________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 167)
ગુરુવંદન અધિકાર શરીરની જ દવા જાણું છું, જ્યારે એ મહાપુરુષો આત્માની દવા જાણે છે. આત્માની દવા કરવા માટે મારે તેમની પાસે જવું પડે છે. માટે સાધુઓ મારા વંદનીય છે. એવી રીતે શેઠ પણ કહે કે હું તમારો શેઠ છું, પણ મારા શેઠ સાધુઓ છે. હું ભૌતિક સંપત્તિનો માલિક છું. જ્યારે સાધુઓ આધ્યાત્મિક સંપત્તિના માલિક છે. મારી સંપત્તિ વિનાશશીલ અને પરિણામે દુ:ખ આપનારી છે, જ્યારે આધ્યાત્મિક સંપત્તિ અવિનાશી અને શાંતિને આપનારી છે. આથી સાધુઓ મારા વંદનીય છે.
કુમારપાળ મહારાજનું દષ્ટાંત આ પ્રમાણે વકીલ વગેરે કહે તો સામો માણસ યોગ્ય હોય તો સારી અસર થયા વિના ન રહે. માટે શ્રીમંત વગેરેએ સાધુ સામે મળે તો બે હાથ જોડી માથું નમાવી ખાસ વંદન કરવું જોઈએ. કુમારપાળ મહારાજાએ જેવાતેવા પણ જૈન સાધુને મારે વંદન કરવું એવો નિયમ લીધો હતો. એક વખત રાજમાર્ગે હાથી પર બેસીને સૈન્ય સહિત કુમારપાળ મહારાજા જઈ રહ્યા હતા.
આ વખતે તેમણે એક જૈન સાધુને જોયા. તે સાધુએક હાથમાં પાનનું બીડું પકડીને અને એક હાથ વેશ્યાના ખભા ઉપર મૂકીને કામની ચેષ્ટા કરતો હતો. તેના પગમાં જોડાતા. આચારથી ભ્રષ્ટ પણ તે મુનિને જોઈને રાજાએ હાથી ઉપર બેઠાં બેઠાં બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ ક્ય. મુનિની શિથિલતા માટે તેમણે વિચાર કર્યો કેઆમાં મુનિનો દોષ નથી. તેવાં બળવાન કર્મો તેની પાસે આકરાવે છે. જ્યારે કર્મોને હઠાવવા પ્રયત્ન કરે છે ત્યારે કર્યો અને જીવ એ બેનું યુદ્ધ ચાલે છે. તેમાં ક્યારેક જીવ બલવાન બનીને કોં ઉપર વિજય મેળવે છે. ક્યારેક જીવ નબળો બની જવાથી કે કર્મો બહુ બલવાન હોવાથી ર્મો વિજય મેળવે છે. આવો વિચાર કરીને તેમણે મુનિ શિથિલ હોવા છતાં તેમના ઉપર જરાય દ્વેષ કર્યો નહિ. આ જોઈ વાભઠ્ઠમંત્રીને શરમ આવી અને દુ:ખ થયું. રાજા જેવા સમજદાર માણસો પણ સુ અને કુનો ભેદ ન જુએ તો કુગુરુઓને (=અનાચારને) પ્રોત્સાહન મળે. લોકો તો “મદીનનોવેન તિઃ સન્ધાઃ ' =“મોટા માણસો જે રસ્તે જાયતે માર્ગ છે એમ માનીને મોટા કરે તે પ્રમાણે કરનારા બને છે. રાજા જો ગુરુઓને નમે તો પ્રજા પણ તેમને નમે. આમ થવાથી કુગુરુઓને પ્રોત્સાહન મળે. કુગુરુઓને પ્રોત્સાહન એટલે શિથિલાચાર–અનાચારને પ્રોત્સાહન. આથી રાજાને આચારથી રહિત મુનિને નમસ્કાર કરતા જોઈને વાગભટ્ટ મંત્રીને દુઃખ થયું. વામ્ભટ્ટ મંત્રીએ આવાત આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મહારાજને કરી. આચાર્યદેવે કુમારપાળ મહારાજાને સુગુરુ અને કુગુરુનો ભેદ સમજાવીને કુગુરુને વંદન ન કરવું જોઈએ, સુગુરુઓને વંદન કરવું જોઈએ, એમ કહ્યું. કુગુરુઓને વંદન કરવાથી કીર્તિકે નિર્જરા થતી નથી, બલ્ક કાયલેશ અને અશુભ કર્મબંધ થાય છે. આથી રાજાએ સુગુરુને જે વંદન કરવાનો નિર્ણય કર્યો. * ભગવાનનો વેશ જ જોઈને નમસ્કાર કરનારાઓએ આ પ્રસંગ વિચારવો જોઈએ. માત્ર ચારિત્રનો વેશ જોઈને નમસ્કાર કરનાર કાચ અને ચિંતામણિરત્નને સમાન માનનારની જેમ અજ્ઞાન છે. એવાઓ ભોજન વખતે આપણને તો માત્ર શાક જોઈએ એમ વિચારીને ગમે તેવું શાક વેચાતું લે છે કે પછી બરોબર જોઈને લે છે? આપણે તો માત્ર કાપડ જોઈએ એમ વિચારીને ગમે તેવું કાપડ લઈ લે છે કે પછી જાત-પોત, રંગ વગેરે તપાસીને લે છે ? સુ અને કુના ભેદમાં પંચાત માનનારાઓ કોઈની પાસે સો રૂપિયા લેવાના હોય અને પેલો ન આપતો હોય તો કેટલી પંચાત કરે છે? સુ અને કુના ભેદમાં પંચાત માનનાર વાસ્તવિક રીતે ધર્મને પામ્યો જ નથી. શ્રાવક વ્યક્તિરાગી બની જાય કોઈ અમુક જ સાધુનો રાગી બની જાય તે પણ ઠીક નહિ ઉપકારી હોય તેથી વિશેષ ભક્તિ કરે એ બરોબર છે. પણ બીજાની ઉપેક્ષા ન કરવી જાઈએ.