________________
પાંચમું ચૈત્યવંદન દ્વાર
(72)
શ્રાદ્ધદિનકૃત્ય
(૪) વસ્ત્રના છેડાથી મુખને ઢાંકે. (૫) હાથની યોગ મુદ્રા કરે. (૬) ભક્તિથી શકસ્તવ બોલે, એટલે કે અપાર સંસાર સમુદ્રમાં ડુબતા એવા મેં વહાણ સમાન જિનેશ્વરને
પ્રાપ્ત ર્યા છે, આથી હું ધન્ય છું, ઇત્યાદિ ભાવનાથી આનંદના આંસુઓથી પૂર્ણ ચક્ષુવાળ બનીને
બોલે. (૭) સમ્યફબોલે = અખ્ખલિત આદિ ગુણોથી યુક્ત સૂત્ર બોલવું વગેરે વિધિપૂર્વક બોલે.
વિવેચન અસ્મલિતાદિ ગુણો આ પ્રમાણે છે –
અખલિત:- અચકાયા વિના બોલવું, અર્થાત્ જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું ન જોઇએ.
અમીલિતઃ- ઉતાવળથી પદો એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું. .. "
અવ્યત્યાગ્રેડિત - જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમાણે બોલવું.
પ્રતિપૂર્ણ - અનુસ્વાર, માત્રા વગેરે દબાઈન જાય તેમ શુદ્ધ બોલવું.
પ્રતિપૂર્ણઘોષ - ઉદાત્ત, અનુદાત્ત (ઊંચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બોલવાનું હોય તેવા ઉચ્ચારથી બોલવું
કંઠોકપ્રિમુક્ત - સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બોલતાં સ્પષ્ટ બોલવાં. , ગુરુવચનોપગત - સૂત્રો ગુરુ પાસેથી શીખેલાં હોવાં જોઇએ. (૩૦) काऊण वत्थदेसेण, तओ वयणढक्कणं । जोगमुद्दाइ भत्तीए, समं सक्कत्थयं भणे ॥३१॥ विसिट्ठवन्ननासेणं, भाविंतो य पयं पयं । जिणनाहस्स बिंबंमि, दिनदिट्ठी सुहासओ ॥३२॥
પછી ઊભા થઈને સ્થાપના જિનને વંદન કરવા માટે જિનમુદ્રાથી ચૈત્યસ્તવદંડકને (અરિહંત ચેઈયાણં સૂત્રને) વિધિપૂર્વક બોલે. આ જ વિષયને સૂત્રકાર કહે છે –
(૧) અભ્યપગમવગેરે સંપદાઓમાં ઉપયોગ રાખીને પ્રત્યેક પદના અર્થનું ચિંતન કરતો ચૈત્યસ્તવસૂબોલે. (૨) અક્ષરો અને પદો સ્પષ્ટ બોલે. (૩) સંપદા પ્રમાણે બોલે.
આ રીતે સૂત્ર શુદ્ધ બોલે. સૂત્ર બોલતાં જિનબિંબ સિવાયની ત્રણ દિશા તરફ નજર ન કરતાં કેવળ પ્રસ્તુત જિનબિંબ ઉપર જ દષ્ટિને રાખવી. ચૈત્યવંદનમાં નિદાન વગેરે દોષોનો ત્યાગ કરવો. ચૈત્યસ્તવ બીજું દંડક સૂત્ર છે. (૩૧-૩૨)