________________
(
9
)
શ્રાદ્ધદિનકૃત્ય
દ્વારા એટલે નાશ. દોષોનો નાશ થવો તે અપાયાપગમ. ભગવાનના રાગાદિ સર્વ દોષો દૂર થયા હોવાથી ભગવાનને અપાયાપરમ અતિશય હોય છે.
જ્ઞાનાતિશય - સર્વોત્કૃષ્ટ જ્ઞાન એ જ્ઞાનાતિશય છે. ભગવાનને કેવલજ્ઞાન હોવાથી જ્ઞાનાતિશય હોય છે.
પૂજાતિશય-સર્વોત્કૃષ્ટ પૂજાએ પૂજાતિશય છે. દેવો-ઈન્દ્રો પણ ભગવાનની પૂજા કરે છે. માટે ભગવાનને પૂજાતિશય છે.
વચનાતિશય - સર્વોત્કટ વચન એ વચનાતિશય છે. ભગવાન અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવાનની એક જ ભાષામાં અપાતી દેશનાને દેવો, મનુષ્યો અને પશુ-પક્ષીઓ પોત પોતાની ભાષામાં સમજે છે. તથા ભગવાનની ૩૫ ગુણોથી યુક્તવાણી એક યોજન સુધી સંભળાય છે. આથી ભગવાનને વચનાતિશય હોય છે.
(અહીં પહેલી ગાથા પૂર્ણ થઈ.) (૧) પહેલી ગાથામાં “શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ'' એમ કહ્યું છે. આથી શ્રાવકોના દિનકૃત્યોને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ૬ દ્વાર ગાથાઓને કહે છે
नवकारेण विबोहो १, अणुसरणं २ सावओ वयाइं मे ३। जोगो ४ चिइवंदणमो ५, पच्चक्खाणं च विहिपुव्वं ६ ॥२॥ तह चेईहरगमणं ७, सक्कारो ८ वंदणं ९ गुरुसगासे । पच्चक्खाणं १० सवणं ११, जइपुच्छा १२ उचियकरणिजं १३ ॥३॥ अविरुद्धो ववहारो १४, काले तह भोयणं १५ च संवरणं १६ । चेइहरागमसवणं १७, सक्कारो १८ वंदणाईयं (इंच) १९ ॥४॥ जइविस्सामण २० मुचिओ, जोगो नवकारचिंतणाईओ २१ । गिहगमणं २२ विहिसयणं २३, सरणं गुरुदेवयाईणं ॥५॥ अब्बंभे पुण विरई २४, मोहदुगंछा सतत्तचिंता य । इत्थीकडेवराणं २५, तव्विरएसुं च बहुमाणो २६ ॥६॥ बाहगदोसविवक्खे २७, धम्मायरिए य उज्जुयविहारे २८ ।
एसो दिणकिच्चस्स उ, पिंडत्थो से समासेणं ॥७॥ ॥ दारगाहाओ ॥ (૧) નમરકાર - નવકાર ગણતાં જાગવું. (૨) સ્મરણ પછી હું શ્રાવક છું વગેરે યાદ કરવું. (૩) વ્રત - મારે અણુવ્રતો વગેરે કેટલાં વ્રતો-નિયમો છે તે યાદ કરવું. . (૪) યોગ - યોગ કરવો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ મુખ્ય છે. જીવને
મોક્ષની સાથે જે જોડી આપે તે યોગ. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્યારિત્ર એ ત્રણરત્ન મોક્ષનું અવધ્ય ( નિષ્ફળ ન જાય તેવું) કારણ છે, એટલે કે એ ત્રણ જીવને મોક્ષની સાથે જોડી આપે છે, આથી સમ્યજ્ઞાન