________________
આઠમું સત્કાર દ્વારા
(90)
શ્રાદ્ધદિનકૃત્ય कुसुमेहिं पंचवन्नेहि, पूयए अट्ठमंगले । चंदणेण विसिडेण, दले पंचंगुलीतलं ॥६७॥
પંચરંગી પુષ્પોથી અષ્ટમંગલને પૂજે. કેશરમિશ્રિત ચંદનથી પાંચ આંગળી પૂર્વક હાથના તળિયા વડે થાપો આપે. (૬૭)
कुसुमेहिं पंचवन्नेहिं, पूयए भत्तिसंजुओ । चंदणेण तहेवावि, तओ पंचंगुलीतलं ॥६८॥
ભક્તિપૂર્વક શ્રાવક પંચરંગી પુષ્પોથી અષ્ટમંગલને પૂજે. પછી કેશરમિશ્રિત ચંદનથી પાંચ આંગળીપૂર્વક હાથના તળિયા વડે થાપો આપે. (૬૮)
अगरकप्पूरमीसं तु, दहे धूवं वियक्खणो । आरत्तियाइपजंतं, करे किच्चं तओ पुणो ॥६९॥
ધૂપ કરવાની વિધિમાં કુશલ શ્રાવક અગર અને પુરથી મિશ્રિત લોબાન અને ગુગળ વગેરે ધૂપ દ્રવ્યોથી ધૂપ કરે. ત્યાર બાદ આરતિ આદિ સુધીનાં કર્તવ્યોને કરે.
અગર એ સુગંધી કાષ્ઠ વિશેષ છે. ગુજરાતી ભાષામાં તેને અગરચંદન કહેવામાં આવે છે. પૂજાનો આ વિધિ રાજપ્રસ્ત્રીય ઉપાંગમાં પણ છે. (૬૯)
देविंददाणविंदेहि, नारएणं जहा कयं । पभावईइ देवीए, तहा नढे करे विऊ ॥७०॥ આરતિના અવસરે નૃત્ય કરવું જોઈએ. આથી દષ્ટાંત સહિત નૃત્યને કહે છે – દેવોના સ્વામી શકેન્દ્ર, દાનવોના સ્વામીચમરેન્દ્ર અને પ્રભાવતીએ જે રીતે નૃત્ય ક્યું હતું તે રીતે નૃત્ય કરે.
શકેન્દ્રની સ્થા વીસમા તીર્થંકરના શાસનમાં થયેલો શ્રાવક કાર્તિક શેઠ મૃત્યુ પામીને દેવોનો સ્વામી શકેન્દ્રથયો. તે કેન્દ્ર વિશાખાપુરીમાં બહુપૂર્ણક ઉદ્યાનમાં બિરાજેલા શ્રીવીર જિનની સમક્ષ ભેદ-પ્રભેદથી સહિત જે રીતે નૃત્ય કર્યું તે રીતે નૃત્ય કરવું. (શકેન્દ્ર જાતે દિવ્ય નૃત્ય કર્યું તથા ઈન્દ્રાણીઓએ અને અપ્સરાઓએ પણ વિધિપૂર્વક ગીતવાજિંત્ર પૂર્વક નૃત્ય કર્યું હતું.).
ચમરેન્દ્રની કથા વંધ્ય પર્વતની પાસે રહેલા બિભેલ ગામમાં પૂરણ નામનો ગૃહસ્થ હતો. તેણે વૈરાગ્યથી તાપસી દીક્ષા લીધી. તે છઠના પારણે છઠું કરતો હતો. તે મૃત્યુ પામીને દાનવોનો સ્વામી અમરેન્દ્રથયો. તે સ્વસ્થ અવસ્થામાં રહેલા શ્રી વીરસ્વામીનું શરણું સ્વીકારીને શકેન્દ્રને (=પહેલાદેવલોકના ઈન્દ્રને) જીતવા માટે કેન્દ્રની પાસે આવ્યો.
અહીં ૬૭-૬૮ એ બંને ગાથાઓનો અર્થ સમાન છે. એથી મૂળ ગ્રંથકારે ૬૮મી ગાથા સાક્ષી રૂપે બીજા ગ્રંથમાંથી અહીં લીધી હોય એવી સંભાવના છે.