________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
કૃતાર્થ થએલા સમજે છે. અચલ દેવદત્તાને દેખીને એકદમ શરમાઈ ગયો અને અતિકષ્ટવાળી દશા પામ્યો. ‘સ્ત્રી આગળ પોતાની અપભ્રાજના થાય, તે પીડા પુરુષને મરણ કરતાં પણ અધિક હોય છે.’ દેવદત્તાએ અચલને કહ્યું કે, ‘આ તે મૂલદેવ છે, જેને તમે તે સમયે આ પ્રમાણે સંક્ટ આપ્યું હતું અને મને પણ મુશ્કેલીમાં મૂકી હતી. આજે દૈવયોગે તમે પણ સંકટ પામ્યા છો. જો કે તમે અત્યારે પ્રાણ–સંક્ટ પામ્યા છો, છતાં પણ આર્યપુત્ર તમને માફ કરે છે. આવા મહાપુરુષો તુચ્છનો ઘાત કરનારા હોતા નથી.’ ત્યાર પછી શરમાઈ ગયેલ તે વેપારીએ તે બંનેના પગમાં પડીને કહ્યું કે, ‘તે વખતે કરેલા મારા સર્વ અપરાધની આપ ક્ષમા આપો, તે અપરાધથી જિતશત્રુ રાજા મારા પર રોપાયમાન બન્યા છે, તે તમારા વચનથી મને ઉજ્જયિનીમાં પ્રવેશ કરવા દેશે.’ મૂલદેવે કહ્યું કે જ્યારે દેવદત્તાએ તમારા પર કૃપા કરી છે, ત્યારે જ મેં તમને ક્ષમા આપી છે. ત્યાર પછી તેના ઉપર રહેમ નજર રાખી સાથે એક દૂત આપીને રાજાએ ઉજ્જયિની નગરીમાં જવા માટે અચલને રજા આપી. મૂલદેવના વચનથી અવંતિનાથે તેને અવંતિમાં દાખલ કર્યો. કારણ કે કોપનું કારણ તે હતો.
255
મૂલદેવના રાજ્યને સાંભળીને સિદ્ધડ પણ ત્યાં આવ્યો. તેને પણ મૂલદેવે ગામ આપ્યું. મૂલદેવ ક્રમે કરીને સ્વર્ગ અને મોક્ષમાં જશે.
આ પ્રમાણે દાનના આલોક સંબંધી ફળમાં મૂલદેવની કથા પૂર્ણ થઈ. (૧૮૧)
धन्नेणं सालिभद्देणं, कयवन्नेणं तहेव य ।
इहलोए परलोए य, जहा पत्ता सुसंपया ॥ १८२ ॥
अन्नो वि पावही एवं नत्थि इत्थं तु संसओ ।
પૂછ્હી મુળિળો નો ૩, મત્તિમંતો સુસાવો ૮૩૫ યુઘ્નમ્ ।
દાનના જ ઉભયલોકસંબંધી ફળને દષ્ટાંત સહિત કહે છે––
જેવી રીતે ધન્ય, શાલિભદ્ર અને કૃતપુણ્ય શેઠે આ લોકમાં અને પરલોકમાં સુસંપત્તિઓને પ્રામ કરી, તેવી રીતે અન્ય પણ જે ભક્તિમંત સુશ્રાવક મુનિઓની પૂજા કરશે તે આ પ્રમાણે આ લોક અને પરલોકમાં સુસંપત્તિઓને પ્રાપ્ત કરશે એમાં સંશય નથી.
આ લોકમાં એટલે મનુષ્યભવમાં. પરલોકમાં એટલે સર્વાર્થ સિદ્ધ વગેરે ભવમાં. અહીં દષ્ટાંતો કહેવામાં આવે છે. તેમાં ધન્ય અને શાલિભદ્રનાં દૃષ્ટાંતો આ છે—
ધન્ય-શાલિભદ્રની કથા
પ્રતિષ્ઠાનપુરમાં જિતશત્રુ નામનો રાજા છે. તેના ગામમાં એક ગામનું કુળ આવેલું છે. તે કુળમાં એક બાળક દાતા અને વિનીત છે. તે આજીવિકા માટે લોકોના વાછરડાઓને ચરાવતો હતો. એકવાર વાછરડાઓને વનમાં મૂકીને તે ઘરે આવ્યો. પછી તેણે માતાને કહ્યું : હે મા ! હમણાં મને ખીર આપ. ગરીબ હોવાના કારણે તે ખીર ન બનાવી શકી. પુત્રને ખીરની પ્રાપ્તિ ન થવાથી તે રડી. તેથી પાડોશી બહેનોએ તેનું રુદન સાંભળીને દુ:ખનું કારણ પૂછ્યું અને દૂધ વગેરે આપ્યું. તેનાથી તેણે સાકર-દ -ઘીથી યુક્ત ખીર બનાવીને પુત્રને પીરસી. પછી તે અન્ય કામ માટે ઘરના અંદરના ભાગમાં ગઈ.
આ તરફ જાણે તે બાળકના સુકૃતોથી આકર્ષાયા હોય તેમ એક મુનિ માસખમણના પારણે તેના ઘરે