________________
સત્તાવીસમુંબાઈકદોષવિપક્ષ ચિંતન દ્વાર
396
શ્રાદ્ધદિનકૃત્ય
અહીં નિશીથ સૂત્રમાં કહેલાં બે દષ્ટાંતો છે. તે આ પ્રમાણે– સાધુ સમુદાયમાં કષાયો ઉત્પન્ન થાય ત્યારે ઉપશમન કરવું. અન્યથા મહાન અનર્થ થાય.
બે કાંચડાનું દષ્ટાંત જેમકે – એક મોટા જંગલમાં ઘણી વનરાજીથી શોભતું સરોવર હતું. ત્યાં ઘણા જલચર પ્રાણીઓ અને પક્ષીઓ બેઠા હતા. એ જંગલમાં એક મોટું હાથીઓનું ટોળું રહે છે. એકવાર ઉનાળામાં હાથીનું ટોળું વૃક્ષની શીતલ છાયામાં બેઠું હતું. આ વખતે બે કાચંડા (=કાકીડા) લડવા લાગ્યા. તેમને લડતા જોઈને વન દેવતાએ. બધાને સ્વભાષામાં ઘોષણા કરી કે- “હે હાથીઓ હે જલવાસીઓ! સાંભળો. હે વસ-સ્થાવર જીવો! આ બધાય તમે મારું વચન સાંભળો. જ્યાં બે કાચંડા લડે છે ત્યાં વિનાશની સંભાવના છે.” માટે તમે લડતા એવા તેમની ઉપેક્ષા ન કરો. આ પ્રમાણે કહેવા છતાં જલચર વગેરે પ્રાણીઓએ વિચાર્યું – લડતા આ કાચંડા અમને શું કરશે ? આમ વિચારીને બધાએ વનદેવતાના વચનની અવગણના કરી. લડાઈમાં એક કાચંડો હારી ગયો. આથી ઊંચું મુખ કરીને સૂતેલા હાથીના સૂંઢમાં આ બિલ છે એમ સમજીને પ્રવેશ્યો. બીજો પણ તેની પાછળ તેમાં પ્રવેશ્યો. ત્યાં પણ બંને યુદ્ધ કરવા લાગ્યા. આથી હાથી વ્યાકુળ થઈ ગયો. આથી હાથીએ વનને ભાંગી નાખ્યું. તેમાં રહેલા ઘણા જીવોને મારી નાખ્યા. પાણીને વલોવીને જલચર જીવોનો ઘાત કર્યો. તળાવની પાળ ભાંગી નાખી. આથી તળાવ નાશ પામ્યું. બધા જલચર જીવો નાશ પામ્યા.
વળી બીજું
પ્રબળ અધિકરણ (ઝગડો) ઉત્પન્ન થાય ત્યારે પાસે રહેલા સાધુઓએ બંનેને છૂટા પાડીને ઉપશાંત કરવા જોઈએ. ગુરુએ તે બંનેને કહેવું કે હે આર્યો! ઉપશાંત થાઓ, ઉપશાંત થાઓ. ઉપશાંત નહિ થયેલાને સંયમ ક્યાંથી હોય ? અને સ્વાધ્યાય પણ ક્યાંથી હોય ? માટે ઉપશાંત થઈને સ્વાધ્યાય કરો. આ પ્રમાણે દ્રમની જેમ શાકપત્રોથી સુવર્ણરસનો ત્યાગ ન કરો. આ વિષે દષ્ટાંત આ પ્રમાણે છે
દ્રમકનું દષ્ટાંત ધન મેળવવાની ચિંતામાં પડેલા દ્રમકને એક પરિવ્રાજકે પૂછ્યું : આમ તું ચિંતામાં કેમ પડ્યો છે? તેણે કહ્યું હું દરિદ્રતાથી પરાભવ પામ્યો છું. પરિવ્રાજકે કહ્યું: હું તને ધનવાન કરું છું. હું તને જ્યાં લઈ જઉં
ત્યાં તું આવ અને તને જે કરવાનું કહ્યું કે તારે કરવું. પછી ભાતું સાથે લઈને તે બંનેએ ગહન ઝાડીમાં પ્રવેશ કર્યો. પરિવ્રાજકે તેને કહ્યું: ઠંડી, ગરમી, પવન અને પરિશ્રમને ગણવું નહિ, અર્થાત્ એ બધું સહન કરવું, સુધાતૃષાને સહન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અચિત્ત કંદમૂલ-પત્ર-પુષ્પ ફલનો આહાર કરવો, જરા પણ ક્રોધ ન કરવો, આ બધાનું પાલન કરવા પૂર્વક શમીવૃક્ષના પર્ણપુટોથી સુવર્ણરસને લેવો. દ્રમકે આ વિધિથી સુવર્ણ રસ લઈને તુંબડું ભર્યું. પછી બંને ચાલ્યા. માર્ગમાં પરિવ્રાજક દ્રમકને કહ્યું: તું મારા પ્રભાવથી ધનવાન થઈશ. વારંવાર આ પ્રમાણે કહેવાથી ગુસ્સે થયેલા દ્રમકે કહ્યું: જો તારા પ્રભાવથી – મહેરબાનીથી ઐશ્વર્યા છે તો મારે તે ઐશ્વર્યનું પ્રયોજન નથી. આમ કહીને શાકપત્રોથી સુવર્ણરસનો ત્યાગ કરવા લાગ્યો. સુવર્ણરસનો ત્યાગ કરતા તેને પરિવ્રાજકે કહ્યું: શાકપત્રોથી સુવર્ણરસનો ત્યાગ ન કર, નહિ તો પાછળથી શોક કરીશ. આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે – એ પ્રમાણે ગુરુ પણ કષાય કરનારા સાધુઓને કહે કે તમે કલહ ન કરો. નહિ તો પાછળથી પરિતાપ પામશો. અહીં શમીપત્ર સમાન અનુષ્ઠાનો છે. સંયમ રૂપ સુવર્ણસ છે. શાક્ષત્રસમાન ક્ષાયો છે.