________________
મંગલાચરણ
શ્રાદ્ધદિનકૃત્યા
આ પ્રમાણે છે
દ્રવ્યવંદન વિષે પાલકનું દષ્ટાંત કૃષ્ણ મહારાજાના શાંબ અને પાલક વગેરે અનેક પુત્રો હતા. એકવાર શાંબ અને પાલકે કૃષ્ણ મહારાજાની પાસે અશ્વરત્નની (ઉત્તમ ઘોડાની) માંગણી કરી. અન્ય એક હતો, અને માંગનારા બે હતા. આથી કૃષ્ણ મહારાજા અથ કોને આપવો અને કોને ન આપવોએ વિચારમાં પડ્યા. વિચારતાં તેમણે એક ઉપાય શોધી કાઢ્યો. તેમણે તે બેને કહ્યું: જે આવતી કાલે શ્રી નેમિનાથ ભગવાનને પહેલાં વંદન કરશે તેને આ અથરત્ન આપીશ. કૃષ્ણ મહારાજાની આકેવી ભાવદયા? જે વધારે કમાણી કરી લાવશે, અથવા જે મારી સેવા કરશે, તેને અશ્વ આપીશ એમ ન કહ્યું. મહાનુભાવો! આમાં તમારે પણ સમજવા જેવું છે. તમે પણ તમારા છોકરાને આવા ઉપાયથી પણ ધર્મકરાવવાનો કે ધાર્મિક અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરી શકો. પણ તે ક્યારે બની શકે ? તમારા હૃદયમાં સંતાનોની ભાવદયા જાગે ત્યારે જ આ બની શકે. પ્રસ્તુતમાં અથરત્ન મેળવવાના લોભથી પાલક સવારના વહેલો ઊઠીને અંધારામાં ભગવાનને વંદન કરવા ગયો. શાબે ઊઠતાં જ શા ઉપરથી ઊઠીને ત્યાં જ રહીને બે હાથ જોડ્યા, પછી ભગવાનને આંખ સામે લાવીને નતમસ્તકે ભાવથી નમસ્કાર ક્ય. થોડો સૂર્યનો પ્રકાશ થતાં પાલકે કૃષ્ણ મહારાજાની પાસે જઈને કહ્યું હું શાંબ ઊઠ્યો એ પહેલાં જ ભગવાન પાસે જઈને વંદન કરી આવ્યો છું, માટે મને અથરત્ન આપો. શ્રીકૃષ્ણ કહ્યું હું એમ ન આપું. ભગવાનને પૂછીને ખાતરી કરીને પછી આપીશ. સમય થતાં કૃષ્ણ મહારાજ ભગવાનની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થયા પછી ભગવાનને પૂછ્યું: શાંબ અને પાલક એ બેમાંથી કોણે આપને પહેલું વંદન કર્યું છે? ભગવાને કહ્યું શાંબે મને પહેલું વંદન કર્યું છે. કારણ કે પાલકનું વંદન અથરત્ન મેળવવાના આશયથી થયું હોવાથી દ્રવ્યવંદન છે. શાબનું વંદન આત્મકલ્યાણના ધ્યેયથી થયું હોવાથી ભાવવંદન છે. આથી કૃષ્ણ મહારાજે શાબને અથરત્ન આપ્યું.
આચરણા પણ પ્રમાણ છે અહીં “તીર્થકરોના આગમને અનુસરીને અને બહુશ્રુત એવા અશઠ પુરુષોએ આચરેલી આચરણાને અનુસરીને શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ” એમ કહીને આચરણા પણ પ્રમાણ છે એ વિષયનું સમર્થન કર્યું છે. જેમ આગમ પ્રમાણ છે, તેમ આચરણા પણ પ્રમાણ છે. આથી જયતિલક્ષણ સમુચ્ચયવગેરેમાં આગમ અને આચરણા એ બંનેને મોક્ષમાર્ગ કહ્યો છે. કેવી આચરણા પ્રમાણ છે એનું સ્પષ્ટીકરણ અહીં કર્યું છે. બહુશ્રુત એવા અશઠ પુરુષોએ આચરેલી આચરણા પ્રમાણ છે. આગમથી અવિરુદ્ધ આચરણા પ્રમાણ છે. અમુક આચરણા આગમથી વિરુદ્ધ છે કે નહિ તે બહુશ્રુત જ જાણી શકે. હવે બહુશ્રુત હોય પણ જો શઠ હોય તો પણ આગમ વિરુદ્ધ આચરણા પોતે શરૂ કરે, અથવા અન્ય કરેલી આગમ વિરુદ્ધ આચરણાને પ્રમાણ માને. માટે બહુશ્રુત એવા અશઠની આચરણા પ્રમાણ ગણાય. બહુશ્રુત બનવું હજી સરળ છે, પણ અશઠ= સરળ બનવું એ ઘણું કઠીન છે. જ્યારે શઠપુરુષો બહુશ્રુત બની જાય ત્યારે શાસનને પ્રાય: નુકસાન થાય છે. આથી જ સરળતાનું ઘણું મહત્ત્વ છે. આ વિષે પંચવસ્તુકગ્રંથમાં કહ્યું છે કે
ण य किंचि अणुन्नायं, पडिसिद्धं वावि जिणवरिदेहि ।
तित्थयराणं आणा, कज्जे सच्चेण होअव्वं ॥ २८० ।। જિનેશ્વરોએ કોઈપણ કાર્ય માટે એકાંત વિધાનકે એકાંત નિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્ય પ્રસંગે સત્ય = સરળ બનવું જોઈએ. દંભકરીને ખોટુઆલંબન ન લેવું જોઈએ.”