________________
શ્રાદ્ધદિનકૃત્ય
13)
પહેલું નમસ્કાર દ્વાર પણ માણસ શિયાળામાં વધારે ખોરાક લઇ શકે છે. ઉનાળામાં શરીર થોડું શિથિલ બને છે. આ કાળની અસર છે. જેમ આ રીતે શરીર ઉપર શુભ અને અશુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની શુભ અને અશુભ અસર થાય છે. તેમ આત્મા ઉપર પણ શુભ અને અશુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની શુભ અને અશુભ અસર થાય છે. અનીતિનું ધન, દેવદ્રવ્યનું ભક્ષણ આદિ ધર્મનાં અનુષ્ઠાનોમાં શુભભાવ આવવામાં બાધક છે. આથી જ મહાપુરુષોએ ધન, આહાર, આદિ કોઈપણ પ્રકારનું દાન નીતિથી મેળવેલા ધનથી કરવાનું કહ્યું છે. લોહી, હાડકાં, મૃતકલેવર આદિવાળું ક્ષેત્ર પણ શુભભાવમાં બાધક છે. આથી જ અમુક અનુષ્ઠાનો કરતાં પહેલાં જે સ્થળે અનુષ્ઠાન કરવાના હોય તેની ચારે બાજુ સો ડગલામાં ભૂમિનું નિરીક્ષણ કરીને લોહી આદિદેખાય તો તેને દૂર કરીને ભૂમિને શુદ્ધ કરવાનું વિધાન છે. દીક્ષા સારા ક્ષેત્રમાં આપવી એવું શાસ્ત્રોમાં વિધાન છે. (૧) ભગવાનથી પવિત્ર થયેલી ભૂમિમાં દીક્ષા આપવી, એટલે કે ભગવાને જ્યાં કાયોત્સર્ગ ર્યો હોય, દેશના આપી હોય, ચાતુર્માસ રહ્યા હોય તેવા સ્થળે દીક્ષા આપવી. (૨) તેના અભાવે જિનમંદિરની બાજુમાં દીક્ષા આપવી. અથવા શેરડીની વાડીમાં, જ્યાં વડ-પીપળા વગેરે (દૂધાળા) વૃક્ષોનો સમૂહ હોય તેવા સ્થળે, કે પાણી પ્રદક્ષિણા આપતું હોય તેવા જળાશયની પાસે દીક્ષા આપવી. પણ ભાંગેલા, બળેલા, શ્મશાન વગેરેમાં કે અપવિત્ર દ્રવ્યોથી ખરાબ થયેલા ક્ષેત્રમાં દીક્ષા ન આપવી. તેવી રીતે અશુભકાળ પણ શુભભાવમાં બાધક બને છે. આથી જ શાસ્ત્રોમાં અકાળે સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. તથા દીક્ષા વગેરે શુભ ધાર્મિક કાર્યો સારા મુહુર્ત કરવાનું વિધાન છે. સારું દ્રવ્ય, સારું ક્ષેત્ર, અને સારો કાળ ધર્મના અનુષ્ઠાનોમાં ભાવવૃદ્ધિનું કારણ બને છે. આથી જ શ્રાવકને પૂજામાં સ્વશક્તિ મુજબ સારાં દ્રવ્યો વાપરવાનું કહ્યું. શ્રાવકો સાધુઓ પાસે મસ્તકે વાસક્ષેપ નખાવે છે, તેનું કારણ પણ આ છે. વાસક્ષેપ મંત્રથી અને મહાપુરુષના સ્પર્શથી અત્યંત શુભ બની જવાથી જેના મસ્તકે તે પડે છે તેના ઉપર શુભ અસર કરે છે, આથી તેના વિચારો આદિમાં પરિવર્તન આવે છે. પૂજામાં જેમ દ્રવ્યો ઊંચાં તેમ ભાવવધારે આવે. બીજા સ્થળે જિનનાં દર્શનવંદન-પૂજન આદિમાં જે ભાવ આવે તેના કરતાં તીર્થસ્થળમાં અધિક ભાવ આવે છે. આથી જ તીર્થોનો મહિમા
મહાપુરુષોના પવિત્ર શરીરમાંથી શુભ પુલોનો પ્રવાહ સદા નીકળતો રહે છે. તે આજુબાજુમાં ફેલાય છે. આથી જ્યાં મહાપુરુષો બિરાજમાન હોય ત્યાનું વાતાવરણ પવિત્ર હોવાથી ત્યાં આવનારને સારા વિચારો આવે છે. તેવી રીતે ચાલુ દિવસોમાં ધર્મના અનુષ્ઠાનોમાં જે ભાવ આવે તેનાથી પર્વ દિવસોમાં અધિક ભાવ આવે. આથી પર્વદિવસોમાં ધર્મનાં અનુષ્ઠાનોથી વિશેષ લાભ મળે છે. આમાં કાળનું માહાત્મ છે.
બ્રાહ્મમુહર્ત ઉત્તમકાળ છે. કારણકે સ્વાભાવિક રીતે જ તે સમયનું બાહ્ય વાતાવરણ આલ્હાદક હોય છે. બ્રાહ્મમુહુર્તના સમયે બાહ્ય વાતાવરણ તદ્દન શાંત અને સ્વચ્છ હોય છે. ઊંઘથી તન-મનને આરામ મળી ગયો હોવાથી તનમાં રૂર્તિ અને મનમાં તાજગી હોય છે. મગજ તદ્દન ફ્રેશ હોય છે. આથી તે સમયે ધર્મક્રિયા બહુજ ઉલ્લાસથી અને સ્કૂર્તિથી થાય છે. બાહ્ય વાતાવરણ બ્રાહ્મ મુહૂર્તમાં જેટલું સારું હોય છે, તેટલું સારું બીજા કોઇ સમયમાં હોતું નથી.
- ધર્મક્રિયાનું ફળ ઉલ્લાસના આધારે મળે છે. ઉલ્લાસ વિના ધર્મક્રિયા કરવાથી તેનું યથાર્થ ફળ મળતું નથી. આથી દરેક ધર્મક્રિયા ખૂબ ઉલ્લાસથી કરવી જોઇએ. ધર્મક્રિયામાં જેમ ઉલ્લાસ વધારે તેમ ફળ વધારે. ધર્મમાં ફળનો આધાર બાહ્ય કિયા નહિ, કિંતુ આંતરિક ઉલ્લાસ છે. ક્રિયા જેમ વધારે, તેમ ફળ વધારે એમ નહિ, કિંતુ ધર્મક્રિયામાં જેમ ઉલ્લાસ વધારે તેમ ફળ વધારે. હોમિયોપેથિક વગેરે દવાઓમાં સો, પાંચસો, હજાર એમ પાવર આવે છે. દવા