________________
ગુરુવંદન અધિકાર
(170)
શ્રાદ્ધદિનકૃત્ય બનેવીની મશ્કરી કરવાનું મન થયું. મજાક ઉડાવતાં ઉદયસુંદર બોલ્યો – કુમાર ! કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે? વજબાહુએ કહ્યું – હા, તેમ કરવાનું મારું મન છે. સમ્યગ્દષ્ટિ આત્માનું મન તો દીક્ષા લેવાનું જ હોય. સમ્યગ્દષ્ટિ જીવ તેવા સંયોગ વગેરેના કારણે દીક્ષા ન લઈ શકે એ બને, પણ તેની ભાવના દીક્ષા લેવાની હોય. વજબાહુએ “દીક્ષા લેવાનું મન છે.” એમ કહ્યું એટલે ઉદયસુંદર બોલ્યો - જો તમારું મન હોય તો વિલંબ કરો નહિ. હું તમને મદદ કરીશ. વજબાહુ સમજતો હતો કે કેટલાક માણસો માત્ર બોલવામાં હોય છે, કરવામાં નહિ. આથી જ તેવા માણસોને બોલીને ફરી જતાં વાર લાગતી નથી. ઉદયસુંદર બોલીને ફરી ન શકે એ માટે પાર્ક કરવા વજબાહુએ કહ્યું– સમુદ્ર મર્યાદાને નતજે, તેમ તમે તમારા બોલેલા વચનનો ભંગ કરશો નહિ. ઉદયસુંદરે ‘બહુ સારું એમ કહ્યું. વજબાહુ વાહનમાંથી ઉતરી બધાની સાથે પર્વત પર ચઢવા લાગ્યો. ઉદયસુંદર વાત ઉપરથી જાણી લીધું કે વજુબાહ ચોક્કસ દીક્ષા લેશે. આથી ઉદયસુંદરે કહ્યું – તમે દીક્ષા લેશો નહિ. મારા આ મશ્કરીના વચનને ધિક્કાર થાઓ. આપણા બંને વચ્ચે દીક્ષા વિષે ફક્ત મશ્કરીનાં જ વચનોહતાં. મશ્કરીના વચનનું ઉલ્લંઘન કરવામાં દોષ નથી. પ્રાય: વિવાહના ગીતની જેમ મશ્કરીનાં વચનો સત્ય હોતાં નથી. તમે અમને સઘળી આપત્તિઓમાં સહાયકારી થશો એવા અમારા મનોરથને દીક્ષા લઈને ભાંગશો નહિ. હજુ તો આ તમારા હાથે વિવાહની નિશાનીરૂપ માંગલિક મીંઢોળ બંધાયેલા છે. મારી બહેન સાંસારિક સુખથી વંચિત રહેશે. પછી તેનું શું? ઉદયસુંદરના લાંબા વક્તવ્યનો ટૂંકમાં જવાબ આપતાં વજબાહુએ કહ્યું – મનુષ્યજન્મરૂપ વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર છે. કારણ કે મનુષ્યભવ સિવાય બીજા કોઈ ભવમાં ચારિત્રનું પાલન થઈ શકતું નથી. તમારી મશ્કરીનાં વચન મને પરમાર્થરૂપ થયાં છે. તમારી બહેનને ઉલ્લાસ થતો હોય તો મારી સાથે દીક્ષા લઈ શકે છે. નહિ તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ, અર્થાત્ સંસારમાં રહીને ઉત્તમ ધર્મ આરાધના કરી શકે છે.
આમ વાતો કરતાં કરતાં બધા મુનિ પાસે આવી પહોંચ્યા. વજબાહુએ પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવીને વૈરાગ્યનો ઉપદેશ આપવાની વિનંતી કરી. મુનિની વૈરાગ્યમય દેશના સાંભળીને બધા પ્રતિબોધ પામ્યા. વબાહુ, ઉદયસુંદર, મનોરમા અને પચીસ રાજકુમારો એમ અઠાવીસ મહાનુભાવોએ દીક્ષા લીધી.
સારથિએ વાજબાના પિતાને આ સમાચાર કહ્યા. પિતા વિચારમાં પડ્યા: એ (વજબાહ) બાળક છતાં ઉત્તમ છે. જેથી આવા સંયોગોમાં પણ દીક્ષા લીધી. હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી. કારણ કે હજી સંસારમાં પડ્યો છું. આવી વિચારણાથી પ્રબળ વૈરાગ્ય થતાં પિતાએ પણ દીક્ષા લીધી.
અહીં સાળાના મશ્કરીનાં વચન બનેવીને જગાડનારાં બની ગયાં. ઉત્તમ આત્માઓને અશુભ પણ શુભ માટે થાય છે. ચંડરુદ્રાચાર્યના શિષ્યના મિત્રોએ કરેલી મશ્કરી અંડરુદ્રાચાર્યના શિષ્યના સારા માટે થઈ. સનસ્કુમાર ચકવર્તીના શરીરમાં ક્ષણવારમાં અનેક રોગો પ્રગટ્યા. એનાથી સનસ્કુમાર ચેતી ગયા. એ રોગો જોઈને આર્તધ્યાન કે રોગના ઉપાયો કરવાના બદલે સંયમનો સ્વીકાર ક્ય. છ ખંડની સમૃદ્ધિ છોડીને સનસ્કુમાર ચાલી નીકળ્યા. ત્યારે ચૌદ રત્નો, સ્ત્રીરત્ન, નવનિધાનો, નગર લોકો અને રાજાઓ વગેરે તેમની પાછળ પાછળ છ છ મહિના સુધી ફર્યા, છતાં એક ક્ષણવાર પણ તેમના ઉપર નજર સુધ્ધાં ન કરી. સિંહ જતાં જતાં પાછું ય જુએ, પણ આમણે તો પાછું વળીને પણ ન જોયું. તેમનો પરિવાર કરુણ રુદન કરવા લાગ્યો. એ રુદન સાંભળીને પક્ષીઓને પણ રુદન આવે તેવું કરુણ રુદન તેમના પરિવારનું હતું. છતાં સનસ્કુમાર ચક્રીએ જરા પણ તેમની દયા ન ખાધી.
પ્રસ્તુતમાં વજબાહુકુમારને લગ્ન જેવા વિલાસના-મોહના પ્રસંગમાં પણ મુનિને વંદન કરવા જવાનું મન થયું. એ તેમના અતિશય ધર્મપ્રેમને સૂચવે છે. ધર્મપ્રેમી આત્માઓ સાંસારિક પ્રસંગોમાં પણ ધર્મને ન ભૂલે, એટલું