SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય બહુબીજ, અજાણ્યાં ફળો, સંધાન, અનંતકાય, વેંગણ, ચલિતરસ, તુચ્છળ અને કાચા ગોરસ સાથે દ્વિદળ. ૨૨ અભક્ષ્ય (૧ થી ૪) મદિરા, મધ, માંસ અને માખણ, આ ચાર અભક્ષ્ય છે. આ ચારેયમાં તેના જેવા અસંખ્ય સૂક્ષ્મ જીવો સદા ઉત્પન્ન થાય છે અને મરે છે. 296 (૧) મદિરા :- મહુડા, દ્રાક્ષ અને તાડી વગેરે વસ્તુઓને કોહરાવીને મદિરા બનાવવામાં આવે છે. કોહરાવવામાં અસંખ્ય કીડાઓ ઉત્પન્ન થાય છે. પછી ગરમ કરવાથી તે કીડાઓનો નાશ થાય છે. તથા મદિરા તૈયાર થયા પછી પણ તેમાં તેના જેવા વર્ણવાળા અસંખ્ય જીવો સતત ઉત્પન્ન થાય છે અને મરે છે. મદિરાના પાનથી માણસ લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ, ધર્મ વગેરેથી રહિત બની જાય છે. દારૂના નશામાં માણસ લજ્જાહીન બનીને ન કરવા જેવું કરે છે. એકવાર દારૂનું વ્યસન પડ્યા પછી માણસ તેનાથી છૂટી શકતો નથી. એથી એ વ્યસન માટે નિરર્થક ધનને બરબાદ કરે છે. મદિરાના વ્યસનથી જ્ઞાનતંતુઓ ઉપર ખોટી અસર પડે છે. એથી ધીમે ધીમે જ્ઞાનતંતુઓ નબળા પડતા જાય છે. મદિરાના કેફમાં હોય ત્યારે માણસ બુદ્ધિહીન બની જાય છે એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. મદિરાના વ્યસનવાળાને પ્રાય: ધર્મની ભાવના ન થાય. કદાચ કોઈને ધર્મની ભાવના થાય તો પણ વિશેષ ધર્મ ન કરી શકે. તથા તેને ધર્મમાં તેવા ઉત્કૃષ્ટ ભાવ પણ આવવા દુર્લભ છે. મદિરાના કેફમાં માણસ હિંસા, મારામારી વગેરે કરી નાખે છે અને એથી એનું જીવન બરબાદ બની જાય છે. દ્વારિકા નગરી બળીને ખાખ થઈ ગઈ એનું મૂળ મદિરાપાન હતું. મદિરાના સેવનથી શરીર પણ ધીમે ધીમે કમજોર બનતું જાય. જઠરાગ્નિ મંદ પડતો જાય છે. પરિણામે શરીરમાં અનેક રોગો ઘર કરી જાય છે. દારૂની જેમ સ્પીરીટ, આલ્કોહૉલ, આસવ, તાડી, નીરો વગેરે માદક પદાર્થો પણ અભક્ષ્ય છે. વિવેકી શ્રાવકે જેમાં મદિરાના તત્ત્વો આવતા હોય તેવી દવાઓનો પણ ઉપયોગ નહિ કરવો જોઈએ. આયુર્વેદિક દવાઓમાં દ્રાક્ષાસવ વગેરે આસવો પણ અભક્ષ્ય છે. કેમકે બધી જ જાતના આસવો દારૂની જેમ ઔષધિઓને કોહરાવીને બનાવવામાં આવે છે. જરૂરી વસ્તુઓ ભેગી કરીને તે વસ્તુઓને થોડા દિવસો સુધી જમીનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન તેમાં જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. (૨) મધ :- મધમાખીઓ મધપુડો બનાવે છે, અને એ મધપુડાને લેવા માટે મધપુડા આગળ ધુમાડો કરીને મધમાખીઓને અતિશય ત્રાસ આપવામાં આવે છે. ત્રાસથી મધમાખીઓ ઊડી જાય છે. પણ ઉડવા માટે અશક્ત તેના બચ્ચાઓ મરી જાય છે. તથા લાખો ઝીણાં માખીનાં ઇંડાં મરણ પામે છે. મધમાખીઓએ ઘણી મહેનતે બનાવેલો મધપુડો આ રીતે લઈ લેવામાં મધમાખીઓને કેટલું દુ:ખ થતું હશે ? તમે ક્લ્પના કરો કે એક માણસે ઘણાં વર્ષો સુધી મહેનત કરીને ધન એકઠું કર્યું હોય અને ચોર તે ધન ચોરી જાય તો તેને કેટલું દુ:ખ થાય ? આ રીતે હિંસાથી મેળવેલું મધ કેવી રીતે વાપરી શકાય ? વળી મધમાં નિરંતર અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. (૩) માંસ :- માંસ અંગે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – કોઈપણ જીવનો ઘાત થતાં જ તેના માંસમાં તેના જેવા વર્ણવાળા અનંત જીવો ઉપજે છે. કાચા કે પકાવેલા એ બંને પ્રકારના માંસમાં અનંતા જીવો સતત ઉપજે છે અને મરે છે. જીવહિંસા વિના માંસ ન મળે. માંસનું વ્યસન માણસને નિર્દય બનાવે છે. હૃદય કેટલું બધું નિર્દય બને
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy