________________
168.
ગુરુવંદન અધિકાર
શ્રાદ્ધદિનકૃત્ય. હવે તે મુનિનું શું થયું તે જોઈએ. રાજાએ નમસ્કારક્ય એટલે તે મુનિને શરમ આવી. મુનિ યોગ્ય હોવાથી વિચારવા લાગ્યા કે –“અધમ પુરુષોમાં શિરોમણિ સમાન મને ધિક્કાર છેઅતિ દુર્લભ ચારિત્રવ્રતરૂપ ચિંતામણિ પામીને મેં પ્રમાદરૂપ સાગરમાં ફેંકી દીધો. પૂર્વનામુનિઓએ મળેલા ભોગોનો ત્યાગ કરીને વ્રતનો સ્વીકાર કર્યો હતો.
જ્યારે હુંવ્રતધારી બનીને ભોગોની ઈચ્છા કરું છું. શક્તિનહોવાથી જે પુરુષ ચારિત્રનો સ્વીકાર કરતો નથી, તે હજી કંઈક સારો, પણ વ્રત લઈને અનાચાર સેવનાર પુરુષ સારો નથી. આવા ધર્મી રાજાને મેં પણ વંદન કરાવ્યું. આથી દુનિયામાં મારા જેવો કોઈ ખરાબ નથી....આથી હવે હું અનાચારનો ત્યાગ કરી સુંદર ચારિત્ર પાળું. જેથી હું અને રાજા બને પણ કોઈ વખત લાને પાત્ર બનીએ નહિ.” આમ વિચારી મુનિએ પ્રાયશ્ચિત્ત લઈને ફરીથી ચારિત્રનો સ્વીકાર કર્યો. ચારિત્રનો સ્વીકાર કરી પાપની શુદ્ધિ માટે જીવન પર્યત અનશનનો સ્વીકાર કર્યો. અર્થાત્ જીવન પર્યત આહારનો ત્યાગ કર્યો. આખા પાટણ શહેરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. નગરના લોકો દરરોજ તેમનાં દર્શન માટે આવવા લાગ્યા. કુમારપાળ મહારાજા પણ તેમના દર્શન-વંદન માટે આવ્યા. રાજાને વંદન કરતા જોઈને મુનિએ કહ્યું- હેરાજ! તમે મને વંદન કરો. તમે તો મારા ગુરુ છો. આ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યા. હું તેમનો ગુરુ કેવી રીતે? હું ગૃહસ્થ આ સાધુનો ગુરુ કેવી રીતે બની શકું? રાજા મુનિને આ વિષયમાં પ્રશ્ન કરે એ પહેલાં જ મુનિએ ખુલાસો કરી દીધો. તે વખતે આપે મને વંદન કર્યું ન હોત તો મારો પ્રમાદ દૂર ન થાત. રાજાએ મુનિના પરાક્રમની પ્રશંસા કરીને ના કહેવા છતાં મુનિને વંદન ક્યું. કેટલાક દિવસો પછી મુનિ દેવલોક પામ્યા.
આપણે અહીંએ વિચારવાનું છે કે રાજાએ જેવાતેવા પણ સાધુને વંદન કરવાનો નિર્ણયએ ભલે ઠીક નર્યું, પણ એમને સાધુ પ્રત્યે બહુમાન કેવું હતું એ જોવાનું છે. પોતે રાજા હોવા છતાં નાના-સામાન્ય સાધુને પણ વંદન કરવામાં સંકોચ અનુભવતા ન હતા. હું રાજા છું, આ સાધુ નાના-સામાન્ય છે, તો હું તેમને વંદન કેમ કરું? એમ તેમને નાના સાધુને વંદન કરવામાં શરમ આવતી નહતી. નાના-સામાન્ય સાધુને વંદન કરવાનું, અને તે પણ પ્રજા અને સૈન્ય વગેરેના દેખતા કરવાનું હૈયામાં કેટલી બધી નમ્રતા હોય અને સાધુ પ્રત્યે બહુમાન હોય ત્યારે આ બને. તમે રાજા તો નથી ને ? છતાં આજે ઘણાઓને રસ્તામાં સાધુઓને વંદન કરવામાં શરમ આવે છે. સારાં કાર્યોમાં શરમ દોષરૂપ છે. શરમ ખરાબ કાર્યમાં આવવી જોઈએ, નહિ કે સારા કામમાં.
શ્રદ્ધાળુ શ્રાવક જેમ રસ્તામાં જતાં જિનમૂર્તિનાં દર્શન થાય તો બે હાથ જોડીને વંદન કરે, તેમ રસ્તામાં મુનિનાં દર્શન થાય તો પણ બે હાથ જોડીને વંદન કરે. શ્રદ્ધાસંપન્ન અને ભાવનાશીલ શ્રાવક જેમ મુસાફરી વગેરેમાં જિનમંદિર દેખાય ત્યારે શક્ય હોય તો જિનમૂર્તિનાં દર્શન કરવા જાય, તેમ મુનિનો યોગ થાય ત્યારે શક્ય હોય તો મુનિનાં દર્શન કરવા જાય. તેને મુનિનાં દર્શનથી અનહદ આનંદ થાય.
ચકવર્તીનું દષ્ટાંત આ વિશે ચક્રવર્તીનું દષ્ટાંત છે. એક સ્થળે એક મુનિ કાયોત્સર્ગમાં શુભધ્યાનમાં રહેલા હતા. એ સ્થળેથી ચકવર્તી સૈન્ય સહિત જઈ રહ્યો હતો. ચક્રવર્તી સ્ત્રીઓને નૃત્ય કરાવતો અને વાંજિત્રોને વગડાવતો જઈ રહ્યો હતો. તેણે તે મુનિને જોઈને વિચાર્યું કે “અહો આ મુનિ આત્મામાં કેવા મગ્ન છે, જેથી મારા આડંબર તરફ દષ્ટિ પણ કરતા નથી.” એક તરફ આમુનિની મગ્નતા જુઓ અને બીજી તરફ આપણી ધર્મક્રિયામાં કેવી સ્થિતિ છે તે જુઓ. શ્રોતાઓ વ્યાખ્યાન સાંભળતા હોય અને એ દરમિયાન બાજુના રસ્તામાંથી વાજિંત્ર વગેરેનો અવાજ આવે તો કુતૂહલ થાય અને એ તરફ દષ્ટિ કરે. આવા સમયે રસ્તા તરફ જરાય દષ્ટિ ન કરે તેવા વિરલા હોય. પ્રતિક્ષ્મણની ક્રિયા ચાલતી હોય ત્યારે જરાક આજુબાજુથી અવાજ આવે તો તુરત કુતૂહલ થાય અને ક્રિયામાંથી ચિત્ત ખસીને