________________
169 )
શ્રાદ્ધદિનકૃત્ય.
ગુરુવંદન અધિકાર બીજામાં જાય. મંદિરમાં ભગવાનની પૂજા કરનારા પણ બહાર રસ્તામાંથી વાજિંત્ર વગેરેનો અવાજ આવે તો કુતૂહલથી પૂજા કરતાં કરતાં મંદિરની બહાર દોડી જાય. આવી છે આપણી એકાગ્રતા આપણે ક્રિયામાં પૂર્ણ એકાગ્ર નથી બની શક્તા એનું કારણ હજી ધર્મના (આત્માના) આર્ષણ કરતાંય પુદ્ગલનું આકર્ષણ વધારે છે. જ્યાં સુધી પુગલનું આકર્ષણ જાય નહિ ત્યાં સુધી ધર્મક્રિયામાં પૂર્ણ એકાગ્રતા ન આવે. માટે અનિત્યાદિ ભાવનાઓના ચિંતનથી પુદ્ગલનું આકર્ષણ ઘટાડવું જોઈએ.
અહીં ચક્રવર્તીએ મુનિની પ્રશંસા કરીને હાથી ઉપરથી ઉતરીને મુનિને વંદન કર્યું. તમે મોટરમાં જતા હો અને રસ્તામાં મુનિ દેખાય તો મોટર ઊભી રાખીને મોટરમાંથી ઉતરીને મુનિને વંદન કરો ને? મુનિ કાઉસગ્ગ પારે તો તેમનો પરિચય વગેરે થાય એ હેતુથી વંદનક્ય પછી ચક્રીએ બે હાથ જોડીને કહ્યું-“હે મુનિ! હું ચક્રવર્તી રાજા તમને વાંદું છું.” આમ વારંવાર રાજાએ કહ્યું છતાં મુનિએ કાઉસગ્ગ પાર્યો નહિ. આ રીતે ચક્રવર્તી અર્ધા પહોર (દોઢ કલાક) સુધી મુનિ સામે જોઈને બેસી રહ્યો, તો પણ મુનિએ ધ્યાન છોડ્યું નહિ. પછી રાજા મુનિના ગુણોની પ્રશંસા કરતાં કરતાં વિદાય થયો. આ પ્રસંગ બે બોધપાઠ આપે છે. ૧. ચક્રવર્તીને એમ થતું નથી કે આ મુનિ અહંકારી છે. મારી સામે પણ જોતા નથી. તમને કેવા સાધુ ગમે ? તમારી સામું જુએ તે? કે સ્વાધ્યાય આદિ પોતાની સાધનામાં લીન હોવાના કારણે તમારી સામું ન જુએ તે ? તમે વંદન કરો અને સાધુ સ્વાધ્યાય આદિમાં લીન હોય એથી તમને ધર્મલાભ ન કહે તો તમને શું થાય? મહારાજ અહંકારી લાગે છે, ધર્મલાભ પણ આપતા નથી, એમ મનમાં થાય કે નહિ? ૨. બીજો બોધપાઠઃ-મુનિ કેવાનિ:સ્પૃહા મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ ચક્રવર્તી સામે પણ જોતા નથી. જો સાધુમાં નિ:સ્પૃહતા ન હોય તો કોઈ શેઠ આવે તો તેને ફુલાવવા “ઓ! મગનલાલ શેઠ આવ્યા” એમ બોલી ઉઠે. સ્વાધ્યાય ચાલતો હોય તો શેઠને જુએ કે તરતસ્વાધ્યાયમૂકી દે. મુનિએ ધ્યાનનછોડ્યું. આક્યારે બને? સાધુમાં નિ:સ્પૃહતા અને શ્રાવમાં સાધુ પ્રત્યે ભક્તિભાવ (સાધુતા ઉપર રાગ) આવે તો આ બને.
વજબાહુનું દષ્ટાંત રસ્તામાં સાધુનાં દર્શન થાય તો વંદન કરવા વિષેવજબાહુનો પ્રસંગ પણ અત્યંત અદ્ભુત છે. રાજકુમાર વજુબાહુમનોરમા નામની રાજકન્યાને પરણીને પોતાના નગર તરફ જઇ રહ્યો હતો. સાથે ઉદયસુંદર નામનો સાળો અને બીજા પચીસ રાજકુમારો હતા. રસ્તામાં વજબાહુએ પર્વત ઉપર કાઉસગ્ગ ધ્યાને રહેલા એક મુનિને જોયા. મેઘને જોઈને મયૂરને હર્ષ થાય, ચંદ્રને જોઈને ચકોર પક્ષીને આનંદ થાય, તેમ મુનિને જોઈને વજબાહને અતિશય આનંદ થયો. મેઘની ધારાથી જેમ કદંબપુષ્પ વિકસિત બને તેમ મુનિદર્શનથી થયેલા હર્ષથી વજબાની રોમરાજી વિકસ્વર બની ગઈ. તુરત રથને થોભાવીને વજકુમાર બોલ્યો- અહા! આ કોઈ મુનિ મહાત્મા વંદન કરવા યોગ્ય છે. તે ચિંતામણિરત્નની જેમ ઘણા પુણ્યથી મારા જોવામાં આવ્યા. કેવો છે આ વજબાહુ! એ લગ્ન કરવા ગયો ત્યારે તેને પુણ્યોદય યાદ ન આવ્યો, અને અત્યારે મુનિને જોતાં પુણ્યોદય યાદ આવ્યો. મહાનુભાવો તમને તમારો પુણ્યોદય ક્યારે યાદ આવે? તમે જિનમંદિર, ઉપાશ્રય વગેરે આરાધનાનાં સ્થાનોને જુઓ ત્યારે પુણ્યોદય યાદ આવે કે તમારો બંગલો, મોટર, દુકાન, વગેરેને જુઓ ત્યારે પુણ્યોદય યાદ આવે? જિનમંદિર વગેરે આરાધનાનાં સ્થાનો અને બંગલો વગેરે ભૌતિક સુખનાં સ્થાનો એ બંને પુણ્યથી મળે. પણ તમારે મન ક્યા પુણ્યનું મહત્ત્વ છે? તમને બીજાઓ નમસ્કાર કરે ત્યારે તમારો પુણ્યોદય યાદ આવે કે તમને સુગુરુને વંદન કરવાની તક મળે ત્યારે તમારો પુણ્યોદય યાદ આવે? જે પુણ્ય પાપ કરાવે તે પુણ્યને વિવેકી જીવ મહત્ત્વન આપે.
વજબાહુએ મુનિને વંદન કરવા જવા માટે રથને ત્યાંજ થોભાવી દીધો. આ વખતે સાળા ઉદયસુંદરને