________________
પહેલું નમસ્કાર દ્વાર
12
શ્રાદ્ધદિનકૃત્ય
(૧) નમસ્કાર દ્વાર
निसाविरामंमि विबुद्धएणं, सुसावएणं गुणसायरेणं ।
देवाहिदेवाण जिणुत्तमाणं, किच्चो पणामो विहिणारेणं ॥८ ॥ दारं १ ॥
જે પ્રમાણે ઉદ્દેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઇએ એ નિયમ હોવાથી ‘નમસ્કાર’ એ પ્રથમ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે.
-
રાત્રિ ચાર ઘડી (=લગભગ દોઢ કલાક) બાકી હોય ત્યારે જાગેલા ગુણસાગર એવા સુશ્રાવકે દેવાધિદેવ એવા જિનોત્તમોને = તીર્થંકરોને વિધિથી બહુમાનપૂર્વક નમસ્કાર કરવો જોઈએ = નવકાર ગણવા જોઈએ.
ગુણસાગર સુશ્રાવક - શ્રાવકના અક્ષુદ્રતા વગેરે એકવીસ ગુણો અને ભાષામાં કુશળતા વગેરે ઘણા ગુણો હોવાના કારણે ગુણોનો સાગર જેવો શ્રાવક તે ગુણસાગર સુશ્રાવક. અહીં શ્રાવક એવો શબ્દ પ્રયોગ ન કરતાં સુશ્રાવક એવો શબ્દ પ્રયોગ કર્યો છે. સુશ્રાવક કેમ છે એ જણાવવા માટે ગુણસાગર એવું વિશેષણ છે. ગુણસાગર હોવાથી સુશ્રાવક છે.
દેવાધિદેવ - દેવોથી પણ જે અધિક હોય, તેના પણ જે દેવ તે દેવાધિદેવ. ભવનપતિ વગેરે દેવો છે. તે દેવોથી ઐશ્વર્ય આદિ વડે ઈન્દ્ર અધિક છે. તે ઈન્દ્રોના પણ જે દેવ તે દેવાધિદેવ. તીર્થંકરો ઈન્દ્રોને પણ પૂજ્ય હોવાથી
દેવાધિદેવ છે.
જિનોત્તમ - જિનોમાં ઉત્તમ તે જિનોત્તમ. જિન એટલે સામાન્ય કેવલી. સામાન્ય કેવલીઓમાં ચોત્રીશ અતિશયો વગેરેથી ઉત્તમ = પ્રધાન તે જિનોત્તમ, અર્થાત્ જિનોત્તમ એટલે તીર્થંકરો.
વિધિથી - નમસ્કાર કરવાનો (=નમસ્કાર મહામંત્ર ગણવાનો) વિધિ હવે પછી કહેવાશે.
વિવેચન
શ્રાવકે બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરવો જોઇએ.
સૂર્યોદય પહેલાંના લગભગ દોઢ કલાક જેટલા સમયને બ્રાહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. આરાધના માટે જેમ સારા ભાવની જરૂર છે તેમ શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની પણ જરૂર છે, કારણ કે શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળથી આત્મામાં સારા ભાવ આવે છે.
આત્મા ઉપર દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અસર થાય છે
જેમ શરીર ઉપર દ્રવ્ય-ક્ષેત્ર અને કાળની અસર થાય છે, તેમ કર્મયુક્ત છદ્મસ્થ આત્મા ઉપર પણ દ્રવ્યક્ષેત્ર અને કાળની અસર થાય છે. પુષ્ટિકારક આહારથી શરીર બળવાન બને છે. રસ-કસ વિનાના આહારથી શરીરમાં નબળાઇ આવે છે. મદિરા વગેરે માદક આહારથી મગજમાં સુસ્તી અને બ્રાહ્મી આદિ ઔષધિથી સ્ફૂર્તિ આવે છે. અપથ્ય આહારથી શરીરમાં બિમારી આવે છે. ઔષધ અને પથ્ય આહારથી શરીરમાંથી બિમારી દૂર થાય છે. આ દ્રવ્યની અસર છે. શુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત વધારે સારી બને છે, અને અશુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત વધારે ખરાબ બને છે. આ ક્ષેત્રની અસર છે. શિયાળામાં શરીરમાં વધારે જોમ આવે છે. નબળો
માત્ર નામનો ઉલ્લેખ કરવો, અથવા અત્યંત સંક્ષેપથી કહેવું એ ઉદ્દેશ છે. વિસ્તારથી વર્ણન કરવું એ નિર્દેશ છે. જે ક્રમથી ઉદ્દેશ કર્યો હોય (=નામનો ઉલ્લેખ કર્યો હોય કે સંક્ષેપથી કહ્યું હોય) તે જ ક્રમથી નિર્દેશ કરવો જોઇએ = વિસ્તારથી વર્ણન કરવું જોઇએ એવો નિયમ છે.