કરનાર સૂર્યને અને આપને કયો એવો મૂર્ખ–શિરોમણિ હોય કે ન ઓળખે ? હવે તારા ખુશામતનાં વચનો બંધ કર, તું બરાબર મને જાણે છે કે કેમ ? તે કહે. રાજાએ આ પ્રમાણે અચલને કહ્યું, ત્યારે જવાબ આપ્યો કે, ‘હું જાણતો નથી.’ દેવદત્તાને બોલાવીને રાજાએ તેને દેખાડી. માનીઓની મનની સિદ્ધિ ઇષ્ટ સ્વજનો દેખે, તો પોતાને