________________
પાંચમું ચૈત્યવંદન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
(૧૧) ઊર્વી :- ઊર્વી એટલે ગાડાની ઉધ (કે ઉંધ). ઉધ ગાડાનું આગળનું એક અંગ છે. તે પ્રારંભમાં જરાક સાંકડું હોય પછી ક્રમશ: જરા જરા પહોળું હોય છે. ગાડાની ઉધની જેમ બંને પગની પેનીઓને ભેગી કરીને અને બહારથી પગ પહોળા કરીને કાયોત્સર્ગ કરે એ બાહ્ય ઊીં દોષ જાણવો. બંને પગના અંગૂઠા ભેગા કરીને અને બહારથી પેનીઓને પહોળી કરીને કાયોત્સર્ગ કરે તેને અત્યંતર ઊર્ધી દોષ કહ્યો છે.
74
(૧૨) સંયતી :- સાધ્વીની જેમ આખા શરીરે કપડો કે ચોલપટ્ટો ઓઢીને કાયોત્સર્ગમાં રહે. (૧૩) ખલિન :- ખલિન એટલે ઘોડાના મોઢામાં રહેતું ચોકડું. તેની જેમ રજોહરણની દશીઓ આગળ (અને દાંડી પાછળ) રહે તે રીતે રજોહરણ પકડીને કાયોત્સર્ગ કરે.
(૧૪) વાયસ ઃ - વાયસ એટલે કાગડો. ભમતા ચિત્તવાળો જીવ કાયોત્સર્ગમાં કાગડાની જેમ દૃષ્ટિને ફેરવે. (૧૫) કપિર્ત્ય :- કપિત્થ એટલે કોઠો. જુના ભયથી (=જુ કરડે એવા ભયથી) ચોલપટ્ટાને કોઠાની જેમ ગુંચળાવાળું કરે.
(૧૬) શિરઃકંપ :- યક્ષથી અધિષ્ઠિત પુરુષની જેમ મસ્તકને કંપાવતો કાયોત્સર્ગ કરે.
(૧૭) મૂક ઃ- આડ પડતી હોય વગેરે પ્રસંગે મૂંગા માણસની જેમ હું હું કરે.
(૧૮) અંગુલિ :- આલાવાઓને (=નવકાર વગેરેને) ગણવા માટે આંગળીઓ ફેરવવી. (૧૯) વ્યૂ :- યોગોની શાંતિ માટે નેત્રનાં ભવાં આમ તેમ ફેરવવા.
વિશેષાર્થ :- કોઇને નેત્રનાં ભવાં સ્થિર રાખવાથી અકળામણ થતી હોય અને તેથી મનમાં શાંતિ ન રહેતી હોય. આથી મનોયોગની શાંતિ માટે નેત્રનાં ભવાં આમ તેમ ફેરવે.
(૨૦) વારુણી :- વારુણી એટલે સુરા (દારૂ). કાયોત્સર્ગમાં રહેલો જીવ સુરાની જેમ અવ્યક્ત બુડ બુડ અવાજ કરે.
(૨૧) પ્રેક્ષા :- કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા કરતો જીવ વાનરની જેમ હોઠ હલાવ્યા કરે.
પ્રાય: સૂત્રમાં સઘળાંય અનુષ્ઠાનો સાધુને ઉદ્દેશીને કહ્યાં છે. આથી સાધુ સંબંધી વિશેષ કહે છે .
નાભિ :- સાધુએ ચોલપટ્ટો નાભિથી નીચે રાખવો.
કરતલ :- જમણા અને ડાબા હાથમાં અનુક્રમે મુહપત્તિ અને રજોહરણ રાખવો.
કૂપર : - ચોલપટ્ટાને હાથની બે કોણીઓથી ધારણ કરવો. આ પ્રમાણે કાયોત્સર્ગ કરવો જોઇએ. કાયોત્સર્ગ પૂર્ણ થતાં નમસ્કાર વડે પારીને વંદાતા જિનની સ્તુતિ બોલવી.
સ્તુતિ બોલ્યા પછી આ અવસર્પિણીમાં ભરત ક્ષેત્રમાં જે તીર્થંકરો થયા તે નજીકના ઉપકારી હોવાથી તેમની નામોચ્ચારપૂર્વક સ્તુતિ કરવા માટે ચતુર્વિંશતિ સ્તવ સૂત્ર બોલવું. ત્યારબાદ ‘જયવીયરાય’ સુધીનાં સૂત્રો બોલવાં. (૩૪-૩૫)