________________
મંગલાચરણ
યતિલક્ષણસમુચ્ચય ગ્રંથમાં સંવિગ્ન બહુજનોએ કરેલી આચરણાને પ્રમાણ કહી છે. સંવિગ્ન એટલે મોક્ષના અભિલાષી. સંવિગ્ન શબ્દનો આ શબ્દાર્થ છે. સંવિગ્ન શબ્દનો તાત્પર્યાર્થ ગીતાર્થ છે. કારણ કે ગીતાર્થ વિના બીજાઓને પારમાર્થિક સંવેગ ન હોય. અહીં બહુજન એટલા માટે કહ્યું છે કે સંવિગ્ન પણ એક જન અનાભોગ અને અજ્ઞાનતા આદિથી ખોટું આચરણ કરે. તેથી એક સંવિગ્ન પણ પ્રમાણ નથી.
શ્રાદ્ધદિનકૃત્ય
7
‘‘એક સંવિગ્ન પણ પ્રમાણ નથી’’ એ નિયમ સામાન્યથી છે. વિશેષથી તો એક સંવિગ્ન પણ પ્રમાણ છે. આથી જ એક સ્થળે કહ્યું છે કે
जंजी सोहिकरं, संवेगपरायणेणं दंतेण । इक्व आइन्नं, तेण उ जीएण ववहारो ॥ ५३ ॥
‘‘સંવેગમાં તત્પર અને દાંત એવા એક પણ પુરુષે આત્મશુદ્ધિને કરનારી જે આચરણા કરી હોય તે આચરણાથી વ્યવહાર થાય.
99
એક પણ બહુશ્રુત જો અશઠ હોય (=સરળ હોય) તો તેનું આચરેલું પ્રમાણ છે. આ વિષે પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું છે કે
असढेण समाइन्नं, जं कल्पइ केणइ असावज्जं ।
न निवारियमण्णेहि अ, बहुमणुमयमेअमाइण्णं ॥ ४७६ ॥
‘અશઠ (=રાગ-દ્વેષથી રહિત) એવા પ્રામાણિક કોઇ ગીતાર્થે કોઇ તેવા પુષ્ટકારણે સ્વભાવથી અસાવદ્ય (=પાપથી રહિત) એવું જે કંઈ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો અન્ય ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય તે આચરણ કહેવાય. આમ આ આચરણ ઘણાઓને સંમત હોય.’’
ચૈત્યવંદન મહાભાષ્યમાં આચરણનું મહત્ત્વ જણાવતાં કહ્યું છે કે
तम्हा अनायमूला, हिंसारहिया सुझाणजणणी य । सूरिपरंपरपत्ता, सुत्तव्व पमाणमायरणा ॥ २५ ॥
તેથી અજ્ઞાત મૂલવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી, સૂરિ પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.’’
અજ્ઞાત મૂળવાળી એટલે ક્યારથી શરૂ થઇ અને કોણે શરૂ કરી તે જાણવામાં ન આવ્યું હોય તેવી. શ્રાવકનું લક્ષણ
પંચાશકમાં શ્રાવકનું લક્ષણ નીચે મુજબ જણાવ્યું છે.
परलोयहियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । અતિવ્વવિમા, સુધ્ધોનો સાવળો થૅ ।। ૧-૨
‘પરલોક માટે હિતકર જિનવચનને અતિતીવ્ર કર્મનો નાશ થવાથી દંભરહિત ઉપયોગપૂર્વક જે સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે.’’
પંચાશકની આ ગાથાની ટીકાનો ભાવાનુવાદ આ પ્રમાણે છે–
અહીં (નો=) ‘જે’ પદથી એ જણાવ્યું છે કે ઉક્ત રીતે જે કોઈ જિનવચનને સાંભળે તે શ્રાવક છે. જેમ