________________
સાતમું મંદિરગમન દ્વાર
(76)
શ્રાદ્ધદિનકૃત્ય કેવો આદર છે ? ભક્તિ એટલે મસ્તક નમાવવું વગેરે બાહ્ય સેવા. રાગ એટલે રોમરાજી વિકસ્વર બની જાય ઇત્યાદિથી જણાતી અંતરની પ્રીતિ. આદર એટલે દેહશુદ્ધિ આદિમાં તત્પરતા. (૪૦)
धन्ना एयस्स रिद्धिओ, धन्नो वायं परिस्समो । धन्नो परियणो सयलो, जो एयमणुवत्तइ ॥४१॥
આની ઋદ્ધિ દાનભોગમાં ઉપયોગી બનતી હોવાથી પ્રશંસનીય છે. આનો દરરોજ જિનમંદિરમાં જવું વગેરે આ પ્રયત્ન પણ સુખનું કારણ હોવાથી પ્રશંસનીય છે. કારણકે “લોક આ લોકના કાર્યમાં સર્વપ્રયત્નોથી જેવી રીતે વિસ્તાર કરે છે તેવી રીતે જો પરલોકના કાર્યમાં લાખમા ભાગથી પણ વિસ્તાર કરે તો સુખી થાય.” (૪૧)
- જે સઘળો પરિજન એને અનુસરે છે તે ધન્ય છે. કારણકે વિશિષ્ટ લોકનો સંગ પણ કલ્યાણ કરે છે. આ વિષે ઋષિઓનું વચન આપ્રમાણે છે- જેવી રીતે મેરુપર્વતમાં રહેલું ઘાસ પણ સુવર્ણ બની જાય છે, તેવી રીતે સારા લોકનો સંગ સદાચારથી રહિતને પણ સદાચારી કરે છે.” (૪૧)
अहो एयस्स इत्थेव, जम्मे चेव पसन्नओ। भयवं अरिहंतुत्ति, सव्वसुक्खाण दायगो ॥४२॥ अन्नहा एरिसी रिद्धी, कहमेयस्स उत्तमा । रयणायरसेवाए, हवंति रयणवंतया ॥४३॥
અહો! આને મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષ એ સર્વસુખના દાતા અરિહંત ભગવાન આ પ્રમાણે આ ભવમાં પણ પ્રસન્ન થયા છે. અન્યથા(=અરિહંતની પ્રસન્નતા વિના) આને આવી ઉત્તમ ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? લોકો રત્નાકરની સેવામાં રત્નવાળા થાય છે.
આની ઋદ્ધિત્યાગવગેરે ગુણોથી યુક્ત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે, અને એથી જ ઉત્તમ છે. (૪૨-૪૩)
एएण पुन्नवंतेणं, अन्नजम्मंमि वाविओ । पुन्नरुक्खो महाकाओ, सो इन्हेिं फलिओ इमो ॥४४॥
આ પુણવતે અન્ય જન્મમાં જે વિશાળ પુણ્યવૃક્ષ વાવ્યું છે, તે આ હમણાં સુખ-સંપત્તિરૂપ ફલના સમૂહથી ફળ્યું છે. (૪૪)
एवं पसंसं पकुणंतयाणं, अणेगसत्ताण दुहाहयाणं । संमत्तरुक्खस्स महाफलस्स, तेसिं तु सो चेव य कारणं तु ॥४५॥ પ્રભાવનાના ફલને કહે છે –
દરિદ્રતા વગેરે અસાતાથી તપેલા જે અનેક જીવો આ પ્રમાણે પ્રશંસા કરે છે તેમને સર્વશ્રેષ્ઠ મોક્ષરૂપ ફળવાળા સભ્યત્વરૂપ વૃક્ષના લાભનું કારણ આ પ્રભાવક જ છે, અર્થાત્ પ્રશંસા કરનારાઓને જે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને એના ફળ રૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમાં આ પ્રભાવક જ નિમિત્ત બને છે.