________________
શ્રાદ્ધદિનકૃત્ય
145 )
ગુરુવંદન અધિકાર બારમું દ્વાર કહે છે. ૧-જ્યારે ગુરુવ્યાખ્યાન, વાચનાકે પડિલેહણા વગેરે કાર્યોમાં રોકાયેલા હોય કે કોઈ શાસનના મહત્વના કાર્યને અંગે કોઈ વાતચીત કરવામાં વ્યગ્ર ચિત્તવાળા હોય ત્યારે, ૨-અવળું મુખ કરી બેઠેલા હોયસન્મુખ ન હોય ત્યારે, ૩-ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદને વશ થયા હોય ત્યારે, ૪-આહાર કરતા હોય કે કરવાની તૈયારીમાં હોય ત્યારે, તથા ૫-સ્થડિલ, માતૃવગેરે નિહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે,-એમ પાંચ પ્રસંગે વન્દન કરવું નહિ. કહ્યું છે કે –
वक्खित्त-पराहुत्ते, पमत्ते मा कयाइ वंदिज्जा । आहारं च करिते, निहारं वा जइ करेइ ॥१॥ (श्री आव०नि० गा. ११९८)
ભાવાર્થ– “વ્યાક્ષિ ચિત્તવાળા, પરાવૃત્ત, પ્રમત્ત કે જ્યારે આહાર અને નિહાર કરતા હોય ત્યારે કદાપિ વન્દન કરવું નહિ.”
ગુરુવન્દનનું એબારમુંદાર કહ્યું તેરમાદ્વારમાં ગુરુનીતેત્રીશ આશાતનાઓ આગળવદનસૂત્રની વ્યાખ્યામાં કહેવાશે. તે પછીનું ગુરુવન્દનના બત્રીસ દોષોનું ચૌદમું દ્વાર કહે છે.
अणाढिअंच थद्धं च, पविद्धं परिपिंडिअं । टोलगइ अंकुसं चेव, तहा कच्छभरिंगिअं ॥१॥ मच्छुव्वत्तं मणसा, विपउ8 तहय वेइआबद्धं । भयसा चेव भयंतं, मित्ती गारव-कारणा ॥२॥ तेणियं पडिणीयं चेव, रुटुं तज्जियमेव य ।। सद च हीलियं चेव, तहा विपलिउंचियं ॥३॥ दिट्ठमदिटुं च तहा, सिंगं च करमोअणं । आलिद्धमणालिद्धं, ऊणं उत्तरचूलिअं ॥४॥ मूअं च ढडरं चेव, चुडलिअंच अपच्छिमं । बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं पउंजए ॥५॥ (श्री आव०निर्युगा० १२०७ थी १२११) ભાવાર્થ– “આ બત્રીસ દોષોનું વર્ણન ગ્રંથકારશ્રી પોતે જ ઉપરની ગાથાઓના અર્થરૂપે જણાવે છે–
ગુરુવંદનના ૩૨ દોષો ૧. અનાદતદોષ-સંભ્રમપૂર્વક અર્થાત્ આદર વિના ઉત્સુક ચિત્તે વન્દન કરવું તે. ૨. સ્તબ્ધદોષ- આઠ મદને વશ થયેલાએ મેદાન્યપણે વન્દન કરવું તે. અહીં ૧-મનથી અભિમાની અને
શરીરથી અક્કડ, ૨-મનથી અભિમાની અને શરીરથી નમેલો, ૩–મનથી નમેલો છતાં (રોગાદિ કારણે) શરીરથી અક્કડ અને૪-મન તથા શરીર બન્નેથી નમ્ર,-એમ ચાર ભાંગા થાય. (તેમાં પહેલા બે ભાગાકુર
છે અને ત્રીજો–ચોથો ભાંગો નિર્દોષ છે.) ' ૩. પવિદ્ધદોષ- વન્દન કરતાં વચ્ચે જ અધુરી ક્રિયાએ પડતું મૂકી ચાલ્યા જવું કે મજુરની જેમ વન્દન અધુરું
કરવું તે. ( ૪. પરિપિંડિતદોષ ભેગું વન્દન કરવું તે. જેમકે ઘણા સાધુઓ એક સ્થાને હોય તે બધાને ભેગું એક વન્દન