________________
દ્વારો
શ્રાદ્ધદિનકૃત્ય
( 1 ) (૨૧) ઉચિતયોગ- પોતાની ભૂમિકાને યોગ્ય નમસ્કારમંત્રનું ચિંતન વગેરે વ્યાપાર(=સાધના) કરવો, ભણેલાનો
સ્વાધ્યાય કરવો, આવૃત્તિ કરવી વગેરે. (૨૨) ગૃહગમન - પોતાના ઘરે જવું. પોતાના ઘરે જવું એ તો શ્રાવકના પોતાના યોગથી સિદ્ધ છે. આથી તેનું
વિધાન કરવું નિરર્થક છે. માટે અહીં સૂત્રકાર પોતાના ઘરે જવું એમ કહીને સ્વપરિવારને ધર્મદેશના કરવા
માટે ઘરે જવું, અર્થાત્ સ્વપરિવારને દેશના કરવી, એમ જણાવે છે. (૨૩) વિધિશયન - વિધિપૂર્વક શયન કરવું. શયનની વિધિ કહે છે- (સૂતાં પહેલાં) ધર્માચાર્ય અને જિન
આદિનું સ્મરણ કરવું. ચાર શરણનો સ્વીકાર કરવો વગેરે. (૨૪) અબ્રહ્મત્યાગ-અબ્રહ્મનો પ્રાય: ત્યાગ કરવો. અબ્રહ્મનો ત્યાગ મોહની જુગુપ્સાથી થાય. આથી મોહનીય
કર્મની જુગુપ્સાકરવી = મોહથી થતા સત્યદોષોને પ્રગટ કરવા, અથ ભોહના કારણે થતા દોષોનું ચિંતન
કરવું. (૨૫) સ્ત્રીશરીરસ્વરૂપચિંતન - સ્ત્રીશરીરનું સ્વરૂપ વિચારવું. સ્ત્રીમાં આસક્ત ચિત્તવાળાઓને આ લોકમાં
અને પરલોકમાં થતા અનર્થોનું ચિંતન કરવું (૨૬) સ્ત્રીસંગનિવૃત્તબહુમાન સ્ત્રીસંગ આદિથી નિવૃત્ત થયેલા જીવો ઉપરબહુમાનભાવ રાખવો = ભક્તિથી
પૂર્ણ પ્રીતિ રાખવી. (૨૭) બાધકોષવિપક્ષ ચિંતન - પાછલી રાતે જાગ્રત અવસ્થામાં બાધક દોષોના વિપક્ષોને વિચારે = ધર્મકાયને
પીડા કરનારા વિષયાભિલાષ વગેરે જે દોષો, તે દોષોના વિરોધી જે ભવવૈરાગ્ય વગેરે શુભભાવો, તે
શુભભાવોનું ચિંતન કરે. (૨૮) ધર્માચાર્ય સ્મરણ - પાછલી રાત્રિમાં જાગ્રત અવસ્થામાં વિશુદ્ધચારિત્રી એવા પોતાના ગુરુ ધર્માચાર્યને
ચિંતવે, અર્થાત્ હું ક્યારે તેમની સદા સેવા કરીશ એમ ભાવના ભાવે. કારણ કે તેમની પાસે જ દીક્ષા
લેવાનો અધિકાર છે. * આ પ્રમાણે ઋદ્ધિસંપન્ન અને ઋદ્ધિરહિત એ બંને પ્રકારના શ્રાવકનાં દિનત્યોનો સંક્ષેપથી સામુદાયિક અર્થ જાણવો. જેવી રીતે સાધુઓએ દશ પ્રકારની ચકવાલ સામાચારી પ્રતિદિન કરવી જોઇએ તે રીતે શ્રાવકે આ કર્તવ્યો પ્રતિદિન કરવાં જોઇએ.
આ પ્રમાણે છ ગાથાનો સમુદાય ( ભેગો) અર્થ છે. અવયવાર્થ (એક એક દ્વારનો અલગ અલગ અર્થ) તો દરેક દ્વારમાં સૂત્રકાર કહેશે. (૨ થી ૭ ગાથા પૂર્ણ થઈ.) (૨-૭)
(W