________________
દ્વારો
શ્રાદ્ધદિનકૃત્ય
વગેરે ત્રણ યોગ છે. એ યોગનું છ આવશ્યક કારણ છે. કારણ કે છ આવશ્યક સર્વ અતિચારોની શુદ્ધિ કરે છે. આથી ઉપચારથી છ આવશ્યક પણ યોગ છે. કારણ કે અહીં જ આગળ આ દ્વારનું વિવરણે કરતાં સૂત્રકાર યોગ શબ્દથી છ આવશ્યકનું સૂચન કરશે. અર્થાત્ છ આવશ્યક કરવાં એ યોગ છે.
10
(૫) ચૈત્યવંદન - દ્રવ્યપૂજા-ભાવપૂજારૂપ ચૈત્યવંદન કરવું.
(૬) પ્રત્યાખ્યાન - નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરવું. વિધિ પૂર્વ = નવકાર ગણવા વગેરે સર્વ અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાં.
(૭) જિનમંદિરગમન - (સંઘના) જિનમંદિરમાં જવાનો વિધિ.
(૮) સત્કાર - પુષ્પ આદિથી જિન બિંબોનું પૂજન કરવું.
(૯) વંદન - પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિથી જિનબિંબોને નમસ્કાર કરવો.
(૧૦) પ્રત્યાખ્યાન - ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરવું, અર્થાત્ ઘરે વગેરે સ્થળે જાતે લીધેલું પચ્ચક્ખાણ ગુરુની સાક્ષીએ કરવું.
(૧૧) શ્રવણ - આગમનું શ્રવણ કરવું.
(૧૨) મુનિપૃચ્છા - સાધુઓના શરીર સુખની વિગત પૂછવી. આ પ્રમાણે કરવાથી વિનય કર્યો ગણાય.
(૧૩) ઉચિત કરણીય - સાધુની માંદગી આદિ અવસ્થામાં ઔષધદાન અને ઉપદેશ (=બીજાને ભલામણ કરવી) વગેરે જે કરવા યોગ્ય હોય તે કરવું. અન્યથા પૂર્વે કરેલી પૃચ્છા બહુ સાર્થક ન બને. (૧૪) વ્યવહાર - અવિરુદ્ધ (=લોકમાં કે લોકોત્તરમાં નહિ નિંદાયેલો) વ્યવહાર = વ્યવસાય કરવો.
(૧૫) ભોજન - હવે (૧૭૧ મી ગાથાથી) કહેવાશે તે વિધિથી મધ્યાહ્નકાળે ભોજન કરવું. તે આ પ્રમાણે– ભોજન કરતાં પહેલાં જિનપૂજા, મુનિદાન, સાધર્મિભક્તિ, ઉચિતદાન, પરિવારની સંભાળ, પચ્ચક્ખાણનું સ્મરણ વગેરે વિધિથી મધ્યાહ્નકાળે ભોજન કરવું.
(૧૬) સંવરણ - ભોજન પછી ગંઠિસહિત કે દિવસચરિમ વગેરે જે પ્રત્યાખ્યાનની સંભાવના હોય તે પ્રત્યાખ્યાન કરે.
(૧૭) શ્રવણ - જિનમંદિરમાં (અહીં જિનમંદિરમાં એટલે જિનમંદિરની પાસે રહેલા મંડપ વગેરેમાં) આગમનું શ્રવણ કરવું. પ્રાય: કરીને જિનમંદિરમાં આગમનું વ્યાખ્યાન થાય છે. અહીં જિનમંદિરનું ગ્રહણ આગમનું વ્યાખ્યાન કરવાનાં અન્યસ્થાનોનું ઉપલક્ષણ છે, અર્થાત્ બીજા સ્થાનોમાં પણ આગમવ્યાખ્યાન થઇ શકે છે. આથી જિનમંદિરમાં આગમનું શ્રવણ કરવું એ વિધાન સાધુઓ જિનમંદિરમાં જ રહે એવું સૂચન કરતું નથી. કારણ કે સાધુઓનું જિનમંદિરમાં અવસ્થાન મહાઆશાતનાનું કારણ છે. આ વિષયને સૂત્રકાર જ આગળ પ્રગટ કરશે.
(૧૮) સત્કાર - સંધ્યાએ જિનબિંબોનું પૂજન કરવું.
(૧૯) વંદનાદિ - ગુરુઓને વંદન કરવું, છ આવશ્યક કરવાં.
(૨૦) યતિવિશ્રામણ - સ્વાધ્યાય, સંયમ અને વેયાવચ્ચ આદિથી થાકેલા અને પુષ્ટ આલંબનથી તેવા પ્રકારના શ્રાવક વગેરે પાસેથી પણ શરીરનો થાક દૂર કરવાને ઇચ્છતા સાધુઓનું વિશ્રામણ=અંગમર્દન કરવું.