________________
શ્રાદ્ધદિનકૃત્ય.
(73)
પાંચમું ચૈત્યવંદન દ્વાર घोडगलयमाईए, दोसे उस्सग्गसंतिए । कांउस्सग्गे ठिओ वज्जे, नमुक्कारं विचिंतए ॥३३॥
હવે કાયોત્સર્ગના દોષોનો ત્યાગ કરવાનું અને કાયોત્સર્ગમાં ચિંતન કરવાનું સૂત્રકાર જ કહે છે–
કાયોત્સર્ગમાં રહેલો શ્રાવક કાયોત્સર્ગના ઘોટક અને લતા વગેરે દોષોનો ત્યાગ કરે અને નમસ્કારમંત્રને ચિંતવે. (૩૩)
घोडगलया य खंभे कुडे, माले य सबरि वह निअले । लंबुत्तरथणउद्धी संजइखलिणा य वायसकवितु ॥३४॥ सीसो कंपिय मूई, अंगुलिभमुहा य वारुणी पेहा । एए गुणविस दोसा, काउस्सग्गस्स वजिज्जा ॥३५॥ (नाही करयल कुप्पर उस्सारिय पारियंमि थुई) पाठान्तरम् ।
કાયોત્સર્ગના દોષો ઘોટક, લતા, સ્તંભ-કુષ્ય, માળ, શબરી, વધૂ, નિગડ, લેબુત્તર, સ્તન, ઊર્ધ્વ, સંયતી, ખલિન, વાયસ, કપિત્થ, શિરડકંપ, મૂક, અંગુલી, ભૂ, વારુણી અને પ્રેક્ષા. કાયોત્સર્ગના આ ૧૯ દોષોનો ત્યાગ કરવો. (૧) ઘોટક:- ઘોટક એટલે અશ્વ. અશ્વની જેમ બે પગો વિષમ રહે (વાંકા, ઊંચા કે નીચા રહે) તેમ શરીર
રાખીને કાયોત્સર્ગ કરે, અર્થાત્ પગની જિનમુદ્રા ન કરે. (૨) લતા - લતા એટલે વેલડી. ઉગ્ર પવનના સંગથી જેમ વેલડી હાલે તેમ કાયોત્સર્ગમાં શરીર હાલે.
(૩) સ્તંભ:- સ્તંભ એટલે થાંભલો. થાંભલાને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. ' ' (૪) કુષ્ય:- કુષ્ય એટલે ભીત. ભીંતને ટેકો દઈને કાયોત્સર્ગ કરે.
(૫) માળ - માળ એટલે માળિયું. માળિયાને મસ્તકનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે. (૬) શબરી:- શબરી એટલે ભીલડી. જેવી રીતે વસ્ત્ર રહિત ભીલડી હાથોથી ગુમ અંગોને ઢાંકે તેમ હાથોથી
ગુમ ભાગને ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૭) વધૂઃ- કુલવધૂની માફક મસ્તક નીચું રાખીને કાયોત્સર્ગ કરે (૮) નિગડ - નિગડ એટલે બેડી. પગોમાં બેડી હોય તેમ પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ
કરે.
(૯) લખુત્તર:- અવિધિથી ચોલપટ્ટાને ઉપર નાભિમંડલની ઉપર રાખીને અને નીચે જાનુ સુધી રાખીને
કાયોત્સર્ગ કરે. (ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખવાનો મૂળ
વિધિ છે.) (૧૦) સ્તન:- ડાંસ-મચ્છર આદિનકરડે એ માટે અથવા અજ્ઞાનતાથી ચોલપટ્ટાથી સ્તનોને ઢાંકીને કાયોત્સર્ગ