________________
શ્રાદ્ધદિનકૃત્ય
297 )
પંદરમું ભોજન દ્વાર
ત્યારે માણસ માંસ ખાઈ શકે. માંસ ખાનાર પંચેન્દ્રિય પ્રાણીઓની હિંસા કરે છે. પૂર્વે આ આર્યદેશમાં માંદા પશુની પણ માવજત કરતા. આજે માંદા પશુની માવજતની તો વાત દૂર રહી, સાજા પશુઓને પણ તલખાને મોકલીને કમોતે મારવામાં આવે છે. ઘી-દૂધના અભાવના બહાને ઇંડાનો અને અનાજની તંગીના બહાને માછલા-માંસનો ઉપયોગ વધવા માંડ્યો છે. આનું કારણ મુખ્યતયા એક જ છે અને તે કારણ એ છે કે પરલોક ભૂલાયો છે. જો પરલોક આંખ સામે રહે તો આજે ઇંડાં અને માંસ-માછલાના ભક્ષણનો જે પ્રચાર થઈ રહ્યો છે તેન થાય. હું અહીં જીવતા જીવને મારીને ખાઈ જઉં છું. પણ પરલોકમાં મારું શું થશે? આવો વિચાર જ આવતો નથી. એટલે જ ટેસ્ટથી ઇંડાં અને માંસ-માછલાનું ભક્ષણ થઈ શકે છે. કદાચ પુણ્યોદય હશે તો આ ભવમાં વાંધો નહિ આવે, પણ પરભવમાં તેનું ફળ મળ્યા વિના નહિ રહે. કારણ કે યાહૂ વિતીચંતે તાતાદ્યતે તમ્ = “આપણે જેવું બીજાને આપીએ તેવું આપણને તેનું ફળ મળે.” એ કુદરતનો નિયમ છે. જીભના શોખીનો ભલે આ નિયમને ન માને, એની અવગણના કરે, પણ આ નિયમ ત્રિકાલાબાધિત પરમ સત્ય છે. તમે બીજાને દુ:ખ આપશો તો તમને દુઃખ મળશે. તમે બીજાને સુખ આપશો તો તમને સુખ મળશે. માંસાહારથી જીવોને દુ:ખ જ આપવામાં આવે છે. માસ માટે જીવતા જીવને મારવામાં આવે છે, ત્યારે એ જીવની કરુણ દશા થાય છે. અંતરમાં બહુ જ સંતાપ પામે છે. અતિશય ભયભીત બની જાય છે. બચાવો બચાવો એમ બોલવાનું મન થાય છે. પણ વાચા ન હોવાથી બિચારા બોલી શક્તા નથી. આવી રીતે જીવોને દુઃખી કરીને પેદા થતું માંસ ખાવાથી શું પરલોકમાં સુખ મળે ? કદી જ નહિ. અહીં એક અગત્યની વાત વિચારી લઈએ. માંસાહારના અનેક દોષોમાં જીવહિંસા મુખ્ય દોષ છે. એટલે જીવહિંસાના પાપથી બચવા જેમ માંસનો ત્યાગ કરવો જોઈએ તેમ જીવહિંસાથી બનતી વસ્તુનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. જીવહિંસાથી તૈયાર થતી વસ્તુઓમાં કોઈ વસ્તુ વર્તમાન સંયોગોના કારણે જીવન જરૂરિયાતની બની ગઈ હોય તેથી તેનો ત્યાગ ન થઈ શકે તો પણ શોખની વસ્તુઓનો તો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કારણકે તેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી જીવહિંસાને ઉત્તેજન મળે છે. જેમકે(૧) ચમક્તા અને મુલાયમ બુટ-ચંપલ ગર્ભવતી ગાયની હિંસાથી બને છે. (૨) રેશમી સાડી વગેરે કીડાની હિંસાથી બને છે. (૩) હાથીદાંતની બનાવટો હાથીની હિંસાથી બને છે. (૪) સાબુમાં ચરબીનો ઉપયોગ થાય છે. (૫) બ્રશ વગેરે વાટીવાળાં સાધનો ભુંડ વગેરે પ્રાણીઓની હિંસાથી થાય છે. (૬) ચહેરાને સુંદર બનાવવા વપરાતાં ક્રીમ પણ પ્રાણીઓને દુ:ખી કરીને તૈયાર થાય છે. જાણવા મુજબ
ક્રિીમમાં વપરાતું એસ્ટોજન એ ગર્ભિણી ઘોડીનું મૂત્ર છે. તેને મેળવવા માટે ઘોડીઓને હંમેશા બંધનમાં
રાખી તેમને અકુદરતી ખોરાક આપવામાં આવે છે. તેમને હરવાફરવાની છૂટ આપવામાં આવતી નથી. (૭) સાંભળવા મુજબ કેકમાં ઇંડાં વપરાય છે. (૮) જીલેટીન નામનો પદાર્થ કતલ કરેલા જનાવરના હાડકાં, ચામડા વગેરેમાંથી બને છે. આ જીલેટીન રબર
જેવી પીપરમીટ, દવા, કેટલાક આઇસ્ક્રીમ, કેસ્યુલ, ચોકલેટ, ટોફી વગેરેમાં વપરાય છે. - (૯) લીપસ્ટીકમાં મધમાખીનું મીણ વપરાય છે. એમીણ હજારો માખીઓ ભરે ત્યારે થોડું મળે છે. માખીને
ઉડાડીને મધપૂડો મેળવવામાં આવે છે એટલે માખીઓનો ખોરાક ઝૂંટવી લેવામાં આવે છે. આથી તેમને