________________
શ્રાદ્ધદિનકૃત્ય
(89)
આઠમું સત્કાર દ્વારા कप्पूरमीसियं काउं, कुंकुमं चंदणं तहा । तओ य जिणबिंबाणि, भावेण मणुलिंपए ॥६२॥
કેશર-ચંદનને પૂરથી મિશ્રિત કરીને, અર્થાત્ કેશર, ચંદન અને પૂર એ ત્રણનું મિશ્રણ કરીને તેનાથી પરમભક્તિથી શ્રી જિનબિંબોને વિલેપન કરે. (૬૨)
वन्नगंधोवमेहिं च, पुप्फेहिं पवरेहि य । नाणापयारबंधेहिं, कुज्जा पूर्व वियखणो ॥६३॥
વિવિધ રીતે પુષ્પપૂજાની રચના કરવામાં કુશળ શ્રાવક સુંદર વર્ણવાળા અને સુગંધી એવા ઉત્તમ પુષ્પોને પરોવવા કે ગૂંથવા વગેરે રીતે વિવિધ રચના કરીને પુષ્પપૂજા કરે. (૬૩)
वत्थगंधेहिं पवरेहिं, हिययाणंददायए । जिणे भुवणमहिए, पूयए भत्तिसंजुओ ॥६४॥
ભક્તિયુક્ત શ્રાવક ચીનાંશુક વગેરે ઉત્તમ વસ્ત્રોથી અને ઉત્તમ સુગંધી (વાસક્ષેપવગેરે) દ્રવ્યોથી હૃદયને આનંદ આપનારા અને વિશ્વપૂજિત એવા જિનોની પૂજા કરે.
संखकुंदोवमेहिं च, अखंडफलिएहि य । अक्खएहिं विसिटेहिं, लिहए अट्ठमंगले ॥६५॥
શંખ અને મોગરાના પુષ્પ જેવા શ્વેત અખંડ અને ફૂટેલા ન હોય તેવા શાલી અને તંદુલ વગેરે જાતિના ઉત્તમ અક્ષતોથી અષ્ટ મંગલની રચના કરે. (૬૫)
दप्पणभद्दासणवद्धमाण सिरिवच्छमच्छवरकलसा । '' સન્થિયનવાવા, ત્રિહિમ માત્મયા દુદ્દા
દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય, કળશ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત આ આઠ મંગલો શાસ્ત્રમાં કહ્યાં છે.
દર્પણ = આરિસો. ભદ્રાસન = નેતરનું આસન. વર્ધમાન = શરાવ સંપુટ, અર્થાત્ સીધા કોડિયાની ઉપર ઊંધું કોડિયું મૂક્યું હોય તેવો આકાર. અથવા એક પુરુષ ઉપર બીજો આરૂઢ થયો હોય તેવો આકાર. શ્રીવત્સ = ઉત્તમ પુરુષોના હૃદય (છાતી) ઉપર રહેલી એક ઊંચી આકૃતિ. મત્સ્ય = માછલું. કળશ = કુંભ. સ્વસ્તિક અને નંદ્યાવર્ત જાણીતા છે.
પ્રશ્નઃ-ગાથામાં ગણાઇ એમ ગષ્ટ શબ્દનો બે વાર પ્રયોગ કેમ કર્યો છે?
ઉત્તર:- એક પણ મંગલની અષ્ટમંગલ સંજ્ઞા છે. જેમકે એક પણ પૂજાવાળા ઉત્સવની અષ્ટાલિકા એવી સંજ્ઞા છે. અથવા પ્રત્યેક મંગલની અટાર એવી સંજ્ઞા છે. (૬૬)
ચીનદેશના સારા વસ્ત્રને ચીનાંશુક કહેવામાં આવે છે.