________________
મંગલાચરણ
શ્રાદ્ધદિનકૃત્ય બ્રાહ્મણકુળમાં જ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં જ ઉત્પન્ન થયેલો શ્રાવક કહેવાય છે એવું નથી. કારણ કે શ્રાવકપણાનું કારણ કુળ નથી, ક્તિ વિશિષ્ટ કિયા (અહીં જણાવ્યા મુજબ જિનવચનશ્રવણની કિયા) છે. આથી ઉક્ત રીતે જે કોઈ જિનવચનશ્રવણની ક્રિયા કરે તે શ્રાવક બની શકે છે.
નિણવયoi =જિનવચનને એ પદથી એ સૂચિત કર્યું છે કે જિન સિવાય બીજાનાં વચનો પ્રામાણિક ન હોવાથી તેનાથી ધર્મ-મોક્ષ રૂપ કાર્ય સિદ્ધ ન થતું હોવાથી સાંભળવા યોગ્ય નથી.
પ્રશ્ન:- જિનવચન પરલોકહિતકર છે. આથી જિનવચનને સાંભળે એટલું જ ન કહેતાં પરલોકહિતકર જિનવચનને સાંભળે એમ શા માટે કહ્યું?
ઉત્તર:-અપેક્ષાએ જ્યોતિષશાસ્ત્ર વગેરે પણ પરલોકહિતકર છે, તથા જિન સિવાય અન્ય દર્શનકારોનાં વચનો પણ પરલોકહિતકર છે. આથી જ કહ્યું છે કે –
जे जत्तिया अ हेऊ, भवस्स ते चेव तत्तिया मुक्खे ।
गणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ॥ ओघनि ० ५४ . .. “જે અને જેટલા સંસારના હેતુઓ છે તે અને તેટલા જ મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બનેનાં કારણોથી અસંખ્ય લોક સમાન રૂપે ભરેલા છે. અર્થાત્ સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણો સમાનપણે અસંખ્ય છે.”
જ્યોતિષશાસ્ત્ર વગેરે અને અન્ય દર્શનકારોનાં વચનો પરલોકહિતકર છે, પણ પરંપરાએ, સાક્ષાત્ નહિ. જ્યારે જિનવચન સાક્ષાત્ પરલોકહિતકર છે. આ ભેદ દર્શાવવા અહીં પરલોકહિતકર જિનવચન એમ કહેવામાં આવ્યું છે.
જિનવચન ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ. ઉપયોગ વિના સાંભળવાથી લાભ થતો નથી. આથી જ કહ્યું
છે કે –
निद्दाविगहापरिवजिएहिं गुत्तेहिं पंजलिउडेहिं ।
भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥ १००६ । पं. व. “નિદ્રા અને વિકથાનો ત્યાગ કરી, (ગુહિં)જિનવાણીશ્રવણ સિવાયની ક્રિયાઓનો ત્યાગ કરી, અંજલિ જોડી, જિનવાણીશ્રવણમાં એકાગ્ર બનીને, ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ.”
અતિ તીવ્રર્મનો નાશ થયા વિના દંભરહિત અને ઉપયોગપૂર્વક જિનવચનનસાંભળી શકાય. માટે અહીં “અતિ તીવ્રકર્મનો નાશ થવાથી” એમ કહ્યું છે. જો કે કોઈક અવસ્થામાં અભવ્ય પણ વ્યવહારથી દંભરહિત અને ઉપયોગપૂર્વક જિનવચન સાંભળે છે, પણ તેના અતિતીવ્રકર્મનો નાશ ન થયો હોવાથી તે ઉત્કૃષ્ટ શ્રાવકન કહેવાય. (અહીં પચાશકની ગાથાનો અર્થ પૂર્ણ થયો.)
અરિહંતના આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય એમ બાર ગુણો છે. આઠ પ્રાતિહાર્યો ૪૬મા પેજમાં જણાવવામાં આવશે. અતિશય એટલે બીજા કોઈમાં ન હોય તેવી વિશેષતા. ચાર અતિશયો અને તેનો અર્થ આ પ્રમાણે છે
જિનેશ્વરના ચાર અતિશયો અપાયાપગમાતિશય-આમાં અપાય અને અપગમે એમ બે શબ્દો છે. અપાય એટલે દોષો. અગમ