________________
આઠમું સત્કાર દ્વાર
(88
શ્રાદ્ધદિનકૃત્ય. જે મૈથુનસ્થા અને પૂર્વોક્ત સઘળી વિઠ્યાઓનો જિનમંદિરમાં ત્યાગ કરે છે, તેની નિસીહિ (સાચી) થાય છે એમ કેવલીઓએ કહ્યું છે. (૫૬)
पुणो निसीहियं काउं, पविसे जिणमंदिरे । पुव्वुत्तेण विहाणेण, कुणइ पूर्य तओ विऊ ॥५७॥ . ગભારામાં પ્રવેશ કરવાની વિધિને કહે છે
વિચક્ષણ શ્રાવક ફરી નિશીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી પૂર્વોક્ત (૨૪મી ગાથામાં કહેલ) મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે. (૫૭)
कायकंड्यणं वज्जे, तहा खेलविगिंचणं । थुइथुत्तभणनं चेव, पूयंतो जगबंधूणो ॥५८॥ વળી–
જગતના બંધુશ્રી જિનેશ્વરની પૂજા કરતો શ્રાવક શરીરે ખણવું, થુંક-બળખો વગેરે કાઢવું, સ્તુતિ-સ્તોત્રો બોલવાં, એ બધાનો ત્યાગ કરે. (૫૮)
घूसिणकप्पूरमीसंतु, काउं गंधोदगं वरं । तओ भुवणनाहे उ, न्हवेइ भत्तिसंजुओ ॥५९॥
સ્નાત્રની (=પ્રક્ષાલની) વિધિને કહે છે
ભક્તિયુક્ત શ્રાવક પહેલાં કેસર,પુર, સર્વ ઉત્તમ ઔષધિઓ અને ચંદન વગેરે ભેળવીને પાણીને સુગંધી કરે. પછી તે પાણીથી ત્રિભુવનનાથ શ્રી જિનેશ્વરને સ્નાન કરાવે. (૫૯)
गंधोदएण न्हवणं, विलेवणं पवरपुप्फमाईहिं । कुजा पूर्य फलेहिं, वत्थेहिं आभरणमाईहिं ॥६०॥ આ અર્થને તથા હવે કહેવારો તે અર્થને અન્યગ્રંથથી સંગત કરતા સૂત્રકાર જ કહે છે –
શ્રાવક સુગંધી પાણીથી શ્રીજિનને સ્નાન કરાવે, કેસર વગેરેથી વિલેપન કરે, કેવડાનું ફૂલ વગેરે ઉત્તમ પુષ્પો, વાલક (=સુગંધિદ્રવ્ય વિશેષ) વગેરે, ફળો, વસ્ત્રો, આભૂષણો અને ચંદરવો વગેરેથી પૂજા કરે. (૬૦)
सुकुमालेण वत्थेणं, सुगंधेणं तहेव य । गायाइं विगयमोहाणं, जिणाणमणुलुहए ॥६१॥ આ જ વિષયને કંઈક વિસ્તારના સૂત્રકાર નવ ગાથાઓને કહે છે –
સ્નાન કરાવ્યા પછી મોહરહિત શ્રી જિનોનાં અંગોને અતિશય કોમળ અને સુગંધીવસ્ત્રથી (=અંગલુહણાથી) લુછે = કોરાં કરે. (૬૧)
* I
TI
શબ્દનો ટીકામાં ચંદન અર્થ કર્યો છે પણ સંસ્કૃત-પ્રાકૃત શબ્દકોશમાં ધુળ શબ્દનો ચંદન અર્થ જોવામાં આવ્યો નથી. તથા ટીકામાં આગળ જન શબ્દ આવતો હોવાથી અનુવાદમાં હુકુળ શબ્દનો કેસર અર્થર્યો છે.