________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
હવે શ્રેણિક રાજાની સોમશ્રી, શાલિભદ્રની બહેન સુભદ્રા, માળીની પુષ્પવતી એ ત્રણ પુત્રીઓ એક જ દિવસે જન્મી હોવાથી પરસ્પર સખીઓ થઈ. આપણે એક જ પતિને કરીશું એમ પુષ્પવતીએ સોમશ્રીને કહ્યું. સોમશ્રીએ આ વાત રાજાને કરી. તેથી શ્રેણિકે ત્રણેય ધન્યને પરણાવી. ધન્ય પણ ભોગોને ભોગવ્યા. ગવાક્ષમાં બેસીને તેમની સાથે ક્રીડા કરતા ધન્ય માતા–પિતાને જોયા. માતા–પિતાને બોલાવીને સારાં વસ્રો-આભૂષણોથી અલંકૃત કરીને ધન્ય પત્નીઓની સાથે નમ્યો. તેણે પૂછ્યું : આપનું અહીં આગમન શાના કારણે થયું ? તેમણે કહ્યું: તારા રાજ્યને સાંભળીને શરમાતા તારા ભાઈઓ નગરથી બહાર રહ્યા છે. પછી ધન્યે તેમને જુદા જુદા ગામો આપ્યાં.
257
ગોભદ્ર શ્રીવીરની પાસે દીક્ષા લઈને સ્વર્ગલોકને પામ્યો. શાલિભદ્રના પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યથી તે દેવ તેના ઉપર વાત્સલ્ય કરવાની અત્યંત ઈચ્છાવાળો થયો. ત્યાર પછીનું શાલિભદ્રનું ‘“ભદ્રામાતાએ તેની પત્નીઓના પગ લુછવા માટે રત્નકંબલો લીધી વગેરે’’ સઘળુંય ચરિત્ર પ્રસિદ્ધ જ છે.
:
આ સમયે ઉદ્યાનમાં ધર્મઘોષસૂરિ પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને સંસારને છોડવાની ઈચ્છાવાળા શાલિભદ્ર સૂરિને પૂછ્યું : હે ભગવન્ ! કયા કર્મથી જીવોનો અન્ય સ્વામી ન થાય ? સૂરિએ કહ્યું : જેઓ દીક્ષા લે છે તેઓ સર્વ જીવોના નાથ થાય છે. આ પ્રમાણે સાંભળીને શાલિભદ્ર દીક્ષા લેવાની ઈચ્છાવાળો થયો. સૂરિએ તેને કહ્યું : આ વિષે પ્રમાદ ન જ કરવો. પછી ઘરે જઈને શાલિભદ્રે માતાને કહ્યું : હે મા ! હું દીક્ષા લઈશ. માતાએ કહ્યું: હે વત્સ ! તું દિવ્ય ભોગોથી લાલન કરાયો છે. તેથી દુષ્કર દીક્ષા કેવી રીતે લઈશ ? શાલિભદ્ર દીક્ષા લેશે એ સાંભળીને શાલિભદ્રની બહેન અને ધન્યની પત્ની સુભદ્રા રડવા લાગી. ધન્ય રડવાનું કારણ પૂછતાં તેણે કહ્યું : સુખો છોડીને દીક્ષાની ભાવનાવાળો મારો ભાઈ શાલિભદ્ર (રોજ એક એક પત્નીને છોડવી ઇત્યાદિ રીતે) તુલના (=અભ્યાસ) કરી રહ્યો છે. આથી હું રડું છું. ધન્ચે કહ્યું : ભોગો છોડવા સહેલા છે. એમાં તુલના શી કરવી? ત્યારે સુભદ્રાએ હસીને કહ્યું : જો એમ છે તો તમે કેમ ભોગોને છોડતા નથી. ધન્ચે કહ્યું : એ પ્રમાણે જ થાઓ. પછી ધન્ય ત્યાં પધારેલા શ્રીવીરની પાસે દીક્ષા લીધી. ધન્યને દીક્ષિત થયેલો સાંભળીને શાલિભદ્રે પણ દીક્ષા લીધી. પછી ધન્ય અને શાલિભદ્ર મુનિ શ્રી વીરના સમુદાયમાં નિરતિચાર ચારિત્રનું પાલન કરવા લાગ્યા. એકવાર વીરના સમુદાયમાં વિહાર કરતા તે બે મુનિઓ ફરી રાજગૃહ નગરમાં આવ્યા. વીરને નમીને લોકો ગયા. ધન્ય સહિત શાલિભદ્રે માસખમણના પારણે ભિક્ષા લેવા જવા માટે પ્રભુની અનુજ્ઞા માગી. પ્રભુએ કહ્યું : આજે માતાના હાથથી તારું પારણું થશે. આ પ્રમાણે જાણીને તે બંને નગરમાં બધા સ્થળે જઈને ભદ્રાના ઘરના દ્વારમાં એક ક્ષણ સુધી ઊભા રહ્યા. પણ મેલથી મલિન શરીરવાળા તેમને કોઈએ પણ ઓળખ્યા નહિ. પછી તે બંને જ્યારે નગરમાંથી બહાર નીકળ્યા ત્યારે શાલિભદ્રની પૂર્વભવની માતા ધન્યાએ તેમને જોયા. નગરમાં પ્રવેશ કરતી તેણે તેમને દહીં વહોરાવ્યું. શાલિભદ્રે પ્રભુને કહ્યું : હે નાથ ! માતાથી મારું પારણું કેવી રીતે થયું ? સર્વજ્ઞ ભગવાને પૂર્વનું સઘળું ચરિત્ર કહ્યું. પછી પારણું કરીને વૈભાર પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં પાદપોપગમન નામનું અનશન કર્યું.
હવે ભદ્રા શ્રેણિકની સાથે ભગવાનને વંદન કરીને વૈભારગિરિ ઉપર ગઈ. ધન્ય અને શાલિભદ્ર મુનિને વંદન કરીને ઘણો વિલાપ કરવા લાગી. આ જોઈને શ્રેણિકે ભદ્રાને કહ્યું : હર્ષના સ્થાને શોક કેમ કરે છે ? કારણ કે પૂર્વે શાલિભદ્ર દાનવીર અને ભોગવીર થયો અને હમણાં તપોવીર થયો છે. જગતમાં સર્વ શ્રેષ્ઠ અને જગદ્ગુરુ એવો તારો પુત્ર છે. તેથી તે પૃથ્વીતલને પવિત્ર કર્યું છે. તેથી નિરર્થક શોક ન કર. પછી તે બંને તેમને નમીને ઘરે ગયા. બંને મહામુનિઓ અનશન પૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં અહમિન્દ્ર એવા ઉત્તમદેવ થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ