________________
શ્રાદ્ધદિનકૃત્ય
75
છઠ્ઠું પ્રત્યાખ્યાન-સાતમું મંદિરગમન દ્વાર
(૬) પ્રત્યાખ્યાન દ્વાર
वंदित्ता इथुत्तेहिं, गिहबिंबाणि सावओ ।
पच्चक्खाणं तओ गिण्हे, अप्पणा देवसक्खियं ॥ ३६ ॥ दारं ६ ॥
—
હવે પાંચમા દ્વારનો ઉપસંહાર કરવા પૂર્વક છઠ્ઠા પ્રત્યાખ્યાન દ્વારને કહે છે - શ્રાવક સ્તુતિ-સ્તોત્રોથી ગૃહબિંબોને વંદન કરીને પછી જાતે દેવસાક્ષિક પ્રત્યાખ્યાન લે. (૩૬) (૭) ચૈત્યગૃહગમન દ્વાર
तओ य हयगयाईहिं, जाणेहिं य रहेहि य । વંધુમિત્તપરિવિવૃત્તો, ચિત્તું પૂર્વ સ ૩ત્તમ રૂ૭॥
अन्नेसिं भव्वसत्ताणं, दायंतो मग्गमुत्तमं । વખ નિળોમિ, પમાવિતો ય સાસળ રૂ૮ ૫ વાર ૭ ।।
‘‘નવકાર ગણતાં જાગે’’ ઇત્યાદિ છ દ્વારોનું વર્ણન થયું. હવે સાતમું ‘‘ચૈત્યગૃહ ગમન’’ (=સંઘમંદિર ગર્મન) દ્વાર છે. તેમાં ચૈત્યગૃહે જવાની વિધિને બે શ્લોકોથી કહે છે–
ઘરમંદિરમાં પૂજા કર્યા પછી અશ્વો, હાથીઓ વગેરે, પાલખી વગેરે સુખાસનો અને કર્ણરથ વગેરે રથોથી સદા યુક્ત અને સ્વજન–મિત્રોથી પરિવરેલો ઋદ્ધિમાન શ્રાવક પૂજામાં ઉપયોગી ઉત્તમ દ્રવ્યોને લઇને બીજા ભવ્ય જીવોને ઉત્તમ મોક્ષમાર્ગને બતાવતો અને શાસનની પ્રભાવના કરતો (સંઘના) જિનમંદિરમાં જાય.
પ્રશ્ન :- આડંબરથી જિનમંદિરે જતો શ્રાવક બીજાને મોક્ષમાર્ગ કેવી રીતે બતાવે ?
ઉત્તર : - તેને આ રીતે આડંબરથી જિનમંદિરમાં જતો જોઇને અન્ય ભવ્ય જીવો પણ દર્શન-પૂજન આદિ કરનારા બને. આથી તેણે તેમને મોક્ષમાર્ગ બતાવ્યો કહેવાય. કારણ કે કહ્યું છે કે – ‘શુભ કે અશુભ કાર્યમાં જેમણે પહેલાં પ્રવૃત્તિ કરી હોય, પછી તેને જોઇને બીજાઓ તેમાં પ્રવૃત્તિ કરે, તો તે પ્રવૃત્તિના કર્તા પણ ઉપચારથી જેમણે પહેલાં પ્રવૃત્તિ કરી છે તેઓ છે.’’ (૩૭–૩૮)
अहो धन्नो उ एसो उ, अहो एयस्स जीवियं । अहो माणुस्सर्य जम्मं, एयस्स य सुलद्धयं ॥ ३९ ॥ શાસનની પ્રભાવનાને જ છ ગાથાઓથી વિચારે છે –
અહો ! આ જ પુણ્યાત્મા છે. અહો ! ધર્મ અને કીર્તિનું ભાજન બનવાથી આનું જ જીવન ગણતરી કરવા લાયક છે= પ્રશંસા કરવા યોગ્ય છે. અહો ! સ્વ–પરને ઉપકાર કરનાર હોવાથી આનો જ મનુષ્ય જન્મ સફલ છે. (૩૯)
अहो भत्ती अहो रागो, अहे यस्स आयरो |
तिलोगनाहपूयाए, पुन्नवंतस्स पइदिणं ॥४०॥
અહો ! પુણ્યવંત આની ત્રિભુવનનાથની પૂજામાં પ્રતિદિન કેવી ભક્તિ છે ? અહો ! કેવો રાગ છે ? અહો!