________________
શ્રાદ્ધદિનકૃત્ય
મંગલાચરણા સાતમીને જવાબ આપ્યો કે: પાલી નથી. (ગાય ભેંસ વગેરેને ગર્ભ રહેવાના સમયને લોકો પાલી કહે છે.) માટે ભેંસ ગાભણી થઈ નથી.
આઠમીને કહ્યું: તે સ્ત્રી પાલી ( પગપાળા ચાલીને આવી) નથી. અર્થાત્ તે ચાલીને નથી આવી તેથી તે થાકી નથી.
નવમીને કહ્યું: દાન દેવાની આજે પાલી (વારો) નથી. દસમીને કહ્યું: પાળ (પાલી) બાંધેલી નથી તેથી જળપ્રવાહમાંથી પાણી વહ્યું જાય છે. અગીયારમીને કહ્યું: મારા માથામાં પાલી (જુ) નથી તેથી ચોટલો બાંધેલો છે. બારમીને કહ્યું : પાલી = કાનનો અંતભાગ નથી તેથી કુંડલ કેવી રીતે પહેરાય? તેરમીને કહ્યું: આ જંગલમાં ચોર લોકોની પાલી (વસતી) નથી તેથી કોઇ ભય નથી. ચૌદમીને કહ્યું: મારે ખોળો (પાલી) નથી તેથી ફળ શેમાં લઉં?
પંદરમીને જવાબ આપ્યો કે અહીં કોઇ આડશ (પાલી) બાંધેલી નથી તેથી બધી બકરીઓ શી રીતે ગણી શકાય?
પુષ્પવતીના આ એક જ જવાબથી બધી જ સ્ત્રીઓને પોતાનો જવાબ મળી ગયો. સામાન્ય માણસમાં પણ આ પ્રમાણે એક જ શબ્દ કે વાક્યમાં ભિન્ન પ્રશ્નોના જવાબ આપવાની બુદ્ધિ હોય તો કેવળજ્ઞાની ભગવંતમાં તો તેવું સામર્થ્ય કેટલું બધું હોય છે. ' “અરિહંતનું એક વચન સમકાળે અનેક લોકોની સંશયશ્રેણિને એકી સાથે હરી લે છે તે ઉપર બુઢણ આહિરની સ્ત્રીઓનું દષ્ટાંત સાંભળીને વિચારવું કે તેમાં કોઈ જ આશ્ચર્ય નથી.”
સવાલ અનેક જવાબ એક દષ્ટાંત ૩ આ વિષયને સમજવા માટે નીચેનું દષ્ટાંત પણ ઉપયોગી બને તેવું છે. કોઈએ ત્રણ પ્રશ્નો પૂછ્ય- તે કદી કેમ ન પીધી? તેં દવા કેમ ખાધી નહિ? પડાં ધોવા છતાં પડાંઓમાં ચમક કેમ ન આવી? આનો જવાબ
ગળીનહતી” એવા એક જ વાક્યથી આપ્યો. ક્તી ગળી = મીઠી ન હતી માટે ન પીધી. દવા ગળી = મીઠી ન હતી માટેના ખાધી. ૫ડામાંકપડાને સ્વચ્છ બનાવનાર ગળીનામનો પદાર્થ નાખ્યો હતો તેથી કપડાંઓમાં ચમક ન આવી. એ રીતે બીજા ત્રણ પ્રશ્નો આ પ્રમાણે છે- રણમાં મુસાફર કેમ મરી ગયો? રાજાએ મોતી કેમ ન લીધું? તલવાર નકામી કેમ બની ? આ ત્રણ પ્રશ્નોનો “પાણી ન હતું” એવો એક જવાબ છે. રણમાં પીવાનું પાણી ન હતું. માટે મુસાફર તૃષાથી મરી ગયો. મોતીમાં પાણી નહતું, અર્થાત્ મોતી પાણીદાર ન હતું, માટે રાજાએ મોતીન લીધું. તલવાર પાણી ધાર વિનાની હતી માટે નકામી બની. બીજા પણ ત્રણ પ્રશ્નો આ પ્રમાણે છે- હોળી કેમ ન ઉજવી? કામ બરોબર કેમ ન થયું? ચિત્રકારે ચિત્રકેમ નદોર્યું? આ ત્રણ પ્રશ્નોનો “રંગન હતો' એવો એક જ જવાબછે. રંગવાનો રંગ ન હોવાથી હોળી ન ઉજવી. કામ કરનાર રંગમાં = આનંદમાં નહતો માટે કામ બરોબર ન થયું. રંગવાનો રંગ ન હોવાથી ચિત્રકારે ચિત્ર ન દોર્યું. આમ સામાન્ય માણસ પણ આ રીતે એક જ વાક્યથી અનેક પ્રશ્નોનો ઉત્તર આપી શકતો હોય તો અતિશયવંત પ્રભુ અનેક પ્રશ્નોના જવાબો એક જ વાક્યથી આપીને એકી સાથે અનેકના સંશયોને દૂર કરે એમાં શી નવાઈ? . દ્રવ્યથી નમસ્કાર થાય, ભાવથી ન થાય એ પહેલા ભાગમાં જણાવેલ પાલકનો દ્રવ્ય નમસ્કારનો પ્રસંગ