________________
256
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય આવ્યા. મુનિને જોઈને અતિશય ભક્તિવાળો બાળક ખીરની થાળી ઉપાડીને ઊભો થઈ ગયો. પછી તેણે મુનિને કહ્યું હે ભગવંત! સ વિત્ત, સત્ ચિત્ત અને સત્પાત્ર એ ત્રણનો મેળકરનાર ત્રિવેણી સંગમને મેં પ્રાપ્તર્યો છે. તેથી આ ખીરને ગ્રહણ કરો. મારા ઉપર અનુગ્રહ કરો. મુનિએ પાત્ર ધર્યું એટલે પોતાને ધન્ય માનતા બાળકે ખીર વહોરાવી. તે વખતે સુપાત્રદાનથી તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. માતાએ ફરી આપેલી ઘણી ખીર તેણે ખાધી. તે સાંજે વાછરડાઓને જોઈ રહ્યો હતો ત્યારે મુનિને જોઈને હર્ષપૂર્વક નમીને બેઠો. તેમની પાસે ધર્મદશનાને સાંભળતો તે વિસૂચિકાથી કરીને તે નગરમાં શેઠની પત્નીનો પુત્ર થયો. તેથી શેઠ ધનથી અધિક વધ્યો. શેઠે જન્મોત્સવમાં તેનું ધન્ય એવું નામ આપ્યું. પછી ચાર છોકરાઓની પરીક્ષા માટે શેઠે બત્રીસ રૂપિયા આપીને કહ્યું: તમારે આનો વેપાર કરીને લાભ બતાવવો. તેઓ વેપાર કરવા પ્રવૃત્ત થયા. ધન્ય બલવાન બકરાને રાજપુત્રના બકરા સાથે લડાવ્યો. તેમાં હજાર સોનામહોરની શરત કરી હતી. રાજકુમારનો બકરો હારી ગયો એટલે ધન્ય હજાર સોનામહોર લઈને ઘરે ગયો. બંધુઓ લાભ મેળવ્યા વિના આવ્યા. બીજા દિવસે તેમણે પિતાને કહ્યું: ફરી પરીક્ષા કરો. માતાપિતાએ તેમને ચોસઠ રૂપિયા આપ્યા. સર્વપ્રયત્નથી જ્ય-વિજ્યકરવા માટે પ્રવૃત્ત થયા. પણ લાભ મેળવ્યો નહિ. ઉપાયને જાણનાર ધન્ય બજારમાં ઊભો રહ્યો.
તેનગરમાં કૃપણોમાં અગ્રેસર એવો મહાધન નામનો શેઠ હતો. તે ધર્મમાં કંઈ આપતો ન હતો. સ્વજનોને અને ગરીબને કંઈ પણ આપતો ન હતો. સારાં વસ્ત્રો પહેરતો ન હતો. તેણે ઘરના ભોંયરાને ધનથી ભર્યું. તથા ખાટલાની પોલાણમાં ઉત્તમ રત્નો ભર્યા. મૂછથી મૂઢચિત્તવાળો તે ખાટલાને ખાડા ઉપર મૂકીને ખાટલા ઉપર રહે છે. વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલો તે મૃત્યુ પામ્યો. સ્વજનોએ ખાટલાની સાથે ઉપાડીને તેને શ્મશાનમાં મૂક્યો. શ્મશાનનો માલિક તે ખાટલાને વેચવા માટે નગરમાં લઈ ગયો. ધન્ય તે ખાટલાને વેચાતો લઈને પોતાના ઘરે લઈ જઈને ખાટલામાંથી રત્નો કાઢયાં. ખુશ થયેલા તેણે તે રત્નો માતા-પિતાને આપ્યા. તેથી તેમની લક્ષ્મી વધી. ધન્યની ઉજવલ કીર્તિ પણ વધી. પુણ્યહીનતેના બંધુઓને ધન્ય પ્રત્યે ઘણી ઈર્ષા થઈ. ભાભીઓએ ધન્યને પુત્રની જેમકહ્યું: તારા ભાઈઓ તને મારી નાખવાની મંત્રણા કરે છે. તેથી તેણે કહ્યું: મેં એમનો કોઈ અપરાધર્યો નથી. ભાભીઓએ કહ્યું : હે વત્સ ! દુષ્ટ માણસો આવા (=અપરાધ વિના પણ ઈર્ષ્યા કરનારા) હોય છે. કારણકે જગતમાં અસંખ્ય પુરુષો વગર કારણે રોષકરે છે. કારણે રોષ કરનારા સંખ્યાતા હોય છે. કારણમાં પણ રોષનકરે તેવા પુરુષો પાંચ કે છ હોય. પછી ધન્ય વિચાર્યું કે મારે અહીં રહેવું યોગ્ય નથી. આમ વિચારીને તે ઘરમાંથી એકલો નીકળી ગયો. પૃથ્વીમાં ર્યો. એકવાર માર્ગની નજીકમાં આવેલા ખેતરમાં રહેલા એક ખેડૂતે તેને શ્રેષ્ઠ આકૃતિવાળો જોઈને ભોજન માટે આમંત્રણ આપ્યું. તે ભોજન કરવા માટે બેઠો એટલે ખેડૂતની પત્નીએ તેને ખીર પીરસી. ખેડૂત હળ ખેડી રહ્યો ત્યારે હળના અગ્રભાગથી સુવર્ણપૂર્ણ કળશ પ્રગટ થયો. ખેડૂતે તે કળશ તમારા ભાગ્યથી આ પ્રગટ થયો છે માટે ગ્રહણ કરો. એમ કહીને ધન્યને આપ્યો. ધન્ય તે કળશ ખેડૂતને આપ્યો. ધન્ય ક્રમે કરીને રાજગૃહ નગરમાં આવ્યો. તેને માળી પોતાના ઘરે લઈ ગયો અને તેની સુંદર ભક્તિ કરી.
આ તરફ શાલિગ્રામ નામના ગામમાં સંગમ નામનો બાળક ગોપાલ વાછરડાઓને ચરાવતો હતો. બધી ખીર સાધુને વહોરાવી દીધી. માતાએ ફરી પીરસેલી ખીરનું તેણે ભોજન કર્યું. ઈત્યાદિ બધી વિગત અહીંધીના ચરિત્રની જેવી જ જાણવી. સાંજના અજીર્ણ થવાથી સાધુને યાદ કરતો તે સંગમ મૃત્યુ પામ્યો. દાનપુણ્યથી રાજગૃહ નગરમાં ગોભદ્રશેઠની પત્ની ભદ્રાનો પુત્ર થયો. જન્મોત્સવમાં તેનું શાલિભદ્ર એવું નામ આપ્યું. ધાવમાતાઓથી લાલન કરાતો તે યૌવનને પામ્યો. તે નગરના શ્રેષ્ઠીઓએ પોતાની બત્રીસ કન્યાઓ તેને પરણાવી. તેમની સાથે સુખપૂર્વક તે આનંદ માણે છે.